________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
વિશેષાર્થ : ધ્યાનના શુભાશુભ પ્રકારોમાં ચોથું ધ્યાન તે શુકલધ્યાન છે. તે શુભ અને સર્વોત્કૃષ્ટ છે. શોકને નષ્ટ કરે તે “શુકલ' એવી આ ધ્યાનની એક વ્યાખ્યા આપવામાં આવે છે.
શુકલધ્યાનના ચાર પ્રકાર અથવા ચાર પાયા નીચે પ્રમાણે છે : ૧. સપૃથકૃત્વ, સવિતર્ક, સવિચાર ૨. એકત્વ, સવિતર્ક, સવિચાર ૩. સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ ૪. સમુચ્છિત્ર (વ્યવચ્છિન્ન) ક્રિયા અપ્રતિપાતી
આ ચારમાંથી પહેલા પ્રકારના શુકલધ્યાનનાં ત્રણ મુખ્ય લક્ષણો અહીં આપવામાં આવ્યાં છે : (૧) સવિતર્ક (૨) સવિચાર અને (૩) સપૃથ૮. (“સ” એટલે સહિત) આ ત્રણ શબ્દો પારિભાષિક છે. એનો અર્થ નીચે પ્રમાણે છે :
| વિતર્ક – અહીં શ્લોકમાં જ વિતર્કની વ્યાખ્યા આપવામાં આવી છે તે પ્રમાણે વિતર્ક એટલે વિવિધ નયોનો આશ્રય કરીને ચૌદ પૂર્વમાં રહેલા શ્રુતજ્ઞાનનો બોધ. ચૌદ પૂર્વમાં પદાર્થની, એટલે કે તત્ત્વની ઘણી સૂક્ષ્મ, ગહન અને સવિસ્તર વિચારણા કરવામાં આવેલી છે. એને આધારે ધ્યાતા દ્રવ્યગુણપર્યાયનું અત્યંત સૂક્ષ્મ ચિંતન કરી શકે છે. એટલે આ શુકલધ્યાન પૂર્વશ્રુતના જ્ઞાતા જ કરી શકે. (આ પૂર્વોનો હાલ વિચ્છેદ થયેલો છે.)
આ પહેલા પ્રકારના શુકલધ્યાનમાં ધ્યાનનો વિષય છે દ્રવ્યના પર્યાય. પર્યાયમાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ આવે. ધ્યાન ધરનાર ધ્યાતા કોઈ પણ દ્રવ્યના – પર્યાયોનાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું સૂક્ષ્મ ચિંતન કરી શકે.
વિચાર – અહીં વિચાર શબ્દનો અર્થ થાય છે વિચરણ એટલે કે સંક્રમણ. ચિત્તનું એકમાંથી બીજામાં જવું તે સંક્રમણ. અર્થ, વ્યંજન અને મનાદિ યોગોનું જે સંક્રમણ થાય તેને વિચાર અર્થાત વિચરણ કહેવામાં આવે છે. અર્થ એટલે દ્રવ્ય કે પદાર્થ, વ્યંજન એટલે શબ્દ. યોગ એટલે મન, વચન, કાયાના યોગો. એના ચિંતનમાં સંક્રમણ થાય તે વિચાર. ઉદાહરણ તરીકે ચિત્તનું મનોયોગમાંથી વચનયોગમાં કે વચનયોગમાંથી કાયયોગમાં સંક્રમણ થાય, એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં કે એક ગુણમાંથી બીજા ગુણમાં સંક્રમણ થાય તે વિચાર કહેવાય.
પૃથકત્વ – પૃથફત્વના જુદા જુદા અર્થ કરવામાં આવે છે. ગ્રંથકારે અહીં એક અર્થ આપ્યો છે તે પ્રમાણે દ્રવ્ય, પર્યાય અને ગુણમાં અત્તરગતિ કરવી તે. એટલે કે દ્રવ્યથી દ્રવ્યમાં, પર્યાયથી પર્યાયમાં અને ગુણથી ગુણમાં ચિત્તનું જે જવું તે પૃથકૃત્વ.
પૃથકૃત્વનો બીજો અર્થ થાય છે જુદાપણું. ધ્યાન અને ધ્યેય બંને જુદાં છે, એકાકાર નથી થયાં એવું આ ધ્યાનને વિશે રહે છે. પૃથત્વ એટલે ભિન્નતાને કારણે વિસ્તાર એવો અર્થ પણ કરવામાં આવે છે, કારણકે સંક્રમણને કારણે આ પ્રકારના ધ્યાનમાં વિષયનો વિસ્તાર ઘણો બધો થતો રહે છે.
૩૭૫
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org