________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : આત્માનું શુદ્ધ સ્વરૂપ પુણ્યપાપવિહીન છે. પુણ્ય એટલે શુભ કર્મ અને પાપ એટલે અશુભ કર્મ. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે વિશુદ્ધ આત્મા શુભાશુભ કર્મનો કર્તા નથી અને ભોક્તા પણ નથી. અશુદ્ધ નિશ્ચયનય પ્રમાણે જ્યાં સુધી રાગાદિ ભાવો ઉદ્દભવે છે ત્યાં સુધી આત્મા ભાવકર્મનો કર્તા છે. પરંતુ એવા રાગાદિ ભાવોથી પણ રહિત જે વિશુદ્ધ આત્મા તે જ પરમાત્મા છે. એ જ પરમાત્માનું ધ્યાન ધરવાનું છે; એનું જ અનુચિંતન કરવાનું છે અને એની જ સ્તુતિ કરવાની છે; એનાં જ ગુણગાન ગાવાનાં છે અને એની જ ભક્તિ કરવાની છે. એટલે કે એને જ શરણે જઈ પોતાનામાં રહેલો એવો પરમાત્મભાવ પ્રગટાવવાનો છે.
[૮૦૧] શરીરરૂપત્નાવUNavછત્રધ્વગાર્નિમ:
वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ॥१२४॥ અનુવાદ : વીતરાગનાં શરીર, રૂપ, લાવણ્ય, ગઢ (વપ્ર), છત્ર, ધ્વજ વગેરેના વર્ણના વડે કરાતી સ્તુતિ તે વાસ્તવિક સ્તુતિ (ઉપવર્ણના) નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે પુણ્ય અને પાપથી રહિત, સર્વ કર્મરહિત એવા સ્વરૂપના પરમાત્માનું ધ્યાન કે ચિંતન તે જ સાચી સ્તુતિ અને ભક્તિ છે, તો પછી પ્રશ્ન થશે કે તીર્થંકર પરમાત્માની સ્તુતિઓમાં, સ્તોત્રોમાં એમના શરીરનું, રૂપલાવણ્યનું તથા છત્ર, ધ્વજ ઇત્યાદિનું જે વર્ણન જોવા મળે છે, તીર્થકર ભગવાનનો મહિમા અતિશયો, પ્રાતિહાર્યો દ્વારા દર્શાવાય છે તે શું યોગ્ય નથી ? ભક્તામર સ્તોત્રમાં ૩રશોતíશ્રત જેવી પંક્તિઓમાં એમનાં પ્રાતિહાર્યોનું વર્ણન છે, “માતા મરુદેવાના નંદ' સ્તવનમાં ‘ત્રિગડે બેસી ધર્મ કહેતાં, સુણે પર્ષદા બાર, જોજનગામિની વાણી મીઠી, વાસંતી જળધાર – જેવી પંક્તિઓ છે, અથવા ઋષભદેવ ભગવાનના સ્તવનમાં “વગર ધોઈ તુજ નિર્મળી કાયા કંચનવાન” જેવી પંક્તિઓ છે–તો આવા પ્રકારની તીર્થંકર પરમાત્માની સ્તુતિ શું યોગ્ય નથી ? તેનો ઉત્તર એ છે કે તેવી સ્તુતિ યોગ્ય જ છે. તેવી સ્તુતિ ન જ કરવી જોઈએ એવું નથી. વ્યવહારનય તીર્થંકર પરમાત્મા અન્ય જીવો કરતાં શરીરાદિની અતિશયતાથી કેવા ઉત્કૃષ્ટ છે, કેવા લોકોત્તર છે તે બતાવે છે. તીર્થંકર પરમાત્મા પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યના ઉદયથી, નિકાચિત તીર્થકર નામકર્મના ઉદયથી જગતના જીવો ઉપર કલ્યાણ કરનારા થાય છે તથા તેમને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે, જન્મથી જ કેટલાક અતિશય હોય છે તથા કેવળજ્ઞાન પ્રગટ થતાં બીજા અતિશયો પ્રગટ થાય છે તથા દેવો સમવસરણ અને પ્રાતિહાર્યોની રચના કરે છે. આ રીતે તીર્થંકર પરમાત્માની લોકોત્તરતાની એટલે કે અલૌકિકતાની સામાન્ય માણસોને પ્રતીતિ થાય છે. વળી પરમાત્માના આઠ પ્રાતિહાર્યોની એમના બાર ગુણોમાં ગણના થાય છે. આ રીતે વ્યવહારનય તીર્થંકર પરમાત્માના વીતરાગભાવ ઉપરાંત બાહ્ય સ્વરૂપને પણ પ્રાધાન્ય આપે છે.
પરંતુ અહીં નિશ્ચયનય કહે છે કે વીતરાગ ભગવાનની આ વાસ્તવિક સ્તુતિ નથી. વાસ્તવિક સ્તુતિ તો એમની વીતરાગતાની છે, એમના વિશુદ્ધ આત્મસ્વરૂપની છે.
૪૫૬
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org