________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
છે. આમ રાગાદિની ઉત્પત્તિ અને ફળનો વિપાક એ બે વચ્ચેના આત્માના વ્યાપારનું સાતત્ય આ દ્રવ્યકર્મ દ્વારા જ જળવાય છે. એટલે ફળ પર્યંત દ્રવ્યકર્મ દ્વારા આત્માનો વ્યાપાર સારી રીતે દેખાય છે. માટે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે એમ સિદ્ધ થાય છે.
[૭૯૪] અન્યોન્યાનુ ળતાનાં ા તવેિિત વા મિા ।
यावच्चरमपर्यायं यथा पानीयदुग्धयोः ॥११७॥
અનુવાદ : અથવા અન્યોન્ય મળેલાં તેમાં ‘તે આ છે' એવો ભેદ, દૂધ અને પાણીની જેમ છેલ્લા પર્યાય સુધી, ક્યાંથી હોય ?
વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે જીવ અને અજીવ એ દ્રવ્યો ક્યારેય એકરૂપ થતાં નથી. તે સદા પૃથક્ જ રહે છે. આત્મપ્રદેશોમાં કર્મપુદ્ગલો અણુતણુની જેમ રહેલાં હોવા છતાં તે ભિન્ન જ છે.
વ્યવહારનય કહે છે કે આત્મા અને કર્મપુદ્ગલો ક્ષીરનીરની જેમ એટલે કે દૂધ અને પાણીની જેમ એકરૂપ છે. તેમને છૂટા કરી શકાતાં નથી. નિગોદથી માંડીને જીવ મોક્ષગતિ પામે ત્યાં સુધી સળંગ સાથે રહેવાનાં જ છે. જ્યાં સુધી જીવ સંસારમાં છે ત્યાં સુધી આત્મા કર્મથી મુક્ત થવાનો નથી. છેલ્લા પર્યાય સુધી એટલે કે સિદ્ધગતિ મળતાં સુધી આવી સ્થિતિ રહેવાની છે. તે પછી આત્મા કર્મોથી છૂટો પડે છે. ત્યાં સુધી ‘તે આ છે' એવું આત્મા માટે કે કર્મ માટે જુદું પાડીને કહી શકાતું નથી. જો આ પ્રમાણે જ પરિસ્થિતિ હોય તો આત્માને દ્રવ્યકર્મનો કર્તા કહેવામાં વાંધો શો છે ?
આત્મપ્રદેશોમાં કર્મો બંધાવાની અને છૂટા પડવાની ક્રિયા નિરંતર ચાલે છે. આમ છતાં સંપૂર્ણપણે કર્મોથી મુક્ત થવાની સ્થિતિ તો મુક્તિ વખતે જ આવે છે. એટલે અહીં કર્મોનો ‘ચરમ પર્યાય' એ કર્મોના સામાન્ય અર્થમાં લેવાનો છે. તે તે કર્મો જ્યારે છૂટાં પડે ત્યારે તે કર્મોનો ચરમ પર્યાય એવો વિશેષ અર્થ પણ લઈ શકાય; પણ સામાન્ય અર્થ વધુ સંગત છે.
[૭૯૫] નાત્મનો વિકૃતિ વત્તે તવેષા નયત્વના ।
शुद्धस्य रजतस्येव शुक्तिधर्मप्रकल्पना ॥११८॥
અનુવાદ : એટલે આ નયની કલ્પના આત્માના વિકારને આપતી નથી, જેમ શુદ્ધ ચાંદીમાં શુક્તિધર્મની કલ્પના થતી નથી.
વિશેષાર્થ : જુદા જુદા નય આત્મા અને કર્મના સંબંધ વિશે જુદો જુદો મત ધરાવે છે. વ્યવહારનય કહે છે કે આત્મા કર્મનો કર્તા છે. આગળના શ્લોકમાં કહ્યું છે તેમ કર્મનાં પુદ્ગલો અને આત્મપ્રદેશો દૂધ અને પાણીની જેમ એકબીજામાં ભળેલાં છે.
પરંતુ નિશ્ચયનય કહે છે કે જુદા જુદા નયની આત્મા અને કર્મ વિશે ગમે તે કલ્પના હોય તો પણ તેથી આત્મસ્વરૂપમાં વિકૃતિ થતી નથી. આત્મા સદૈવ શુદ્ધ અને નિર્વિકાર જ છે. કોઈના કહેવાથી તે વિકારી થઈ જતો નથી. અહીં ચાંદી (રજત) અને છીપ (શક્તિ)નું ઉદાહરણ આપવામાં આવ્યું છે.
Jain Education International_2010_05
૪૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org