________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
[૮૦૨] વ્યવહારરસ્તુતિઃ સૂર્ય વીતરાભિર્તિનામ્
ज्ञानादीनां गुणानां तु वर्णना निश्चयस्तुतिः ॥१२५॥ અનુવાદ : આ વ્યવહારસ્તુતિ છે તથા વીતરાગ આત્માને વિશે વર્તતા જ્ઞાનાદિ ગુણોનું વર્ણન એ નિશ્ચયસ્તુતિ છે.
વિશેષાર્થ : જિનેશ્વર ભગવાનનાં શરીર, રૂપલાવણ્ય, અતિશયો, સમવસરણ, પ્રાતિહાર્યો ઇત્યાદિ બાહ્ય સંપદાના વર્ણન વડે સ્તુતિ કરવામાં આવી હોય તો તે વાસ્તવિક સ્તુતિ નથી એમ કહેવામાં આવે છે, તો શાસ્ત્રગ્રંથોમાં, મહાન કવિઓની સ્તુતિઓમાં, સ્તોત્રોમાં, સ્તવનોમાં પરમાત્માનું અતિશયયુક્ત જે વર્ણન-સ્તુતિ કરવામાં આવે છે તે શું અયોગ્ય કે નિરર્થક છે ? એની સુસંગતતા નથી ? એના ઉત્તરમાં અહીં કહેવામાં આવ્યું છે કે ના, એવી સ્તુતિ અયોગ્ય કે નિરર્થક નથી. વ્યવહારનયથી એવી સ્તુતિ કરવામાં આવી છે એટલે એવી વ્યવહારસ્તુતિ અમુક કક્ષાના જીવો માટે યોગ્ય, જરૂરી અને ઉપયોગી છે. “અમારા તીર્થંકર પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે” એવો ભાવ તેવા જીવોમાં ઉત્પન્ન થાય તો એમની ભક્તિ વધુ ભાવભરી બને અને અન્ય મિથ્યાત્વી દેવદેવીઓ તરફ તેઓ ન વળી જાય. અન્ય દેવદેવીઓની મૂર્તિના દેહશણગાર પણ બાળ જીવોને આકર્ષે એવાં હોય છે. બાળજીવોની તાત્ત્વિક દૃષ્ટિ હજુ ખીલી નથી હોતી અને આત્મસ્વરૂપમાં રમણતા કરવા સુધી તેઓ પહોંચ્યા નથી હોતા. એવા જીવોને માટે આવી વ્યવહારસ્તુતિ કામની છે. વ્યવહારસ્તુતિનો જો છેદ જ ઉડાવી દેવામાં આવે તો અનેક જીવો મોક્ષમાર્ગ પર આરૂઢ ન થઈ શકે અને કદાચ થયા હોય તો પણ તે માર્ગથી ભ્રષ્ટ થઈ જાય. માટે વ્યવહારસ્તુતિની પણ આવશ્યકતા છે.
જે સ્તુતિમાં તીર્થંકર પરમાત્માનાં જ્ઞાનાદિ ગુણોનું વર્ણન, સંકીર્તન કરવામાં આવ્યું હોય, પરમાત્માની વીતરાગતાનો મહિમા કરવામાં આવ્યો હોય એવી સ્તુતિ તે નિશ્ચયસ્તુતિ છે. મોક્ષાભિલાષી જીવે આવી સ્તુતિ સુધી પહોંચવાનું છે. વ્યવહારસ્તુતિમાં અટકી જવાનું નથી. એટલે જ નિશ્ચયસ્તુતિને વાસ્તવિક સ્તુતિ અથવા ઉચ્ચ પ્રકારની યોગ્ય સ્તુતિ કહેવામાં આવે છે. જિનેશ્વર ભગવાનની મહત્તા એમની પુણ્યપ્રકૃતિના ઉદયથી સમજવા કરતાં એમના આત્મવીર્યના પ્રકર્ષથી સમજવાની છે. એટલે વ્યવહારસ્તુતિ કરતાં નિશ્ચયસ્તુતિ ચડિયાતી છે એ સ્પષ્ટ જ છે.
આપણાં કેટલાંક સ્તોત્રોમાં, સ્તવનોમાં જ્ઞાની કવિઓએ વ્યવહારસ્તુતિ અને નિશ્ચયસ્તુતિ એ બંનેનો સુભગ સમન્વય કરેલો જોવા પણ મળે છે.
[૮૦૩] પુરવિનાદ્રાની સ્તુતઃ સ્વાદુપીરતઃ |
तत्त्वतः शौर्यगांभीर्यधैर्यादिगुणवर्णनात् ॥१२६॥ અનુવાદ : નગર વગેરેના વર્ણનથી કરાયેલી રાજાની સ્તુતિ તે ઉપચારથી થઈ કહેવાશે. શૌર્ય, ગાંભીર્ય, વૈર્ય વગેરે ગુણોના વર્ણનથી તે તત્ત્વતઃ (તાત્વિક સ્તુતિ) કહેવાશે.
વિશેષાર્થ : જેમ હલાવણ્ય, અતિશય, સમવસરણ, પ્રાતિહાર્ય ઇત્યાદિના વર્ણનથી જિનેશ્વર
૪૫૭
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org