________________
અધ્યાત્મસાર
[૮૦૭] પુથપાવનિકુંવત્ત તત્ત્વતત્ત્વવિવેન્ચમ્
नित्यं ब्रह्म सदा ध्येयमेषा शुद्धनयस्थितिः ॥१३०॥ અનુવાદ : પુણ્ય અને પાપથી મુક્ત, તત્ત્વતઃ અવિકલ્પસ્વરૂપ, નિત્ય બ્રહ્મનું (આત્માનું) સદા ધ્યાન ધરવું એ શુદ્ધનયની સ્થિતિ છે.
વિશેષાર્થ : જીવ એટલે કે વિશુદ્ધ આત્મા નવ તત્ત્વોમાંના પુણ્ય તત્ત્વથી અને પાપ તત્ત્વથી ભિન્ન છે અને મુક્ત છે એમ શુદ્ધનિશ્ચયનય પ્રમાણે શ્લોક ૫૯ (૭૩૬)માં જણાવ્યું હતું. એ વિચારણાનું અહીં સમાપન કરતાં ગ્રંથકારશ્રી એ જ વાતનું પુનરુચ્ચારણ કરીને સાધકને ભલામણ કરે છે કે નિર્વિકલ્પરૂપ, નિત્ય અને બ્રહ્મસ્વરૂપ આત્માનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ.
પુણ્યરૂપી કર્મ છે અને પાપરૂપી પણ કર્મ છે. વિશુદ્ધ આત્મા કર્મથી રહિત છે. એટલે તે પુણ્ય અને પાપથી રહિત છે. વળી આત્માને કશું ઇષ્ટ નથી કે કશું અનિષ્ટ નથી. જો ઇષ્ટ-અનિષ્ટ ન હોય તો તે પ્રાપ્ત કરવાના કે તેનાથી મુક્ત થવાના વિકલ્પો પણ ન હોય. એટલે આત્મા નિર્વિકલ્પરૂપ છે. આત્મા સનાતન છે, નિત્ય છે, અજરામર છે, અનાદિ અનંત છે. તે સ્વરૂપે શુદ્ધ છે એટલે કે બ્રહ્મસ્વરૂપ છે. આત્માર્થી સાધકોએ આવા વિશુદ્ધ આત્માનું, સ્વસ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ એમ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ અહીં ઉપદેશ આપવામાં આવ્યો છે.
[૮૦૮] આશ્રવ સંવરશાપિ નાત્મા વિરાનનક્ષTI
यत्कर्मपुद्गलादानरोधावाश्रवसंवरौ ॥१३१।। અનુવાદ : વિજ્ઞાનલક્ષણવાળો આત્મા આશ્રવરૂપ કે સંવરરૂપ નથી, કારણ કે કર્મયુગલોનું ગ્રહણ તે આશ્રવ છે અને એનો નિરોધ તે સંવર છે. (‘આશ્રવ અને “આગ્નવ” એ બંને શબ્દો વિકલ્પે વપરાય છે. હસ્તપ્રતમાં “આશ્રવ છે.)
વિશેષાર્થ : શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પુણ્યરૂપ નથી અને પાપરૂપ પણ નથી એમ દર્શાવ્યા પછી હવે શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે કહેવામાં આવે છે કે આત્મા આશ્રવરૂપ નથી અને સંવરરૂપ પણ નથી.
આશ્રવ એટલે કર્મયુગલોનું ગ્રહણ કરવું. સંવર એટલે કર્મપુદ્ગલોનો રોધ કરવો અર્થાત્ એ કર્મપુદ્ગલોને આવતાં અટકાવવાં.
વ્યવહારનય કહે છે કે જીવ કર્મ બાંધે છે અને જીવ કર્મને બંધાતું અટકાવે છે, એટલે કે આત્મા આશ્રવરૂપ છે અને સંવરરૂપ છે.
શુદ્ધ નિશ્ચયનય કહે છે કે કર્મપુદ્ગલો અજીવ તત્ત્વ છે. એટલે એના ગ્રહણની આશ્રવરૂપ ક્રિયા કે એના નિરોધની સંવરરૂપ ક્રિયા ચેતનસ્વરૂપ આત્મા કરતો નથી. આત્મા પોતે વિજ્ઞાનલક્ષણવાળો છે. એટલે આત્માને પોતાને કર્મયુગલોને ગ્રહણ કરવાની આશ્રવરૂપ ક્રિયા કે કર્મપુદ્ગલોને અટકાવવાની સંવરરૂપ ક્રિયા કરવાની હોતી નથી.
૪૬૦ For Private & F
Jain Education Interational 2010_05
Intermational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org