SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર મન, વચન અને કાયાના યોગવ્યાપારો હોવાને કારણે તેઓ સયોગી કેવલી કહેવાય છે. તેઓ પરમાત્મસ્વરૂપ છે. આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે તેઓ યોગનિરોધની, શૈલેશીકરણની પ્રક્રિયા કરે છે ત્યારે તેઓ ચૌદમા ગુણસ્થાનકે અયોગી કેવલી થાય છે. ત્યાર પછી તેઓ અશરીરી સિદ્ધાત્મા સ્વરૂપે સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે. તેઓ અરૂપી, નિરંજન, નિરાકાર, નિત્ય, સાદિ-અનંતના ભાગે સ્થિર થયેલા સિદ્ધ પરમાત્મા બને છે. આ રીતે ભવ્યાત્માઓ આત્મવિકાસ સાધતા સાધતા બહિરાત્મામાંથી અંતરાત્મા અને એમાંથી પરમાત્મા બને છે. [૯૧૩] માત્મમનોવૃત્તી વિવિય: પ્રતિપર્વ વિનાનાતિ कुशलानुबंधयुक्तः प्राप्नोति ब्रह्मभूयमसौ ॥२५॥ અનુવાદ : આત્મા અને મનના ગુણોની વૃત્તિને પ્રત્યેક પગલે વિવેક સાથે જે જાણે છે, જે કુશળ અનુબંધથી યુક્ત છે તે આ બ્રહ્મભાવને (પરમાત્મભાવને) પ્રાપ્ત કરે છે. ' વિશેષાર્થ : આત્માના બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ ભેદ બતાવ્યા પછી જીવનું લાક્ય બહિરાત્મભાવમાંથી નીકળી અંતરાત્મભાવ તરફ અને એથી આગળ વધીને પરમાત્મભાવ પ્રતિ જવાનું હોવું જોઈએ. તે કેવી રીતે જવાય ? એની સાધના ઘણી જ કઠિન છે, પણ તેનો ક્રમ પહેલાં જાણવો જોઈએ. એની નાની નાની વિગતો ઘણી હોય. પરંતુ સંક્ષેપમાં અહીં બતાવવામાં આવ્યું છે કે આત્માના અને મનના ગુણોની વૃત્તિઓની બાબતમાં આરાધકે ડગલે ને પગલે વિવેક કરતાં રહેવું જાઈએ, એટલે કે શું હેય છે અને શું ઉપાદેય છે તે ઓળખતાં શીખવું જોઈએ. આત્માનો મુખ્ય ગુણ તે જ્ઞાનગુણ છે, પરંતુ પૂર્વબદ્ધ જ્ઞાનાવરણીય આદિ કર્મોને લીધે તે ગુણનું આવરણ થયેલું હોય છે. એટલે આત્માના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપને અને કર્મની અશુદ્ધ ધારાને જુદી પાડતાં જવું જોઇએ. મનોગુણવૃત્તિ એટલે સત્ત્વ, રજસ અને તમસ્ એ ત્રણ ગુણની વૃત્તિ એવો અર્થ લઈએ તો તેમાં સાધકે જાગૃતિપૂર્વક હેય અને ઉપાદેયનો વિવેક કરવો જોઈએ. રાજસી અને તામસી પ્રકૃતિને પરિહરીને સાત્વિક ગુણોને જ આશ્રય આપવો જોઈએ. આત્મગુણ અને મનોગુણ એ બે જુદા ગણીએ તો સાધકે તેમાં વિવેકશક્તિ વાપરીને આત્મગુણને વિકસાવવા, ઉલ્લસિત કરવા તરફ વળવું જોઈએ. આવી રીતે સતત જાગૃત રહેલો આત્મા કુશલાનુબંધથી એટલે કે પુણ્યાનુબંધી પુણ્યથી યુક્ત થાય છે અને એ પ્રમાણે ઉત્તરોત્તર ઉચ્ચતર સ્વભાવદશા પ્રાપ્ત કરતાં આત્મા “બ્રહ્મભૂય' થાય છે અર્થાત બ્રહ્મભાવ, પરમાત્મભાવ પ્રાપ્ત કરે છે. [૧૪] બ્રહસ્થ બ્રહો વ્ર પ્રાનોતિ તત્ર વિચિત્રFT ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ॥२६॥ અનુવાદ: બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત કરે તેમાં શું આશ્ચર્ય? અમે તો બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ બ્રહ્મવિલાસને અનુભવીએ છીએ. વિશેષાર્થ : બધાને આત્મજ્ઞાન એકસરખા પ્રમાણમાં એકસરખી રીતે, એકસરખી પદ્ધતિથી જ થાય ૫૨૩ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy