________________
પ્રબંધ સાતમો, અધિકાર વીસમો અનુભવ અધિકાર
[૯૦૦) વવનાનુષ્ઠાનતં યાતાયાતં સાતિવારમાં
चेतोऽभ्यासदशायां गजांकुशन्यायतोऽदुष्टम् ॥१२॥ અનુવાદ : વચનાનુષ્ઠાનમાં રહેલું, ગમનાગમન કરવાવાળું અને વળી અતિચાર સહિત હોય તો પણ તે ચિત્ત અભ્યાસદશામાં ગજાંકુશન્યાય પ્રમાણે અદૂષિત છે. ' વિશેષાર્થ : ક્ષિપ્ત, અને મૂઢ પ્રકારનું ચિત્ત યોગસાધનામાં ઉપયોગી નથી, પરંતુ વિક્ષિપ્ત પ્રકારનું ચિત્ત આ બે પ્રકારના ચિત્તની જેમ તદ્દન નિરુપયોગી છે એમ નહિ કહી શકાય. અગાઉના શ્લોકમાં બતાવવામાં આવ્યું કે વિક્ષિપ્ત ચિત્ત ઘરમાં રમતા બાળક જેવું છે. હવે આ શ્લોકમાં કહેવામાં આવે છે કે અભ્યાસકાળના આરંભમાં વિક્ષિપ્ત ચિત્ત પણ ઉપયોગી થઈ શકે છે. વિક્ષિપ્ત ચિત્તને જ સતત અભ્યાસથી એકાગ્ર અને નિરુદ્ધના પ્રકાર સુધી પહોંચાડી શકાય છે.
યાતાયાત એટલે કે ગમનાગમન કરવાવાળું અને સાતિચાર એટલે અતિચાર સહિત અર્થાત દોષયુક્ત એવું ચિત્ત પણ જયારે વચન-અનુષ્ઠાનમાં રહેતું હોય તો તે દૂષિત નથી. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચાર પ્રકારનાં ધર્માનુષ્ઠાન બતાવવામાં આવે છે. આ ચારમાંથી ચિત્ત વચન-અનુષ્ઠાનમાં રહેલું હોય તો હવે તેને ભગવાનનાં વચનોમાં રસ અને શ્રદ્ધા જાગ્યાં છે. ચિત્ત આમતેમ ભટકતું હોય છે, પરંતુ ધર્માનુષ્ઠાન તરફ એની પ્રીતિ વધી છે એટલે હવે એને ધીમે ધીમે અભ્યાસ દ્વારા અસંગ અનુષ્ઠાન સુધી. યોગસાધનામાં એકાગ્રતા અને સલીનતા સુધી પહોંચાડી શકાશે. અહીં ગજાંકુશન્યાયનું ઉદાહરણ આપવામાં આવે છે. મદોન્મત્ત બનવાનો હાથીનો સ્વભાવ હોય છે. પરંતુ એવા મદોન્મત્ત હાથીના મસ્તક ઉપર ત્રિશૂળ જેવા “અંકુશ' નામના તીક્ષ્ણ શસ્ત્રનો પ્રહાર એની ઉપર બેઠેલો મહાવત કરે છે કે તરત હાથી અંકુશમાં આવી જાય છે, શાન્ત બની જાય છે. આવી રીતે અંકુશ વડે મહાવતો ભલભલા હાથીઓને શાન્ત બનાવી દે છે. તેવી તાલીમ હાથીને આપવા માટે સમય અને ધીરજ જોઈએ. પછી હાથી ડાહ્યો અને કહ્યાગરો બની જાય છે. તેવી રીતે વિક્ષિપ્ત ચિત્ત ભલે શરૂતમાં ભટકતું હોય કે ભૂલો કરતું હોય, પણ એને સતત અભ્યાસ દ્વારા સંયમમાં લાવી શકાય છે. મોક્ષ માટેની યોગસાધનામાં એને જોડી શકાય છે. એટલા માટે વિક્ષિપ્ત ચિત્ત અદુષ્ટ કહેવાય છે.
[૯૦૧] જ્ઞાનવિચરેમિમુવંચથી યથા મવતિ મિgિ સાનંમ્
अर्थ : प्रलोभ्य बाहौरनुगृह्णीयात्तथा चेतः ॥१३॥ અનુવાદ : ચિત્ત જેમ જેમ જ્ઞાન-વિચાર પ્રત્યે અભિમુખ અને કંઈક આનંદયુક્ત થતું જાય, તેમ તેમ બાહ્ય પદાર્થો વડે લોભ પમાડીને તેને વશ કરી લેવું. ' વિશેષાર્થ : સાધકે પોતાના ચિત્તનો નિગ્રહ કરવા માટે આરંભના કાળમાં શું કરવું તે અંગે ગ્રંથકાર મહર્ષિએ અહીં સ્વાનુભવને આધારે સરસ યુક્તિ બતાવી છે. ચિત્તની અંદર પ્રતિપળ શુભાશુભ એવા વિવિધ વિચારો ઉદ્ભવતા હોય છે. જેમણે પોતાના ચિત્તનું અવલોકન કર્યું હશે તેઓ જાણતા હશે કે ચંચલ, એક વિચાર પરથી બીજા વિચાર પર કૂદાકૂદ કરતું ચિત્ત ક્યારેક પોતાના મનગમતા વિષયમાં થોડી વાર વધારે રોકાય છે, સ્થિર થાય છે. શિકારીનું શિકારમાં, ચોરી કરનારનું ચોરીમાં, જુગારીનું
૫૧૫ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org