________________
અધ્યાત્મસાર
ચાંદનીમાં ચાંદીનો ટુકડો અને છીપલું એક સરખાં ચળકે છે. અજાણ્યો માણસ ભ્રમમાં પડી જાય. પરંતુ ચાંદી એ ચાંદી છે અને છીપલ એ છીપલું છે. એ વખતે ચાંદીમાં કોઈ શુક્તિધર્મની કલ્પના કરે તો તેથી ચાંદી છીપલું થઈ જતું નથી. તેવી રીતે વિશુદ્ધ આત્મા વિશે કોઈ વિકૃતિની કલ્પના કરે તેથી આત્મા વિકૃતિવાળો થઈ જતો નથી.
[૭૯૬] મુષિતત્વ યથા પસ્થતિ પથ્યપર્યતે |
तथा पुद्गलकर्मस्था विक्रियात्मनि बालिशैः ॥११९॥ અનુવાદ : જેમ મુસાફરને વિશે થયેલી લૂંટનો ઉપચાર માર્ગને વિશે થાય છે, તેમ પુગલકર્મમાં રહેલી વિક્રિયાનો અજ્ઞાનીઓ આત્મામાં ઉપચાર કરે છે.
વિશેષાર્થ : આત્મા અને કર્મના સંબંધ વિશે શુદ્ધ નિશ્ચયનયથી અહીં ખુલાસો કરતાં માર્ગમાં લૂંટાતા મુસાફરનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. જૂના વખતમાં કોઈ રસ્તે પથિક લૂંટાયો હોય તો કહેવાતું કે “એ રસ્તો લૂંટારુ છે.” અથવા “માર્ગ લૂંટાયો છે. હકીકતમાં માર્ગ નથી લૂંટાયો, પણ એ રસ્તેથી પસાર થતો મુસાફર લૂંટાયો છે. આમ મુસાફરની વાતનું આરોપણ ઉપચારથી માર્ગમાં કરવામાં આવે છે. તેવી રીતે આત્મા દ્રવ્ય કર્મ કરતો નથી, પરંતુ તત્ત્વના અજ્ઞાની લોકો એટલે કે વ્યવહારમાં પડેલા બાળબુદ્ધિના લોકો એમ બોલે છે કે જીવ કર્મ બાંધે છે. વસ્તુતઃ પુગલકર્મની કોઈ વિક્રિયા વિશુદ્ધ આત્મામાં થતી નથી, કારણ કે આત્મા વિકારી નથી. જે વિકાર થાય છે તે કર્મપુદ્ગલોમાં થાય છે. સૂક્ષ્મ તત્ત્વદૃષ્ટિથી આ વાત સમજવાની છે.
[૭૯૭] JI: શોપ રોપાથેત્નશબ્દ એટલો યથા
रक्तो द्विष्टस्तथैवात्मा संसर्गात्पुण्यपापयोः ॥१२०॥ અનુવાદ : જેમ સ્ફટિક અશુદ્ધ નથી, પણ ઉપાધિને કારણે કાળો અથવા તો રાતો જણાય છે, તેમ પુણ્ય પાપના સંસર્ગથી આત્મા રાગી અથવા વેષી જણાય છે.
વિશેષાર્થ : આ અધિકારના ૧૭મા શ્લોક (સળંગ શ્લોક નં. ૬૯૪)માં વિશુદ્ધ આત્મા માટે સ્ફટિકની ઉપમા આપેલી છે. અગાઉ કહ્યું છે તેમ કર્મકૃત ભેદ વિશુદ્ધ આત્માના નથી, પણ તેવો ભ્રમ થાય છે. તેવી રીતે અહીં કહેવાયું છે કે પુણ્ય અને પાપના સંસર્ગથી આત્મા રાગી અથવા પી જણાય છે. પરંતુ વસ્તુતઃ એ ભ્રમ છે, આભાસ છે. એ માટે સ્ફટિકનું ઉદાહરણ ફરીથી અહીં આપવામાં આવ્યું છે.
સ્ફટિક પાસે કોઈ કાળી વસ્તુ હોય તો તેની કાળી ઝાંય સ્ફટિકમાં પડે છે અને સ્ફટિક કાળો લાગે છે. તેવી રીતે લાલ વસ્તુના સંસર્ગે સ્ફટિક લાલ લાગે છે. લાલ રંગ રાગને સૂચવે છે અને કાળો રંગ દ્વેષને સૂચવે છે. આત્મા પુણ્ય અને પાપના સંસર્ગથી રાગ અને દ્વેષવાળો જણાય છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા વિશુદ્ધ છે. તે રાગી નથી અને દ્વેષી પણ નથી. રાગ અને દ્વેષ તેનો સ્વભાવ નથી, પણ તેની વિભાવદશા છે. માટે તત્ત્વદૃષ્ટિથી વિશુદ્ધ આત્મસ્વરૂપને સમજવાની જરૂર છે.
Jain Education Intemational 2010_05
ducation International 2010_05
૪૫૪ For Private
For Private & Personal Use Only
www.jainelibrary.org