________________
અધ્યાત્મસાર
એવું નથી. આત્મામાં અનંત શક્તિ રહેલી છે, પરંતુ દરેક સાધકનાં કર્મનાં આવરણો એકસરખાં નથી હોતાં. વળી દરેકનો સાધનાક્રમ, સાધનાકાળ, અને ગુરુગમ ભિન્નભન્ન હોઈ શકે છે. અહીં બ્રહ્મ એટલે આત્મા અથવા બ્રહ્મ એટલે પરમાત્મા. કેટલાક બ્રહ્મજ્ઞ એટલે શુદ્ધ આત્મસ્વરૂપને જાણવાવાળા હોય છે. તેવા મહર્ષિઓ જ્યારે બ્રહ્મસ્થ હોય અર્થાત્ પરમાત્મસ્વરૂપમાં રહ્યા હોય ત્યારે તેઓ શુદ્ધ સ્વભાવની અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે તે સ્વાભાવિક છે. એમનો પુરુષાર્થ એટલો આગળ વધેલો છે અને આત્મજ્ઞાનના, ભેદજ્ઞાનના સાધનાક્રમમાં પણ તેઓ આગળ છે. એવા મહાત્માઓ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે, સ્વરૂપાનુભવ કરે તેમાં કાંઈ આશ્ચર્ય ન હોવું જોઈએ. પરંતુ અહીં લેખક પોતાને માટે જ કહે છે કે “અમારા જેવા બીજા કેટલાયે એવા પણ હશે કે જે બ્રહ્મવિદ્ અર્થાત શુદ્ધ ચૈતન્યસ્વરૂપના જાણકારોએ કહેલાં વચનો વાંચીને કે સાંભળીને બ્રહ્મવિલાસ અનુભવે છે. માસતુષ મુનિને ગુરુના એક જ વચન માતુષ મારુષનું ભાવન કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. પૂર્વે થઈ ગયેલા આત્મજ્ઞાની મહર્ષિઓનાં વચનોમાં પણ કેટલું બધું બળ રહેલું હોય છે ! [૯૧૫] બ્રહ્માધ્યયેષુ મત હBરશસહસ્ત્રપમાā:
येनाप्तं तत्पूर्णं योगी स ब्रह्मणः परमः ॥२७॥ અનુવાદ ઃ બ્રહ્મ-અધ્યયનમાં અઢાર હજાર પદના ભાવ વડે જે બ્રહ્મ કહ્યું છે તે જેણે પૂર્ણ પ્રાપ્ત કર્યું છે તે બ્રહ્મનો પરમ યોગી છે.
વિશેષાર્થ : મોક્ષપ્રાપ્તિની યોગ્યતા ધરાવનાર પરમ યોગીઓ કેવા હોય એનો ઊંચામાં ઊંચો આદર્શ અહીં બતાવવામાં આવ્યો છે. આચારાંગસૂત્રમાં “બ્રહ્મ અધ્યયન'માં અણગાર એટલે સાધુ કેવા હોવા જોઈએ તે વિશે વિવિધ વાક્યોમાં તેમની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે. એ બધાં પદોનો સરવાળો કરીએ તો અઢાર હજાર જેટલાં પદ થાય. એટલે જ પરમ ઉત્કૃષ્ટ મુનિ માટે “અઢાર હજાર શીલાંગના ધાર’ જેવા શબ્દો પ્રયોજાયા છે. આવાં બધાં પદોના ભાવો નિરતિચાર ધારણ કરનાર તે પરમ યોગી છે.
જૈન ધર્મમાં દરેક વિષયની એટલી સૂક્ષ્મ છણાવટ કરવામાં આવી છે કે કેટલાક વિષયોમાં ભેદપ્રભેદોની સંખ્યા હજારો કે લાખોના આંકડા સુધી પહોંચી જાય. એ બધી તર્કસંગત અને બધા ભેદને સમાવી લેનારી હોય છે. સાધુનાં એટલે કે પરમ યોગીનાં સુલક્ષણો અઢાર હજાર જેટલાં બતાવ્યાં છે. (૩ યોગ X ૩ કરણ x ૪ સંજ્ઞા x ૫ ઇન્દ્રિયો X ૧૦ યતિધર્મ x ૧૦ પૃથ્વીકાયાદિ જીવોની અવિરાધના = ૧૮૦૦૦ શીલના ભેદ છે.) એવાં અને એટલાં લક્ષણો અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. આવા આચારરૂપ બ્રહ્મતત્ત્વને અર્થાત્ આત્મસ્વરૂપને જે યોગી મહાત્માએ પરિપૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે તે પરમ યોગી છે. સાધક માટે ઉપાસનાનો આ આદર્શ છે. [૯૧૬] યોયં સેવ્યર્થ કર્યો મ
િધડવૈવા अस्मिन् गुरुत्वबुद्धया सुतरः संसारसिंधुरपि ॥२८॥ અનુવાદ : બુદ્ધિમાન પુરુષે આ જ ધ્યાન કરવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. એમને વિશે ગુરબુદ્ધિ રાખવાથી સંસારસાગર પણ સરળતાથી તરી જવાય છે.
૫૨૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org