________________
પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર
બહિરાત્માનું અહીં મુખ્ય લક્ષણ એ બતાવ્યું છે કે તેવા જીવો કાયાને જ જાણે છે. તેઓ દેહમાં આત્મબુદ્ધિવાળા હોય છે. તેઓ કાયાને સુખી કરવાની બુદ્ધિવાળા હોય છે.
કાયામાં સાક્ષી તરીકે રહેલો આત્મા તે અંતરાત્મા છે અને કાયા વગેરેની સર્વ ઉપાધિથી મુક્ત આત્મા તે પરમાત્મા છે.
ભારતીય તત્ત્વવિદ્યાના જાણકારોએ આમ આત્માના ઉપર પ્રમાણે ત્રણ પ્રકાર બતાવ્યા છે.
[૯૧૦] વિષયષાયાવેશઃ તત્ત્વાશ્રદ્ધા મુળેષુ ચ દ્વેષઃ ।
आत्माऽज्ञानं च यदा बाह्यात्मा स्यात्तदा व्यक्तः ॥ २२॥
અનુવાદ : જ્યારે વિષયકષાયનો આવેશ હોય છે, તત્ત્વમાં અશ્રદ્ધા હોય છે અને ગુણો પ્રત્યે દ્વેષ થાય છે તથા આત્માનું અજ્ઞાન હોય છે ત્યારે બાહ્યાત્મા વ્યક્ત થાય છે.
વિશેષાર્થ : બાહ્યાત્મા અથવા બહિરાત્મા કોણ કહેવાય ? એ માટે ચાર મુખ્ય લક્ષણો અહીં આપવામાં આવ્યાં છે. બહિરાત્મા વિષયકષાયમાં રચ્યોપચ્યો રહે છે. આત્મામાં સુખ શોધવાને બદલે તે બાહ્ય પદાર્થોમાં સુખ શોધે છે. તે પુદ્ગલાનંદી અને ભવાભિનંદી હોય છે. તે પોતાના આત્મારૂપી ઘરને છોડીને પોતાના દેહને, સ્વજનોને, સગાંસંબંધીઓને તથા સંપત્તિને સર્વસ્વ માને છે. ભૌતિક પદાર્થોમાં સુખ મેળવવા તે પુરુષાર્થ કરે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો તેને ગમે છે. તે ભોગવવા માટે તે આવેશપૂર્વક દોડાદોડ કરે છે. તેના ક્રોધાદિ કષાયો પણ અતિશય ઉગ્ર હોય છે. કષાયોને વશ થવામાં તેને કશું અયોગ્ય નથી લાગતું. તેનું જીવન મોહ અને અજ્ઞાનથી ભરેલું, વાસનામય હોય છે. દેહ સાથે તેને એકત્વબુદ્ધિ હોય છે. પૌદ્ગલિક પદાર્થોમાં તેની ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ રહેલી હોય છે. એથી તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
આવા બહિર્મુખ જીવોને જિનોક્ત તત્ત્વોમાં રુચિ નથી હોતી, અને શ્રદ્ધા પણ નથી હોતી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ તત્ત્વત્રયી-રત્નત્રયીની એને કશી ખબર નથી હોતી. સદ્ગુણો પ્રત્યે એને દ્વેષ હોય છે. વળી શરીરમાં આત્મા છે અને આત્મા શરીરથી ભિન્ન છે એ વિશેનું એટલે કે આત્મસ્વરૂપનું એને કશું જ્ઞાન નથી હોતું. આવા જીવો મિથ્યાદષ્ટિ જીવો હોય છે. તેઓ પહેલા ગુણસ્થાનકે હોય છે. તેઓ પાપના પક્ષપાતી હોય છે એટલે કે એમાં રાચનારા હોય છે. આનંદઘનજી મહારાજે સુમતિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે :
આતમબુદ્ધે કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અદ્ય-રૂપ, સુજ્ઞાની !
[૯૧૧] તત્ત્વશ્રદ્ધા જ્ઞાનં મહાવ્રતાન્યપ્રમાપરતા ચા मोहजयश्च यदा स्यात् तदान्तरात्मा भवेद् व्यक्त: ॥२३॥
અનુવાદ : જ્યારે તત્ત્વ ઉપર શ્રદ્ધા, જ્ઞાન, મહાવ્રતો, અપ્રમાદીપણું અને મોહ ઉપર જય થાય છે ત્યારે અંતરાત્મા વ્યક્ત થાય છે.
Jain Education International2010_05
૫૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org