SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર જુગારમાં, વિષયાસક્ત માણસનું વિષયભોગમાં ચિત્ત એકાગ્ર બની જાય છે. જેમ આવી પૂલ અશુભ પ્રવૃત્તિઓમાં ચિત્ત લીન બની જાય છે, તેમ અશુભ નહિ એવી પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિમાં પણ માણસનું મન એકદમ પરોવાઈ જાય છે. નાના બાળકનું ચિત્ત રમકડાં રમવામાં ઓતપ્રોત થઈ જાય છે. કેટલાકનું ચિત્ત ઇતિહાસમાં કે ભૂગોળમાં કે કલાકારીગીરીમાં કે ગ્રંથવાંચનમાં તરત લીન બની જાય છે. એ માટે પોતાને મનગમતો વિષય મળવો જોઈએ. કેટલાક ધર્મપ્રેમી માણસોને પ્રભુદર્શન, પ્રભુભક્તિ, તપશ્ચર્યા કે અન્ય પ્રકારની ધર્મક્રિયામાં વધુ રસ પડે છે. આવા આવા વિષયો ચિત્તને માટે આલંબન રૂપ બને છે. તે સદ્ પ્રકારના હોય કે અસદ્ પ્રકારના હોય. જેઓને સાધના તરફ વળવું છે તેઓએ પોતાની જાતને પ્રશ્ન પૂછી જોવો કે પોતાને કયા શુભ વિષયમાં વધુ રસ પડે છે અને વધુ હર્ષ થાય છે. એ વિષયની બાહ્ય પ્રવૃત્તિ એણે વધારી દેવી જોઈએ. આરંભના કાળમાં આવા બાહ્ય અને શુભ આલંબનની આવશ્યકતા રહેશે. પોતાનું ચિત્ત જયારે જયારે ચંચલ બનતું જણાય કે તરત એને મનગમતા શુભ વિષયમાં પરોવી દેવામાં આવે તો તે શાંત, સ્વસ્થ અને પ્રસન્ન બની જાય છે. આવી રીતે,(ગ્રંથકર્તાશ્રી કહે છે કે શરૂઆતના તબક્કામાં સ્થિર થવા માટે જ્ઞાન અને વિચાર પ્રત્યે સન્મુખ થયેલા મનને મનગમતા વિષયનું પ્રલોભન આપવું પડશે. પરંતુ એ રીતે ટેવાતા જતા ચિત્તને ત્યાર પછી ઇષ્ટ વિષયમાં દોરી જઈ શકાય છે. જ્ઞાનની અને વિચારની અથવા જ્ઞાનના વિચારની સન્મુખ થયેલા ચિત્તને એ પદાર્થોમાં વધુ સ્થિર કરવાના અભ્યાસથી આગળ ઉપર ચિત્તને વધુ નિર્મળ અને એકાગ્ર બનાવી શકાય છે. આત્મસાધના માટે એને સજ્જ કરી શકાય છે.) [૯૦૨] ઉમરૂપનિતિમાં વિશિષ્ટ વાવવUરનાં વા पुरुषविशेषादिकमप्यत एवालंबनं बुवते ॥१४॥ અનુવાદ : એટલા માટે મનોહર જિનપ્રતિમા, વિશિષ્ટ પદ, વાક્ય, વર્ણની રચના અને પુરુષ વિશેષાદિને પણ આ પ્રમાણે આલંબન કહ્યાં છે. વિશેષાર્થ : પોતાના આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપી નિરાલંબન ધ્યાનમાં ચિત્ત એકદમ પહોંચી શકતું નથી અને પહોંચે તો સ્થિર રહી શકતું નથી. એ માટે ધ્યાનયોગીઓએ સતત અભ્યાસ રાખવાની આવશ્યકતા રહે છે. આવા અભ્યાસની શરૂઆત કેવી રીતે કરવી ? ચિત્ત મનગમતા વિષયમાં વધુ સમય સ્થિર રહે છે. જો આરંભમાં પોતે જોયેલી કોઈ મનોહર જિનપ્રતિમા અને જિનાલયને પોતાના ચિત્તમાં તાદશ કરે તો તેનું સમગ્ર ચિત્ત એમાં રોકાયેલું રહે છે. એવી રીતે તત્ત્વજ્ઞાનનો કોઈ ગ્રંથ, એમાંનું કોઈ શ્રેષ્ઠ વાક્ય, કોઈ વિશિષ્ટ શબ્દરચનાનો વિચાર કરે અથવા ગૌતમસ્વામી, હરિભદ્રસૂરિ, કુંદકુંદાચાર્ય, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી, હીરવિજયસૂરિ કે એવા બીજા કોઈ મહાત્માના જીવન અને કાર્યનું ચિંતવન કરે તો પણ તેમાં ચિત્ત વધુ સમય સ્થિર રહી શકે છે. અથવા એવા વિદ્યમાન મહાત્માની સંગત કરે તો પણ તે ઉપયોગી બને છે. ક્યારેક પોતે કરેલી તીર્થયાત્રાને પોતાના સ્મૃતિપટ પર ક્રમાનુસાર તાદશ કરી શકાય. ચિંતન માટેના આલંબનરૂપ આવા વિષયો તે અનેક છે. પરંતુ પોતાની રુચિ અનુસાર તેની પસંદગી કરીને, નિયમિત અભ્યાસ વડે તેમાં આગળ વધી શકાય, વધુ સમય સ્થિર થઈ શકાય. નિરાલંબન ધ્યાન પર આરૂઢ થતાં પહેલાં આવા આલંબનથી ધ્યાનમાં સ્થિરતા મેળવવી આવશ્યક છે. ૫૧૬ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy