________________
અધ્યાત્મસાર
પરમાત્માની સ્તુતિ થાય છે, તેવી રીતે રાજાના નગરની વિશાળતા, શોભા ઇત્યાદિના વર્ણન વડે રાજાની સ્તુતિ થાય છે. પરંતુ રાજાની તે સ્તુતિ ઉપચારથી છે. રાજાની ખરી સ્તુતિ તો એના શૌર્ય, ગાંભીર્ય, દક્ષતા, પરાક્રમ, ન્યાય, પ્રજાવત્સલતા ઇત્યાદિ ગુણો વડે થાય છે. આમ ઔપચારિક સ્તુતિ અને તાત્ત્વિક
સ્તુતિ વચ્ચે ફરક છે. તીર્થંકર પરમાત્માના જ્ઞાનાદિ ગુણો વડે કરાતી સ્તુતિ એ તાત્ત્વિક સ્તુતિ છે એમ નિશ્ચયનય કહે છે. એ નયને એવી સ્તુતિ જ અભિમત છે. પરંતુ જેમ નગરની શોભાના વર્ણન વડે રાજાની સ્તુતિ ન જ કરી શકાય એવું નથી, તેમ સમવસરણાદિના વર્ણન વડે તીર્થંકર પરમાત્માની સ્તુતિ ન જ કરી શકાય એવું નથી. એ ઔપચારિક સ્તુતિ છે એટલું લક્ષમાં રહેવું જોઈએ.
[૮૦૪) મુક્યોપચારથMામવિમાન યા સ્તુતિઃ
न सा चित्तप्रसादाय कवित्वं कुकवेरिव ॥१२७॥ અનુવાદ : મુખ્ય અને ઉપચાર ધર્મોના વિભાગ વિનાની જે સ્તુતિ હોય તે ચિત્તના આનંદ માટે ન હોય. તે કુકવિના કવિત્વ જેવી છે. ' વિશેષાર્થ : આગળ જોયું તેમ તીર્થંકર પરમાત્માની સ્તુતિમાં વ્યવહાર સ્તુતિ અને નિશ્ચય સ્તુતિ એવા બે ભેદ જોવામાં આવે છે. નિશ્ચય સ્તુતિને મુખ્ય સ્તુતિ તરીકે અને વ્યવહાર સ્તુતિને ઉપચાર સ્તુતિ તરીકે ઓળખાવી શકાય. તીર્થંકર પરમાત્માના અનંત ચતુષ્ટયાદિ મુખ્ય ગુણોની જેમાં સ્તવના હોય તે મુખ્ય સ્તુતિ કહેવાય અને એમનાં શરીરલાવણ્ય, અષ્ટપ્રાતિહાર્ય, અતિશયો ઇત્યાદિ બાહ્ય સંપદાનું જેમાં નિરૂપણ હોય તે ઉપચાર સ્તુતિ કહેવાય. સ્તુતિની રચના કરનારના ચિત્તમાં આ બંને પ્રકારના ભેદોની સ્પષ્ટ સમજણ હોવી જોઈએ. જો તેમના ચિત્તમાં અવિભાગ હોય–અર્થાત વિભાગનો સ્પષ્ટ ખ્યાલ ન હોય તો સંભવ છે કે તેઓ બંનેની સેળભેળ કરી નાખે. એટલે કે મુખ્ય સ્તુતિ અને ઉપચાર સ્તુતિ વચ્ચે વિભાગ કર્યા વગરની સ્તુતિથી તે તે કક્ષાના જીવોને આહ્લાદ ન થાય. કોઈ કવિનું કાવ્ય હોય, પરંતુ તેમાં છંદ અને પ્રાસની ક્ષતિઓ હોય, કલ્પના યથાર્થ ન હોય, નિરૂપણરીતિમાં દોષ હોય તો તે કુકાવ્ય બની જાય છે. કવિ પાસે કવિત્વશક્તિ છે પણ નીરક્ષીર વિવેકશક્તિ નથી. તો તેવી કવિતાથી સુજ્ઞ વાચકોને–ભાવકોને સંતોષ ન થાય. તેવી રીતે મુખ્ય સ્તુતિ અને ઉપચારસ્તુતિ વચ્ચેનો ભેદ સ્તુતિની રચના કરનારને અથવા સ્તુતિ સાંભળનારને ન સમજાયો હોય તો તેથી સાનંદાનુભવ થતો નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે કવિએ—સ્તુતિકારે તીર્થંકર પરમાત્માની સ્તુતિ કેવા પ્રકારની કરી છે – મુખ્ય કે ઉપચારરૂપ, વ્યવહારનયથી કે નિશ્ચયનયથી કરી છે તેનો વિભાગ અથવા ભેદ કરતાં આપણને આવડવું જોઈએ. અન્યથા ઉત્તમ સ્તુતિ પણ આપણને તેટલો આનંદાનુભવ ન કરાવી શકે.
[૮૦૫] મથાનિવેશન પ્રત્યુતાનWારિ
सुतीक्ष्णखड्गधारेव प्रमादेन करे धृता ॥१२८॥ અનુવાદ : અન્યથા અભિનિવેશથી કરેલી સ્તુતિ, પ્રમાદથી હાથમાં ધારણ કરેલી સુતીક્ષણ તલવારની ધારની જેમ, અનર્થ કરનારી થાય છે.
૪૫૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org