________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી
– રમણલાલ ચી. શાહ વિક્રમના સત્તરમા શતકના અંતમાં અને અઢારમા શતકમાં ગુજરાતમાં મુસલમાનોનું રાજ્ય હતું. અકબર-પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિનો ગુજરાતના જીવન ઉપર અને વિશેષતઃ જૈનો ઉપર ત્યારે ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના કાળધર્મ પછી જૈન સાધુ ભગવંતોને હાથે સાહિત્યસર્જનની પ્રવૃત્તિ તો સતત ચાલ્યા કરતી હતી, પરંતુ પાંચેક સૈકા સુધી એવી કોઈ અદ્વિતીય પ્રતિભા ગુજરાતને જોવા નહોતી મળી કે જે શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે. પરંતુ શ્રી હીરવિજયસૂરિના સમુદાયમાં, એમના શિષ્યો-પ્રશિષ્યોમાંથી સાહિત્યના ક્ષેત્રે એક એવા જ્યોતિર્ધરનો ઉદય થયો કે જેમણે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે એવું ભગીરથ કાર્ય પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. એ મહાન જ્યોતિર્ધર તે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી. | ‘લઘુ હરિભદ્રસૂરિ', ‘દ્વિતીય હેમચંદ્રાચાર્ય”, “સ્મારિત શ્રુતકેવલી’, ‘કુર્ચાલી શારદ’, ‘મહાન તાર્કિક', ‘વાચકવર્ય', ‘ઉપાધ્યાયજી' ઇત્યાદિ તરીકે જેઓ સુપ્રસિદ્ધ છે એ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિક્રમના સત્તરમા-અઢારમા શતકમાં થઈ ગયેલી અને સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે અભુત પ્રભુત્વ ધરાવતી એક મહાન ભારતીય વિભૂતિ છે. એમના કાળધર્મને ત્રણસો વર્ષ થયાં, પરંતુ ત્યારથી તે વર્તમાન સમય સુધી બીજા કોઈ કવિ-લેખકે એમના જેવું સામર્થ્ય દાખવ્યું નથી. શ્રી યશોવિજયજીનું જીવન અને સાહિત્ય અનેકને માટે અત્યંત પ્રેરક અને માર્ગદર્શક રહ્યું છે. એમના ઉપલબ્ધ સાહિત્યનું જેમ જેમ ઊંડું અધ્યયન થાય છે તેમ તેમ તે નવો પ્રકાશ પાથરે છે અને તેમની બહુમુખી વિદ્ધપ્રતિભા પ્રત્યે વિસ્મયનો ભાવ જગાડે છે. સુજસવેલી ભાસ
મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને લેખનકાર્ય વિશે કેટલાંક વર્ષ પહેલાં ઘણી વધુ માહિતી મળી આવી હતી. લગભગ વિ. સં. ૧૯૫૭ની આસપાસ પાટણમાં પ.પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને હસ્તપ્રતોનું સંશોધન-વર્ગીકરણ કરતાં કરતાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન વિશે એમના સમકાલીન કવિ. મુનિશ્રી કાંતિવિજયજીએ રચેલી “સુજસવેલી ભાસ' નામની એક કાવ્યકૃતિની ભાળ લાગી હતી. એમાં આપેલી માહિતીથી શ્રી યશોવિજયજીના જીવનચરિત્ર ઉપર, તથા એમના જન્મ અને કાળધર્મના સમય ઉપર કંઈક વધુ પ્રકાશ પડ્યો છે. જન્મસમય
મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જન્મવર્ષની વિચારણા માટે પરસ્પર ભિન્ન એવાં બે અત્યંત મહત્ત્વનાં પ્રમાણોમાં હજુ છેવટનો નિશ્ચિત નિર્ણય થઈ શક્યો નથી. આ બે પ્રમાણો તે (૧) વિ. સં. ૧૬૬૩માં વસ્ત્ર પર આલેખાયેલો મેરુ પર્વતનો ચિત્રપટ, અને (૨) શ્રી યશોવિજયજીના સમકાલીન મુનિશ્રી કાંતિવિજયજીકૃત ‘સુજસવેલી ભાસ” નામની રચના. આ બંનેમાં અલબત્ત, એમના જન્મસમય વિશે કશો ચોક્કસ નિર્દેશ નથી, પરંતુ તેમાં આપેલી માહિતી પરથી જન્મસમય વિશે કેટલુંક અનુમાન કરી શકાય છે.
17 For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org