________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : બહિરાત્મા પ્રકારનો જીવ જ્યારે સંસારનાં ભૌતિક સુખોથી થાકે છે, અથવા સુખીને બદલે દુઃખી થાય છે, એવા સુખ પ્રત્યે જ્યારે એને નિર્વેદ જાગે છે, ત્યારે તે વિચારે ચડી જાય છે. સંસારના સંબંધો મિથ્યા છે, કોઈ કોઈનું નથી એવી સમજ એનામાં જ્યારે આવે છે ત્યારે એની આંતરખોજ ચાલુ થાય છે. તે આત્મનિરીક્ષણ કરે છે. કોઈ સદ્ગુરુના સમાગમથી કે કોઈ ધાર્મિક-આધ્યાત્મિક ગ્રંથના વાંચનથી તે પોતાના વિશે વિચાર કરતો થાય છે. પૂર્વે બાંધેલાં કર્મોને કારણે જીવો સુખદુ:ખ અનુભવે છે એની એને ખાતરી થાય છે. જ્યારે તે પોતાના આત્મસ્વરૂપ તરફ વળે છે ત્યારે તે બહિરાત્મામાંથી અંતરાત્મા બનવા લાગે છે. આવા અંતરાત્માને કાયા અને આત્મા બે જુદાં જુદાં છે એવી પ્રતીતિ થાય છે. હવે તે દેહમાં રહેવા છતાં સાક્ષીરૂપે રહેવાની કોશિષ કરે છે. આનંદઘનજી મહારાજે કહ્યું છે કે ‘કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર-આતમરૂપ, સુજ્ઞાની.” એનો અભ્યાસ વધતો જાય છે. તત્ત્વમાં એની શ્રદ્ધા સ્થિર થાય છે અને રુચિ વધવા લાગે છે. સમ્યગુદર્શનની સાથે સમ્યગૃજ્ઞાન તે મેળવવા લાગે છે એટલું જ રહિ, તે પ્રમાણે આચરણ કરવા જતાં અનુક્રમે તે મહાવ્રતો ગુરુ આજ્ઞાએ શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે છે. પોતાના સંયમપાલનને તે યથાશક્ય નિરતિચાર બનાવે છે. સાધુપણામાં તે પ્રમાદનો ત્યાગ કરી ઉત્તરોત્તર અપ્રમત્ત દશા તરફ પ્રગતિ કરતો રહે છે. પ્રાયઃ અપ્રમત્ત બની તે ઉપરની ગુણશ્રેણીએ આરોહણ કરે છે. જે જીવો સમકિતની પ્રાપ્તિ પછી પરમાત્મા-સિદ્ધાત્મા બનવાની દિશામાં અંતર્મુખ થઈને પોતાનો પુરુષાર્થ આરંભી દે છે તેવા આત્માઓ તે અંતરાત્મા કહેવાય છે. તેઓ ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીમાં હોય છે.
[૯૧૨] જ્ઞાનં વસં યોનિરોધ: સર્મપ્રવર્મતિઃ.
सिद्धिनिवासश्च यदा परमात्मा स्यात्तदा व्यक्तः ॥२४॥ અનુવાદ: જ્યારે કેવળ સંજ્ઞાવાળું જ્ઞાન, યોગનો નિરોધ, સમગ્ર કર્મનો ક્ષય અને સિદ્ધિનિવાસ થાય છે ત્યારે પરમાત્મા વ્યક્ત થાય છે. ' વિશેષાર્થ : અહીં પરમાત્મસ્વરૂપનાં મુખ્ય લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. સત્તાની દૃષ્ટિએ જોઈએ તો સર્વ જીવોમાં પરમાત્મસ્વરૂપ રહેલું છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ' એમ કહેવાય છે. પરંતુ વાસ્તવિક રીતે તો જે જીવે પોતાના પરમ વિશુદ્ધ સ્વરૂપને પ્રગટાવ્યું હોય અને દેહથી રહિત કેવળ આત્મસ્વરૂપે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થયા હોય તે જ આત્મા વ્યક્ત સ્વરૂપે પરમાત્મા કહેવાય.
ગુણસ્થાનકની દૃષ્ટિએ જોઈએ તો તેરમા સયોગી કેવળી અને ચોદમાં અયોગી કેવળીના ગુણસ્થાનકે રહેલો આત્મા તે પરમાત્મા છે. જયાં સુધી કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત ન થાય. જ્યાં સુધી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોનો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ ન થાય. કેવળજ્ઞાન પ્રગટે, પરંતુ આયુષ્ય પૂર્ણ ન થયું હોય, ચાર અઘાતી કર્મોનો ક્ષય ન થયો હોય, ત્યાં સુધી કેવલી ભગવંત સદેહે વિચરતા પરમાત્મા છે. કેવલી ભગવંતોમાં સામાન્ય કેવલી હોય અને તીર્થકર કેવલી પણ હોય. જેઓ કેવળજ્ઞાન પછી તીર્થની સ્થાપના કરે છે તે તીર્થકર ભગવાન અથવા અરિહંત પરમાત્મા છે. કેવલી ભગવંતો વીતરાગ, સર્વજ્ઞ અને નિર્વિકલ્પક હોય છે. તેઓ દેહધારી હોવા છતાં વિદેહ અથવા દેહાતીત જેવા હોય છે. દેહ અને એના
૫૨૨
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org