________________
પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર
[૯૦૩] મનસ્વનૈઃ પ્રશસ્તે: પ્રાયો ભાવ: પ્રશસ્ત ધ્રુવ યતઃ ।
इति सालम्बनयोगी मनः शुभालम्बनं दध्यात् ॥१५॥
અનુવાદ : પ્રશસ્ત આલંબનોથી પ્રાયઃ પ્રશસ્ત ભાવ થતા હોવાથી સાલંબન-યોગીઓએ મનને શુભ આલંબનવાળું કરવું જોઈએ.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં જિનપ્રતિમા, વિશિષ્ટ પદરચના, તીર્થંકરાદિ પુરુષવિશેષનું આલંબન લેવાની અધ્યાત્મયોગીઓને ભલામણ કરવામાં આવી છે. એ આલંબનો વિશે અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે. ભાવ અને ધ્યાનમાં યોગીઓએ અંતે નિરાલંબન થવાનું છે, તો પણ આરંભની દશામાં આલંબનની આવશ્યકતા રહેવાની. આવાં આલંબનો લેવામાં યાગીઓને કેવા કેવા ભાવ થાય છે એ વિશે તથા તેઓએ કેવાં આલંબન લેવાં જોઈએ તે વિશે અહીં ભલામણ કરવામાં આવી છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત આલંબન અને તે જોઈને થતાં ભાવ, ચિંતન, ધ્યાન ઇત્યાદિની દૃષ્ટિએ ચાર મુખ્ય વિભાગ પાડી શકાય : (૧) પ્રશસ્ત આલંબન અને પ્રશસ્ત ભાવ. (૨) પ્રશસ્ત આલંબન અને અપ્રશસ્ત ભાવ. (૩) અપ્રશસ્ત આલંબન અને અપ્રશસ્ત ભાવ તથા (૪) અપ્રશસ્ત આલંબન અને પ્રરાસ્ત ભાવ.
સારી વસ્તુ જોઈને માણસને ખરબ વિચાર ન આવે એવું નથી. સોનાનું સરસ ઘરેણું જોઈને કોઈને તેની ચોરી કરવાનું મન થાય. બીજી બાજુ ખરાબ વસ્તુ જોઈને માણસને સારા ભાવ થાય. ભિખારીને જોઈને માણસને દયા આવે અને કંઈક આપવાનો ભાવ થાય. આ તો વ્યવહારનાં શુભાશુભ આલંબનોનો વ્યવહારદષ્ટિએ કરેલો વિચાર છે. અધ્યાત્મમાર્ગમાં પ્રશસ્ત શુભાલંબનથી યોગીઓને પ્રશસ્ત શુભ ભાવ થાય છે. પરંતુ દરેક યોગીને એ પ્રમાણે અવશ્ય થાય જ એવું નથી. પ્રશસ્ત આલંબનથી કોઈકને ક્યારેક અપ્રશસ્ત ભાવ પણ થઈ જાય. એટલે જ ગ્રંથકારશ્રીએ અહીં ‘પ્રાયઃ' (ઘણુંખરું) શબ્દ પ્રયોજ્યો છે.
આમ અધ્યાત્મમાર્ગમાં આત્માનુભવ માટે આરંભકાળમાં યોગીઓને પોતાના ચિત્તને પ્રશસ્ત, શુભ આલંબનમાં જોડવાની ભલામણ કરવામાં આવી છે.
[C०४] सालंबनं क्षणमपि क्षणमपि कुर्यान्मनो निरालंबम् ।
इत्यनुभवपरिपाकादाकालं स्यान्निरालंबम् ॥१६॥
અનુવાદ : મનને ક્ષણવાર સાલંબન કરવું અને ક્ષણવાર નિરાલંબ કરવું. એ રીતે અનુભવનો પરિપાક થતાં તે સદાકાળ (આકાલ) નિરાલંબ થઈ જશે.
વિશેષાર્થ : મનુષ્યનું ચંચલ ચિત્ત થોડીક ક્ષણોમાં જ ક્યાંનું ક્યાં ભટકીને આવે છે. એક વિષય પરથી બીજા વિષય પર તે કૂદાકૂદ કરતું રહે છે. આવા ચંચલ ચિત્તની ચંચળતા ઓછી કરવા માટે મનગમતા શુભ, પ્રશસ્ત વિષયમાં એને જોડી દેવાથી એ ત્યાં કંઈક વધુ સ્થિર રહે છે. સારા મનગમતા વિષયો લેવાથી મન અશુભ ધારામાં ખેંચાઈ જતું નથી. એથી અધ્યવસાયો સારા રહે છે અને અશુભ કર્મબંધ થતો નથી. જે કર્મબંધ થાય તે શુભ પ્રકારનો હોય છે. અશુભ કર્મબંધમાંથી બચી જવાય છે. આ રીતે ચિત્તને ધ્યાન માટે શુભ આલંબન મળી ગયું. પણ ત્યાં અટકવાનું નથી. આગળ જતાં નિરાલંબન ધ્યાનમાં પ્રવેશવાનું છે. એ કાર્ય એક દિવસમાં એકાએક સિદ્ધ થતું નથી. એટલે શાસ્રકારે અહીં એ
Jain Education International2010_05
૫૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org