________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
[૭૯૮] સૂર્ય નટેશ્વત્ન તાવત્ યાજ્ઞિવિધત્પના !
यद्पं कल्पनातीतं तत्तु पश्यत्यकल्पकः ॥१२१॥ અનુવાદ : જ્યાં સુધી વિવિધ પ્રકારની કલ્પના છે ત્યાં સુધી નટકળા છે, પરંતુ જે કલ્પનાતીત રૂપ છે તેને તો અકલ્પક (કલ્પનામુક્ત જ્ઞાની પુરુષ) જુએ છે.
વિશેષાર્થ : સંસારને જોવાની સામાન્ય લોકોની દષ્ટિને નટકળા સાથે સરખાવવામાં આવી છે. નટ જેમ વિવિધ રૂપો ધારણ કરવાની કળા જાણે છે અને તે પ્રમાણે વેશરૂપ ધારણ કરે છે, પરંતુ તે બધો ક્ષણિક આભાસી દેખાવ છે. ભ્રમ છે. અંતે તો તે નટ જ છે. તેવી રીતે પ્રતિક્ષણ બદલાતા જતા આ સંસારમાં જીવ બાહ્ય ભાવોના કર્તુત્વ અને ભોસ્તૃત્વની કલ્પના કરે છે. તે પોતાને ગરીબ કે શ્રીમંત સમજે છે, દુ:ખી કે સુખી માને છે. સંસારનાં વિવિધ રૂપો જોઈને તે તેમાં રાચે છે. જેમ નાટક જોનાર એટલો વખત નાટકને સાચું માની તેમાં મગ્ન બની જાય છે, તેમ જીવ બાહ્ય ભાવોમાં સતત રહીને સંસારમાં મગ્ન રહે છે. પરંતુ જયારે એની તત્ત્વદષ્ટિ ખૂલે છે અને ખીલે છે અને જ્યારે તે અકલ્પક બને છે એટલે કે કલ્પનામુક્ત જ્ઞાની બને છે ત્યારે એને પ્રતીતિ થાય છે કે આ બધા બાહ્ય ભાવો ક્ષણિક અને મિથ્યા છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ એ જ સાચું અને સનાતન સ્વરૂપ છે. તે પોતાની કર્તુત્વ અને ભોફતૃત્વની કલ્પનામાંથી નીકળી જાય છે. હવે તે બાહ્ય કલ્પનાઓમાં રાચતો નથી, પણ સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે. તે કલ્પનામુક્ત જ્ઞાનીની કલ્પનાતીત દશા પામે છે. [૭૯૯] જ્યનામોહિત વન્તઃ શવત્ન #Mાં ૨ પશ્યક્તિા
तस्यां पुनर्विलीनायामशुक्लाकृष्णमीक्षते ॥१२२॥ અનુવાદ : કલ્પનાથી મોહિત થયેલો જીવ શુક્લ અને કૃષ્ણને જુએ છે, પણ તેનો (કલ્પનાનો) વિલય થતાં અશુકલ અને અકૃષ્ણને જુએ છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું તે જ આ શ્લોકમાં દોહરાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે સંસારના જીવો પોતાના બાહ્ય સ્વરૂપને વાસ્તવિક માનીને તે પ્રમાણે જીવે છે. કર્તુત્વ અને ભોસ્તૃત્વની કલ્પનાથી મોહિત થયેલા જીવો પોતાને બાહ્ય દૃષ્ટિએ જેવા દેખાય તેવા માને છે. “હું કાળો છું', “હું ગોરો છું', હું શ્રીમંત છું', “હું ગરીબ છું', “હું સુખી છું', “હું દુઃખી છું', “મારું ઘર સરસ છે', “મારાં વસ્ત્રો સુંદર છે'- ઇત્યાદિ પ્રકારનો વ્યવહાર કરે છે. આવું બધું કલ્પનાથી મોહિત થવાને લીધે થાય છે. પરંતુ તત્ત્વબોધ થતાં માણસની જ્યારે કર્તુત્વ અને ભોસ્તૃત્વની કલ્પના વિલીન થઈ જાય છે ત્યારે એને નિર્મળ આત્માનું સ્વરૂપ સમજાય છે. એનો એને અનુભવ થાય છે. પછી “હું કાળો છું”, કે “હું ગોરો છું' એવી એની મિથ્યાદષ્ટિ નીકળી જાય છે. “હું અખંડ, ત્રિકાળી ધ્રુવ, સચ્ચિદાનંદમય વિશુદ્ધ આત્મા છું' એવી એને અનુભૂતિ થાય છે. [૮૦૦] તથ્થાને સ્તુતિમઃિ સૈવો પરમાત્મા
पुण्यपापविहीनस्य यद्पस्यानुचिन्तनम् ॥१२३॥ અનુવાદ : પુણ્ય પાપવિહીન જે આત્મસ્વરૂપનું ચિંતન તે જ પરમાત્માનું ધ્યાન, તે જ સ્તુતિ અને તે જ ભક્તિ છે એમ કહેલું છે.
૪૫૫
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org