________________
અધ્યાત્મસાર
આ સમ્યક્ત્વ અને મુનિપણું બંને નિશ્ચયનયથી સમજવાનાં છે. ચારિત્રનો સાર સમ્યકત્વ છે એમ અહીં કહ્યું છે. એવું સમ્યક્ત્વ સ્વ તથા અન્ય શાસ્ત્રના અવગાહન વિના આવી ન શકે. [૧૫૮] મનાશ્રવ « જ્ઞાનHવ્યસ્થાનમનાશ્રવ: |
सम्यक्त्वं तदभिव्यक्तिरित्येकत्वविनिश्चयः ॥२०॥ અનુવાદ : જ્ઞાનનું ફળ અનાશ્રવ છે અને અનાશ્રવનું ફળ તે અવ્યુત્થાન (વિષયોનો ત્યાગ) છે. એટલે તેની (ચારિત્રની) અભિવ્યક્તિ એ જ સમ્યત્ત્વ છે. આમ, તેના (જ્ઞાન અને ચારિત્રના) એકત્વનો નિશ્ચય છે.
વિશેષાર્થ : સમ્યફજ્ઞાનનું ફળ અનાશ્રવ એટલે કે આશ્રવરહિતપણું છે. આશ્રવ એટલે કર્મ બાંધવાનાં દ્વાર. આશ્રવ એટલે કર્મ બાંધવાની પ્રવૃત્તિ. જ્યાં આશ્રવ હોય ત્યાં સમ્યજ્ઞાન કેવી રીતે સંભવી શકે ? અનાશ્રવ એટલે ચારિત્ર. ચારિત્રની અભિવ્યક્તિ એટલે સમ્યકત્વ. આમ તર્કબદ્ધ રીતે વિચારીએ તો સમજાશે કે જયાં સમ્યકજ્ઞાન છે ત્યાં અનાશ્રવ છે અર્થાત ચારિત્ર છે અને જ્યાં ચારિત્ર છે ત્યાં સમ્યકજ્ઞાન છે. એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રનું એકત્વ સધાય છે. [૧૫૯] વનિત્તાત્રે ચડ્યાત્રિા વ્યાવહારિત્ ા
अंतःप्रवृत्तिसारं तु सम्यक् प्रज्ञानमेव हि ॥२१॥ અનુવાદ : વ્યાવહારિક ચારિત્રથી માત્ર બાહ્ય પદાર્થોની નિવૃત્તિ થાય છે. અન્ત પ્રવૃત્તિના સારરૂપ તો સમ્યકજ્ઞાન જ છે.
વિશેષાર્થ : ચારિત્ર અને સમ્યક્ત્વ એ બંનેની સહપસ્થિતિ ક્યારે અને કેવી રીતે હોય તે સમજવા માટે બંનેના પ્રકારોને પહેલાં સમજવા જોઈએ. ચારિત્રના બે પ્રકાર છે : વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર. સમ્યક્ત્વના બે પ્રકાર છે : વ્યવહાર સમ્યક્ત અને નિશ્ચય સમ્યકત્વ. માત્ર ધન, કંચન, કામિની, ઘરબાર વગેરેનો ત્યાગ કરી બાહ્ય દૃષ્ટિએ ચારિત્ર લીધું હોય તો એ માત્ર વ્યવહાર ચારિત્ર છે. તેમાં આંતરિક પરિણામ હોતું નથી. ત્યાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત પણ કદાચ હોય, પણ આત્મરમણતા કે આત્મજ્ઞાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ન હોય. [૧૦] ક્ષત્તેિ દિપ શ્રદ્ધાને ન શુદ્ધતા .
संपूर्णपर्ययालाभाद् यन्न याथात्म्यनिश्चयः ॥२२॥ અનુવાદ : છ-કાય જીવોનું એકાન્ત શ્રદ્ધાન કરવા છતાં સમ્પર્વની શુદ્ધતા થતી નથી, કારણ કે સંપૂર્ણ પર્યાયોનો લાભ ન થવાથી યથાર્થપણાનો નિશ્ચય થતો નથી.
વિશેષાર્થ : વ્યવહાર ચારિત્ર ધારણ કરનાર છકાય જીવોની રક્ષા કરવામાં ઉદ્યમશીલ હોય છે. તેમ કરવું તે યોગ્ય અને અનિવાર્ય છે. છકાય જીવોની રક્ષા માટેનું શ્રદ્ધાન એ તો આરંભનું પગથિયું છે. પરંતુ કેટલાક ત્યાં જ અટકી જતા હોય છે. એ વાતને તેઓ એકાન્ત પકડી રાખે છે. પરંતુ દ્રવ્યાર્થિક
८८
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org