________________
અધ્યાત્મસાર
પ્રમાણની રચનારૂપી પુષ્પોથી પૂર્ણ અને તત્ત્વજ્ઞાનરૂપી ફળથી યુક્ત એવું સ્યાદ્વાદરૂપી કલ્પદ્રુમ સદા વિજય પામે છે. એના ઉપરથી પડેલાં પ્રવાદરૂપી ફૂલોથી અને અભિમત એવા અધ્યાત્મની વાતોના અંશથી ષડ્રદર્શનરૂપી આરામ(ઉદ્યાન)ની ભૂમિ સૌરભ પ્રસરાવે છે. ' વિશેષાર્થ : આ શ્લોકમાં બે મુખ્ય રૂપકો પ્રયોજવામાં આવ્યાં છે. પ્રદર્શનરૂપી આરામ એટલે કે વાડી અથવા ઉદ્યાનમાં સ્યાદ્વાદરૂપી કલ્પવૃક્ષ ઊગ્યું છે. જૈન દર્શન પદર્શનને સ્વીકારે છે, પણ તે સ્યાદ્વાદશૈલીથી. આ ઉદ્યાનમાં ચારે બાજુ સૌરભ પ્રસરી રહેલી છે. પદર્શનમાં અધ્યાત્મની ભિન્નભિન્ન વાતો આવે. એથી અહીં કલેશમય વાદવિવાદનું વાતાવરણ નથી સર્જાયું. જ્યાં જુદા જુદા વાદ, વાડા, પંથ હોય ત્યાં વાદયુદ્ધ હોય, પ્રજગ્રાહ હોય, એકબીજાને પરાજિત કરવાનો વૈમનસ્યભર્યો ભાવ હોય. પરંતુ અહીં તો બધા સંમત થાય અને જાણીને રાજી થાય એવી જ વાતો છે, કારણ કે તે નય અને પ્રમાણ સાથે કહેવામાં આવી છે. એમાં કોઈ મતને તોડી પાડવાની દૃષ્ટિ નથી, પણ દરેકમાં રહેલા સત્યાંશોને સ્વીકારી સમન્વયની ભૂમિકા રચવામાં આવી છે. એટલે અહીં પ્રવાદરૂપી પુષ્પો છે જે મહેંકે છે. અહીં જે સ્યાદ્વાદરૂપી કલ્પતરુ છે, એનાં નય અને પ્રમાણયુક્ત રચનાનાં પુષ્પો છે. અહીં સમ્યગદર્શનરૂપી રસ છે અને તત્ત્વજ્ઞાનરૂપી ફળો છે. આવાં રસથી સભર, પુણ્યથી મિષ્ટ એવાં ફળો છે અને એવાં સુગંધિત પુષ્પો છે કે જેથી આખો ઉદ્યાન મઘમઘી રહ્યો છે.
[૮૭૬] ચિત્રોત્સTમાપવીર નાસી-શિયાનંદ |
श्रद्धानंदनचंदनद्रुमनिभप्रज्ञोल्लसत्सौरभः । भ्राम्यद्भिः परदर्शनग्रहगणैरासेव्यमानः सदा ।
तर्कस्वर्णशिलोच्छ्रितो विजयते जैनागमो मंदरः ॥३॥ અનુવાદ : ચિત્રવિચિત્ર ઉત્સર્ગ અને શુભ અપવાદની રચનારૂપી શિખરોની શોભાથી જે અલંકૃત છે, શ્રદ્ધારૂપી નંદનવનમાં રહેલાં ચંદનનાં વૃક્ષો જેવી પ્રજ્ઞાની સૌરભ જેમાં પ્રસરી રહી છે, પરિભ્રમણ કરતા પરદર્શનરૂપી ગ્રહોના સમૂહથી જે સદા સેવાય છે અને તર્કરૂપી સુવર્ણની શિલાઓથી જે ઉન્નત છે એવો જિનાગમરૂપી મંદર (મેરુ) પર્વત વિજય પામે છે.
વિશેષાર્થ : આ શ્લોકમાં જિનાગમ માટે મંદરાચલ એટલે કે મેરુ પર્વતનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. જૈન પૌરાણિક માન્યતા પ્રમાણે (અને અન્ય કેટલીક પૌરાણિક માન્યતા પ્રમાણે પણ) મેરુ પર્વત સોનાનો છે. એમાં વિવિધ શિખરો છે. મેરુ પર્વત પર આવેલા નંદનવનમાં ચંદનનાં વૃક્ષોની સુગંધ ચોમેર નિરંતર પ્રસરતી રહે છે. વળી મેરુ પર્વતની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે. - કવિ રૂપકો પ્રયોજીને કહે છે કે જિનાગમરૂપી મેરુ પર્વતમાં વૈવિધ્યસભર જે શિખરો છે તે ઉત્સગ માર્ગ અને અપવાદ માર્ગરૂપી શિખરો છે. એના વડે મેરુ પર્વત શોભે છે. એમાં શ્રદ્ધારૂપી નંદનવન છે અને પ્રજ્ઞારૂપી ચંદનનાં વૃક્ષોની સૌરભ છે. મેરુ પર્વતમાં તર્કરૂપી સુવર્ણની શિલાઓ છે. અન્ય દર્શનરૂપી ગ્રહો જિનાગમરૂપી મેરુ પર્વતની આસપાસ ઘૂમી રહ્યા છે. આવો મેરુ પર્વત વિજય પામે છે.
૪૯૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org