________________
અધ્યાત્મસાર
[૭૯૨] . વારિ વર્ષન્ યથામ્મોદ્દો ધાન્યવર્ધી નિદ્યતે।
भावकर्म सृजन्नात्मा तथा पुद्गलकर्मकृत् ॥११५॥
અનુવાદ : જેમ પાણી વરસાવનાર મેઘ ધાન્યને વરસાવનાર કહેવાય છે, તેમ ભાવકર્મને ઉત્પન્ન કરતો આત્મા પુદ્ગલકર્મ(દ્રવ્યકર્મ)નો કર્તા કહેવાય છે.
વિશેષાર્થ : આત્મા ભાવકર્મનો કર્તા છે, પરંતુ વ્યવહારમાં લોકો એને દ્રવ્યકર્મનો કર્તા પણ ગણે છે. આવું જે થાય છે તે વ્યવહારનયથી સમજવું જોઈએ. અહીં વરસાદ અને ધાન્યનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. મેઘ પાણી વરસાવવાનું કાર્ય કરે છે. પાણી ધાન્ય ઉગાડવાનું કામ કરે છે. મેઘ પોતે ધાન્ય નથી ઉગાડતો. છતાં લોકો બોલે છે કે મેઘથી ધાન્ય ઊગ્યું અથવા મેઘરાજાએ ધાન્યની વર્ષા કરી. આવું વચન એક અપેક્ષાએ સાચું છે અને એ રીતે લેવાનું છે. તેવી રીતે કોઈ એમ કહે કે ‘આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે' તો તેવા વચનને વ્યવહારનયથી જોવું જોઈએ. નિશ્ચયનયથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા નથી.
[૭૯૩] બૈગમવ્યવહારો તુ વ્રત: િિવસ્તૃતામ્।
व्यापारः फलपर्यन्तः परिदृष्टो यदात्मनः ॥ ११६ ॥
અનુવાદ : પરંતુ નૈગમનય અને વ્યવહારનય કર્માદિકનું કર્તાપણું કહે છે, કારણ કે આત્માનો વ્યાપાર ફળપર્યન્ત સારી રીતે દેખાય છે.
વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે આત્મા પોતાના ભાવનો જ કર્તા છે; કર્મોનો તે કર્તા નથી. આત્માના ભાવના નિમિત્તથી કર્મપુદ્ગલો પોતે પોતાની મેળે આત્મપ્રદેશોમાં ખેંચાઈ આવે છે અને તે પ્રમાણે પરિણમે છે. તેમાં આત્માનું કોઈ કર્તૃત્વ નથી. નિશ્ચયનય આ રીતે તત્ત્વને અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિથી
નિહાળે છે.
નૈગમનય અને વ્યવહારનય વસ્તુને સ્થૂલ અને વ્યાપક દૃષ્ટિથી જુએ છે. તેઓ કહે છે કે આત્મા જેમ રાગાદિનો કર્તા છે તેમ પોતાનાં દ્રવ્યકર્મોનો કર્તા પણ છે. આત્મામાં જે પ્રકારનાં પરિણામ થાય છે તે અનુસાર જ કર્મપુદ્ગલો આકર્ષાઈને આવે છે. જો આત્મામાં પરિણામ ન થાય તો કર્મપુદ્ગલો ખેંચાઈને આવે નહિ. એટલે આત્મા જ દ્રવ્યકર્મનો કર્તા છે.
વળી આત્મા પોતાના ભાવકર્મનો કર્તા છે એ સાચું, પરંતુ જેટલા કાળ પછી કર્મનું ફળ મળે છે તેટલા કાળ સુધી આત્માનો જ વ્યાપાર છે. રાગાદિ ભાવો તેટલા લાંબા સમય સુધી રહેતા નથી. પરંતુ ભાવકર્મનું ફળ મળતાં ઠીક ઠીક કાળ ચાલ્યો જાય છે.
ક્યારેક તો કેટલાયે ભવો પછી કર્મનું ફળ મળે છે. આ વચ્ચેના કાળમાં આત્માનો જો કોઈક વ્યાપાર થાય તો જ પૂર્વના ભવોના રાગદ્વેષાદિનું સુખદુઃખાદિરૂપ ફળ વર્તમાન ભવમાં પ્રાપ્ત થાય. આ વ્યાપાર દ્રવ્યકર્મ કરે છે. આમ વ્યવહારનય કહે છે કે આત્મા જે રાગાદિ ઉત્પન્ન કરે છે, તે અનૂસાર દ્રવ્યકર્મ ઉત્પન્ન થાય છે. આ દ્રવ્યકર્મ દીર્ઘકાળ અને ક્યારેક તો અનેક ભવો સુધી સત્તામાં અવસ્થિત રહે છે. ત્યાર પછી દ્રવ્યકર્મ દ્વારા ફળનો વિપાક પ્રાપ્ત થાય છે એટલે કે દ્રવ્યકર્મ ઉદયમાં આવીને ફળ આપે
Jain Education International2010_05
૪૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org