________________
અધ્યાત્મસાર
માટેનો વ્યવહારુ ઉપાય બતાવ્યો છે. આરંભમાં ચિત્તને શુભ આલંબનમાં જોડી રાખ્યા પછી યથાવકાશ વચ્ચે નિરાલંબન ધ્યાનમાં લઈ જવું. એમાં કોઈ વિષય નથી હોતો, પણ કેવળ આત્મસ્વરૂપની રમણતા હોય છે. પરંતુ એમાં ચિત્ત ક્ષણવાર જ રહે છે અને તરત બહાર નીકળી કોઈ વિષયમાં જોડાઈ જાય છે. એમ થાય તો ભલે થાય. એમ થવા દેવું અને ફરી પાછું ચિત્તને નિરાલંબન ધ્યાનમાં લઈ જવું. આ રીતે એક મહાવરો થવા લાગશે. મહાવરો કરતા રહેવાથી ચિત્ત હવે નિરાલંબન ધ્યાનમાં વધુ અને વધુ સ્થિર થવા લાગશે. આ રીતે અનુભવ વધતો જશે અને એમ કરતાં સાધક જ્યારે ઇચ્છે ત્યારે તેનું ચિત્ત નિરાલંબન ધ્યાનમાં પ્રવેશી શકે. આ રીતે જીવનપર્યત ચિત્ત નિરાલંબન થઈ શકે છે. [૯૦૫] માસ્તંભૈપાર્થ યા ન વિવિદ્વિત્તિયેત્ |
अनुपनतेन्धनवह्निवदुपशान्तं स्यात्तदा चेतः ॥१७॥ અનુવાદ : એક પદાર્થને અવલંબીને જ્યારે બીજું કંઈ પણ ચિતવવામાં ન આવે, ત્યારે ઈંધન ન મળતાં અગ્નિની જેમ ચિત્ત ઉપશાન્ત થઈ જશે. ' વિશેષાર્થ : જ્યારે સાધક એટલે કે સાલંબન યોગી કોઈ એક શુભ પદાર્થમાં કે વિષયમાં પોતાના ચિત્તને એકાગ્ર કરે છે ત્યારે તેનું ચિત્ત આત્મભાવમાં સ્થિર થઈ જાય છે. આમ પણ સાધકનું જીવન જો સંયમના યોગોથી વ્યાપ્ત હોય તો તેનું ચિત્ત સ્વાભાવિક રીતે જ ઉપશાન્ત હોય, પરંતુ તેમાં પણ જો તેનું ચિત્ત એક જ વિષયના ચિંતનમાં પરોવાઈ જાય તો તે સવિશેષ શાન્ત બને છે. હવે તેને બીજા કોઈ વિકલ્પો ઊઠતા નથી અને ચિત્ત બહાર નીકળી જતું નથી. એને પરિણામે શુદ્ધ જ્ઞાનના ઉપયોગસ્વરૂપ તેનું ચિત્ત નિરાલંબન જેવું બની જાય છે. અહીં દષ્ટાન્ત આપવામાં આવ્યું છે કે અગ્નિ સળગતો હોય, પરંતુ હવે વધુ ઈંધન-અર્થાત્ બળતણરૂપી લાકડાં તેમાં ઉમેરવામાં ન આવે તો તે અગ્નિ ક્રમે ક્રમે સ્વયમેવ શાન્ત થઈ જાય છે. તેવી રીતે અન્ય વિષયો ન મળતાં ચિત્ત એક જ વિષયમાં સ્થિર થઈ ઉપશાન્ત થઈ જાય છે. આરંભમાં તો અન્ય વિકલ્પોમાં દોડી જતા ચિત્તને જાગૃતિ સાથે, પુરુષાર્થપૂર્વક પાછું વાળવું પડે છે, પરંતુ પછીથી તો વધતા જતા અભ્યાસને પરિણામે ચિત્ત પોતે જ વિકલ્પોમાં ન દોડતાં સહજ રીતે શાન્ત થઈ જાય છે.
સાધકને ઉપયોગી એવું સરસ માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે.
[06] શ મનમત્સર સ્નેહલા પ્રવિપાર્વરાfor I
क्षीयन्ते शान्तहृदामनुभव एवात्र साक्षी नः ॥१८॥ અનુવાદ : શાન્ત હૃદયવાળાનાં શોક, મદ, કામ (મદન), મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ અને વૈર ક્ષીણ થાય છે. આ વિષયમાં આપણો અનુભવ જ સાક્ષીરૂપ છે.
વિશેષાર્થ : એક દૃષ્ટિએ આ શ્લોક બહુ મહત્ત્વનો છે, કારણ કે ગ્રંથકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ એમાં પોતાની અનુભવવાણી ઉચ્ચારી છે. આ શ્લોકમાં અધ્યાત્મશાસ્ત્રનું કથન છે અને ઉપાધ્યાયજી મહારાજના અંગત ઉચ્ચ વ્યક્તિત્વનો પરિચય પણ છે. વસ્તુતઃ આ શ્લોક પરથી જોઈ શકાય છે કે
૫૧૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org