________________
વિ. સં. ૧૬૬૩માં શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજીએ પોતે વસ્ત્રપટ પર મેરુ પર્વતનું આલેખન કર્યું હતું. આ ચિત્રપટ આજ દિવસ સુધી સચવાઈ રહ્યો છે. એની પુષ્મિકામાં આપેલી માહિતી પ્રમાણે શ્રી નયવિજયજીએ આચાર્ય શ્રી વિજયસેનસૂરિના “કણસાગર' નામના ગામમાં રહીને સં. ૧૬૬૩માં પોતાના શિષ્ય શ્રી જયવિજયજી (યશોવિજયજી) માટે આ પટ આલેખ્યો છે. પુષ્પિકાના લખાણ પ્રમાણે શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય શ્રી નયવિજયજી તે સમયે ગણિ અને પંન્યાસનું પદ ધરાવતા હતા. જેમને માટે આ પટ બનાવવામાં આવ્યો તે શ્રી યશોવિજયજીનો પણ તેમાં “ગણિ” તરીકે ઉલ્લેખ છે.
હવે આ ચિત્રપટની માહિતી પ્રમાણે વિચાર કરીએ તો સં. ૧૯૬૩માં શ્રી યશોવિજયજી ગણિ હતા. સામાન્ય રીતે દીક્ષા પછી ઓછામાં ઓછા દસ વર્ષ પછી ગણિપદ આપવામાં આવે છે. (કોઈ અપવાદરૂપ પ્રસંગોમાં એથી ઓછાં વર્ષે પણ ગણિપદ અપાય છે.) તે મુજબ સં. ૧૯૬૩માં જ જો. શ્રી યશોવિજયજીને ગણિપદ અપાયું હોય તો સં. ૧૬પ૩ની આસખસ એમને દીક્ષા અપાઈ હોય એમ માની શકાય. જો તેઓ બાલદીક્ષિત હોય અને દીક્ષા સમયે તેમની ઉંમર આઠેક વર્ષની ધારીએ તો સં. ૧૬૪પની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ એમ માની શકાય. તેમનો સ્વર્ગવાસ સં. ૧૭૪૩૪૪માં થયો હતો. એટલે સં. ૧૬૪૫ થી ૧૭૪૪ સુધીનું, લગભગ સો વર્ષનું આયુષ્ય તેમનું હશે એમ આ પટના આધારે માનવું રહ્યું. બીજી બાજુ “સુજસવેલી ભાસ'માં લખ્યું છે :
સંવત સોલ અદ્યાસિયેંજી, રહી કુણગિરિ ચોમાસી;
શ્રી નવિજય પંડિતવરુજી, આવ્યા કન્વોડે ઉલ્લાસિ. વળી આગળ લખ્યું છે :
વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ;
સંવત સોલ અડ્યાસિયેંજી, કરતાં યોગ અભ્યાસ. આમ સુજસવેલી ભાસ' પ્રમાણે સં. ૧૬૮૮માં શ્રી નવિજયજી કcોડુ પધારે છે. એ જ સાલમાં પાટણમાં શ્રી યશોવિજયજીને વડી દીક્ષા અપાય છે. એટલે કે દીક્ષા અને વડી દીક્ષા એક જ વર્ષમાં સં. ૧૬૮૮માં અપાઈ છે. વળી દીક્ષા સમયે એમની ઉંમર નાની હતી. એમ ‘લઘુતા પણ બુદ્ધે આગળોજી, નામે કુંવર જસવંત' એ પંક્તિ પરથી જણાય છે. એટલે દીક્ષા સમયે એમની ઉંમર આઠ-નવ વર્ષની હોવી જોઈએ; જો તે પ્રમાણે હોય તો તેમનો જન્મ સં. ૧૬૭૯-૮૦માં થયો હોવો જોઈએ. તેમનો સ્વર્ગવાસ ડભોઈમાં સં. ૧૭૪૩-૪૪માં થયો હતો. જો તે પ્રમાણે ગણતરી કરીએ તો તેમનું આયુષ્ય ૬૪-૬૫ વર્ષનું હશે એમ માનવું પડે.
આમ ચિત્રપટ પ્રમાણે સં. ૧૬૪૫-૪૬ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ અને ‘સુજસવેલી ભાસ” પ્રમાણે સં. ૧૬૭૯-૮૦માં થયો હોવો જોઈએ. આ બંને પ્રમાણોમાંથી ક્યા પ્રમાણને આપણે વધારે આધારભૂત માનવું ? ચિત્રપટની બાબતમાં તો નિશ્ચિત જ છે કે ગુરુ શ્રી નયવિજયજીના હાથે તૈયાર થયેલી મુળ વસ્તુ જ આપણને મળે છે. “સુજસવેલી ભાસ'ની હસ્તપ્રતિ તે કર્તાના હસ્તાક્ષરની નહિ, પણ પાછળથી લખાયેલી છે. સંભવ છે કે પાછળથી થયેલી એની નકલમાં એક યા બીજા કારણે
18
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org