________________
અધ્યાત્મસાર
[૯૦૮] વામનોઈધર: શાન્તલામન્તરત્મિનાં ન ત્િ |
परमात्मानुध्येयः सन्निहितो ध्यानतो भवति ॥२०॥ અનુવાદ : શાન્ત હૃદયવાળા અંતરાત્માને બાહ્યાત્મા(બહિર્મુખ અત્મા-બહિરાત્મા)નો અધિકાર હોતો નથી. ધ્યાન ધરવા યોગ્ય પરમાત્મા ધ્યાન દ્વારા તેની સમીપમાં જ રહે છે.
વિશેષાર્થ : ધ્યાન દ્વારા મન કેવું શાન્ત થાય છે તે બતાવ્યા પછી શાન્ત થયેલાં મન અને હૃદયને કેવા લાભ થાય છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. હૃદય શાન્ત થતાં ચિત્તની ચંચલતા ચાલી જાય છે. તદુપરાંત ઉપાધ્યાયજી મહારાજે પોતાનો અનુભવ ટાંકીને બતાવ્યું તે પ્રમાણે એથી શોક, મદ, મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ ઇત્યાદિ અસદ્ વૃત્તિઓ અને ભાવો ક્ષીણ થઈ જાય છે. માયાપ્રપંચ પણ નીકળી જાય છે. આવી રીતે શાન્ત થયેલા હૃદયવાળા અંતરાત્મા ઉપર બાહ્ય આત્માનો અધિકાર વર્તતો નથી. જો ત્યાગવૈરાગ્ય હોય, પણ શુદ્ધ આત્મસ્વરૂપને પામવાની કે મોક્ષની અભિલાષા ન હોય, તો તેવા જીવ ઉપર હજુ બાહ્ય આત્માનો અધિકાર વર્તે છે. પરંતુ તત્ત્વની રુચિ વધતાં, તીવ્ર મોક્ષાભિલાષા થતાં જીવ શાન્ત હૃદયવાળો થાય છે. એના કષાયો ઉપશાન્ત થઈ જાય છે. એટલે તેનો બાહ્યાત્મા ઉપર કોઈ અધિકાર રહેતો નથી અથવા બાહ્યાત્માનો અંતરાત્મા ઉપર કોઈ અધિકાર રહેતો નથી.
આવી રીતે બાહ્યાત્મામાંથી અંતરાત્મા-સ્વરૂપ બનેલો જીવ ધ્યાન વડે ઉચ્ચતર દશા પ્રાપ્ત કરતાં કરતાં, પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં પરમાત્મસ્વરૂપની નિકટ પહોંચી જાય છે.
[૯૦૯] યાવિવહિત્યિા તfધષ્ઠાતાક્તરાત્મતામતિ
गतनिःशेषोपाधिः परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥२१॥ અનુવાદઃ કાયાદિ બહિરાત્મા છે. તેનો અધિષ્ઠાતા અંતરાત્મપણાને પામે છે. સર્વ ઉપાધિથી રહિત તે પરમાત્મા છે એમ આત્મવેત્તાઓ કહે છે.
વિશેષાર્થ : શાન્ત ચિત્તવાળા અંતરાત્માની વાત કર્યા પછી અહીં ગ્રંથકારશ્રી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું એક એક મુખ્ય લક્ષણ દર્શાવે છે. હવે પછીના ત્રણ શ્લોકમાં પ્રત્યેકમાં અનુક્રમે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનાં થોડાં વધુ લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. ત્રણ પ્રકારના આત્માનાં અહીં બતાવ્યાં છે એટલાં જ લક્ષણો છે એવું નથી. અહીં તો માત્ર એનાં થોડાંક મુખ્ય મુખ્ય લક્ષણો બતાવ્યાં છે કે જેથી એનું સ્વરૂપ સમજવાનું સરળ પડે.
સમસ્ત સંસારમાં એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો છે. વળી મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધિશિલા ઉપર બિરાજમાન આત્માઓ પણ છે. આ તમામનું વર્ગીકરણ એક અપેક્ષાએ ત્રણ મુખ્ય પ્રકારમાં થઈ શકે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો બહિરાત્મા જ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં પણ મોટા ભાગના જીવો બહિરાત્મા જ હોય છે. સંસારમાં હમેશાં બહિરાત્મા કરતાં અંતરાત્માના પ્રકારના જીવો ઓછા હોય છે અને અંતરાત્મામાંથી પરમાત્મા બનનાર જીવો તો એથી પણ ઓછા હોય છે.
૫૨૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org