________________
પ્રબંધ સાતમો, અધિકાર વસમો : અનુભવ અધિકાર
ઉપાધ્યાયજી મહારાજ માત્ર બહુશ્રુત પંડિત નહોતા, ઊંચી કોટિના આત્મસાધક પણ હતા. પોતાની જાત માટે એમણે આવું વિધાન કર્યું એમાં આપણને અહંકારની ગંધ નથી આવતી, પરંતુ એમની પારદર્શક નિખાલસતાની સુવાસ સાંપડે છે. આધ્યાત્મિક વિકાસમાં આપ્તપુરુષોની અનુભવવાણી ઘણી ઉપકારક નીવડે છે.
ઉપાધ્યાયજી મહારાજ અહીં કહે છે કે જે સાધક શાન્ત હૃદયવાળો અથવા શાન્ત ચિત્તવાળો થઈ જાય છે એના જીવનમાંથી દુર્ગુણો આપોઆપ વિલય થવા માંડે છે.
બાહ્ય, લૌકિક પ્રાપ્તિ માટેની, પૈસો, પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટેની માણસની દોડાદોડ જ્યારે બંધ પડે છે એટલું જ નહિ, અંતરમાંથી પણ એ માટેની વાસના છૂટી જાય છે ત્યારે માણસનું ચિત્ત શાન્ત પડવા લાગે છે. બાહ્ય પદાર્થોનું આકર્ષણ ઘટતાં ઘટતાં સાવ નીકળી જાય છે ત્યારે એવી દશા પ્રાપ્ત થાય છે કે ઉદ્વેગનાં નિમિત્તો પણ ઉગ કરાવતાં નથી. સાધકનું લક્ષ આધ્યાત્મિક સાધના તરફ વળે છે અને હવે બાહ્ય કોઈ પદાર્થો કે વિષયો એના ચિત્તમાં કે હૃદયમાં સંક્ષોભ ઉત્પન્ન કરી શકતાં નથી. ઇષ્ટના વિયોગથી અથવા અનિષ્ટના સંયોગથી હવે શોક થતો નથી. યોગીના જીવનમાં રાગાદિ ભાવો નિર્મળ કે ઉપશાન્ત થઈ ગયા હોય છે. ક્રોધ, માન, માયા, અને લોભ એ કષાયો અત્યંત પાતળા પડી જાય છે. બ્રહ્મની ઉપાસનામાં રસ લાગવાથી કામવાસના ચાલી જાય છે. તદુપરાંત મત્સર, કલહ, કદાગ્રહ, અને વિષાદ અર્થાત્ ખેદ નીકળી જાય છે. જગતના સર્વે જીવો પ્રત્યેનો મૈત્રીભાવ જેમ જેમ વૃદ્ધિ પામતો જાય તેમ તેમ વૈરવિરોધના ભાવો ક્ષીણ થઈ જાય છે. એથી સંવાદનું વાતાવરણ નિર્માય છે. આમ યોગસાધકોના જીવનમાંથી દોષોનો પરિહાર થાય છે અને એમની ગુણસંપત્તિ વિસ્તાર પામે છે.
કોઈક પ્રશ્ન કરે કે ખરેખર શું આમ બનતું હશે ? એના ઉત્તરમાં ગ્રંથકર્તા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે “અવશ્ય એમ થઈ શકે. અમારો પોતાનો અનુભવ જ એમાં સાક્ષીરૂપ છે.” એમના આ કથન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ એમની પોતાની આધ્યાત્મિક સાધના કેટલી ઊંચી કોટિની હશે ! ૯િ૦] શા મનસિક્યોતિઃ પ્રશશત્તમભિનઃ સમ્
भस्मीभवत्यविद्या मोहध्वान्तं विलयमेति ॥१९॥ અનુવાદ : મન શાન્ત થતાં આત્માની સહજ અને શાન્ત જ્યોતિ પ્રકાશવા લાગે છે, અવિદ્યા ભસ્મીભૂત થાય છે, અને મોહરૂપી અંધકાર (ક્વાન્ત) વિલય પામે છે.
વિશેષાર્થ : ચિત્ત જ્યારે સાલંબન ધ્યાનમાંથી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશે છે, શુદ્ધ આત્મસ્વરૂપમાં રમવા લાગે છે ત્યારે સાધકની વૃત્તિઓ શાન્ત બની જાય છે. એના કષાયો પણ અત્યંત પાતળા પડી જાય છે. વૈરવિરોધ, કદાગ્રહ, વિષાદ, ઉગ ઇત્યાદિ પણ નીકળી જાય છે. આવું જ્યારે બને છે ત્યારે જ્ઞાનસ્વરૂપ આત્માની જ્યોતિ સહજ રીતે વધુ પ્રકાશમાન થાય છે. દેહ અને આત્માની ભિન્નતાનું દર્શન થતાં દેહ સાથેની એકત્વબુદ્ધિ ચાલી જાય છે. એથી અવિદ્યા, માયા પણ ભસ્મીભૂત થઈ જાય છે. હવે આત્માનું વેદન રહ્યા કરે છે. એટલે અજ્ઞાન અને મોહરૂપી અંધકાર (ધ્વાન્ત) પણ ટળી જાય છે. વસ્તુત: ધ્યાની યોગીઓનો મોહરૂપી અંધકાર તો ક્યારનોય દૂર થઈ ગયો હોય છે, પણ હજુ પણ સૂક્ષ્મ મોહ જો રહ્યો હોય તો તે પણ નીકળી જાય છે અને એમની આત્મજયોતિ વધુ ઉજવળ બને છે.
૫૧૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
ation International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org