________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
[૮૦૯] માત્મા જો તુ વૈઃ સ્વતંત્ર પુદ્રતાનું
मिथ्यात्वाविरती योगाः कषायास्तेऽन्तराश्रवाः ॥१३२॥ અનુભવ : આત્મા જે ભાવો વડે સ્વતંત્ર કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે તે મિથ્યાત્વ, અવિરતિ, કષાયો અને યોગો આંતર (ભાવ) આશ્રવ છે.
વિશેષાર્થ : આત્મા ભલે આશ્રવરૂપ અને સંવરરૂપ ન હોય, પરંતુ તે તે પ્રકારનાં કર્મપુદ્ગલો આત્મપ્રદેશોની સાથે એક ક્ષેત્રે અવગાહીને રહેલા હોય છે તેનું કારણ શું ? એના ઉત્તરમાં અશુદ્ધ નિશ્ચયનય કહે છે કે સ્વતંત્ર એવો આત્મા જયારે પોતાના એવા પરિણામવાળો થાય છે ત્યારે કર્મયુગલોના ગ્રહણની ક્રિયા થાય છે. અશુદ્ધ ભાવો આત્માના પોતાના છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આત્માના અશુદ્ધ ભાવો છે અથવા પરિણામો છે. એને આંતર આશ્રવ કહેવામાં આવે છે. એ આત્માના પોતાના ભાવો હોવાથી એને ભાવાશ્રવ પણ કહેવામાં આવે છે.
[૮૧૦] ભાવનાથચારિત્રપરષાવ:
आश्रवोच्छेदिनो धर्मा आत्मनो भावसंवराः ॥१३३॥ અનુવાદ : ભાવના, ધર્મ, ચારિત્ર, પરીષહજય વગેરે જે આશ્રવનો છેદ કરનારા આત્માના ધર્મો છે તે ભાવસંવર છે. વિશેષાર્થ : જેમ ભાવઆશ્રવ છે તેમ ભાવસંવર છે.
વ્યવહારનય પ્રમાણે આત્મા જે કર્મયુગલોને ગ્રહણ કરે છે તેને આશ્રવ કહેવામાં આવે છે અને કર્મપુદ્ગલોને અટકાવે છે તેને સંવર કહેવામાં આવે છે.
શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્મા જ્ઞાનસ્વરૂપ, શુદ્ધ અખંડ, ત્રિકાલી ધ્રુવ છે. એને આશ્રવ કે સંવર હોતાં નથી.
અશુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા પોતે કર્મયુગલોને ગ્રહણ કરવાની કે અટકાવવાની કોઈ ક્રિયા કરતો નથી, પણ એનામાં એવા અશુદ્ધ ભાવો થાય છે કે જેથી કર્મપુદ્ગલો ગ્રહણ થવાની આશ્રવરૂપ ક્રિયા થાય છે. વળી એવા ભાવો થાય છે કે જેથી કર્મયુગલોને અટકાવવાની સંવરરૂપ ક્રિયા થાય છે.
અશુદ્ધ નિશ્ચયનય કહે છે કે જેમ આત્મામાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે ભાવો પરિણમે છે કે જેને ભાવ-આશ્રવ કહેવામાં આવે છે તેમ એ ભાવ-આશ્રવને છેદનારા, અટકાવનારા જે આત્માના ભાવો છે તેને ભાવ-સંવર કહેવામાં આવે છે.
કેવા કેવા ભાવોથી કર્મયુગલોને ગ્રહણ કરવાની ક્રિયા અટકે છે ? એ માટે કહે છે કે અનિત્ય, અશરણ ઇત્યાદિ બાર પ્રકારની ભાવના કે અનુપ્રેક્ષા તથા ક્ષમા, માદવ, આર્જવ ઇત્યાદિ દસ પ્રકારનો યતિધર્મ, સામાયિક ઇત્યાદિ પાંચ પ્રકારનાં ચારિત્ર તથા સુધા, તૃષા ઇત્યાદિ બાવીસ પ્રકારના પરીષહ ઉપર જય મેળવવો વગેરે ભાવસંવરથી કર્મયુગલો ગ્રહણ થવાની ક્રિયા અટકે છે. આ બધા આત્માના
૪૬૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org