________________
અધ્યાત્મસાર
નથી હોતી. પરંતુ તે અશુભ પરિણામી છે, પાપમય છે. મનને શુભધ્યાનમાં, પ્રભુભક્તિ વગેરેમાં જોડી દેવાથી, અભ્યાસ દ્વારા તે એકાગ્રતા સાધે છે. એવી એકાગ્રતા આત્મસાધનામાં ઉપયોગી છે.
(૩) અદંભ એટલે નિર્દભતા, દંભ અથવા માયાચારનો અભાવ. પોતે હોય તેના કરતાં જુદા દેખાવાની, વધારે સારા દેખાવાની વૃત્તિ તથા પોતાના દોષોને ઢાંકવાની વૃત્તિ આત્મસાધનામાં અહિતકર છે. દંભ સાધકોનો મોટામાં મોટો શત્રુ છે. માટે દંભનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તત્ત્વદૃષ્ટિએ જોઈએ તો દંભી માણસ આખરે તો પોતાની જાતને જ ઠગે છે. સરળતા, પ્રામાણિકતા, નિખાલસતા ઇત્યાદિ સાધનામાં ઉપકારક છે.
(૪) વૈરાગ્ય એટલે સંસાર ઉપરની આસક્તિનો અભાવ. સંસાર અસાર છે એવું સમજાય અને સાંસારિક પદાર્થો અને સંબંધો છોડવાનો ભાવ થાય ત્યારે વૈરાગ્ય જન્મે છે. સંસારની નિર્ગુણતાની પ્રતીતિ થાય ત્યારે તે છોડવાનું મન થાય. વૈરાગ્ય ક્યારેક ક્ષણિક હોય અને ક્યારેક કાયમનો હોય, ક્યારેક ઉતાવળી અણસમજથી જન્મ્યો હોય, તો ક્યારેક એના સ્વરૂપના જ્ઞાનથી ઉદ્ભવ્યો હોય. શાસ્ત્રકારોએ એટલા માટે વૈરાગ્યના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) દુઃખગર્ભિત વૈરાગ્ય, (૨) મોહગર્ભિત વૈરાગ્ય અને (૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય.
આ ત્રણે પ્રકારના વૈરાગ્ય વિશે ઉપાધ્યાયજી મહારાજે આ “અધ્યાત્મસાર'ના બીજા પ્રબંધમાં વિસ્તારથી કહ્યું છે.
આત્મસાધનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યની જ મુખ્યતા રહી છે.
(૫) સાધકે આત્મનિગ્રહ કરવો જોઈએ. અનાદિ કાળથી બહિર્મુખ રહેલા જીવને ઇન્દ્રિયોના વિષયો અને કષાયોને વશ થવાની ટેવ પડેલી છે. જ્યાં સુધી જીવ બહિર્મુખ છે ત્યાં સુધી તે અંતર્મુખ થઈ શકે નહિ. અંતર્મુખ થવા માટે વિષયોને અને કષાયોને અંકુશમાં રાખવા જોઈએ. જીવની સંજ્ઞાઓ બળવાન હોય છે. વિષય અને કષાયોનું જોર ઘણું મોટું હોય છે. એટલે એના ઉપર વિજય મેળવવા માટે ભારે પુરુષાર્થ કરવો જોઈએ. ઇન્દ્રિયદમનથી શરૂઆત કરવી જોઈએ. આરંભદશામાં દમન આવશ્યક છે. પરંતુ ક્રમે ક્રમે અભ્યાસ વધતો જતાં ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે સંયમમાં આવતી જાય છે. જેમ ઇન્દ્રિયોની બાબતમાં તેમ મનમાં ઊઠતા ક્રોધાદિ કષાયો ઉપર વિજય મેળવવો જોઈએ. આ રીતે આત્મસાધનામાં આત્મનિગ્રહની બહુ આવશ્યકતા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે : મM ઢંતો સુહી હો, સિ તો પત્ય ૨ | (આત્માનું દમન કરનાર આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે.) | (૬) સાધકે ભવ-ગત દોષોનું દર્શન કરવું જોઈએ. ભવ એટલે સંસાર. ભવગત દોષો એટલે સંસારના દોષો. સંસાર રૂડો છે, આ દુનિયા સરસ છે, ભોગોપભોગની સામગ્રીઓ સુખ આપનારી છે – આવા આવા સાંસારિક ભાવો જ્યાં સુધી મનમાં રહ્યા હોય ત્યાં સુધી આત્માની, મોક્ષની વાત ગમશે નહિ. સંસાર ઘણી વિષમતાઓથી ભરેલો છે. એ જો સમજાશે તો એવી અનેક ઘટનાઓ નજર સમક્ષ આવશે કે જે આપણી આંખ ઉઘાડે. એ બરાબર સમજીએ તો સંસાર પ્રત્યે નિર્વેદ આવ્યા વગર રહે નહિ. એટલા માટે આત્મસાધના કરતા સાધકે સંસારના વિષમ અને કુટિલ સ્વરૂપનું તથા એમાં રહેલા પાર વગરના દોષોનું ચિંતનમનન કરવું જોઈએ.
૫૩૪
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org