________________
પ્રબંધ સાતમો, અધિકાર વસમો અનુભવ અધિકાર
(૭) સાધકે દેહ વગેરેની વિરૂપતાનું ચિંતન કરવું જોઈએ. સામાન્ય જીવોને પોતાના દેહ સાથે એકત્વબુદ્ધિ હોય છે. દેહ તે હું છું એવો ભાવ જીવોને રહે છે. દેહ સાથેનો તાદાસ્યભાવ જાય નહિ, દેહાધ્યાસ છૂટે નહિ, ત્યાં સુધી આત્મદર્શન થાય નહિ.
કેટલાયે લોકોને પોતાનો દેહ વિરૂપ હોય તો પણ વહાલો લાગે છે. અનાદિ કાળથી દેહ સાથેની એકતા એટલી બધી હોય છે કે સામાન્ય જીવો માટે આમ બનવું કુદરતી છે. પરંતુ જેઓ આત્મસાધના કરવા ઇચ્છે છે તેઓએ જો દેહાદિથી પર થવું હોય તો એની વિરૂપતા ચિંતવવી જોઈએ. | સામાન્ય માણસોને દેહાદિ પ્રત્યે એટલી ગાઢ આસક્તિ હોય છે કે તેમાંથી તેમનાથી છૂટાતું નથી. પરંતુ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે એની વિરૂપતાનો વિચાર વારંવાર કરવો. શરીર ઘરડું થવાનું છે, એક દિવસ મૃત્યુ આવતાં એને બાળી નાખવામાં આવશે. - આવું ચિંતન દેહાદિ પ્રત્યેની આસક્તિને તોડવા માટે જરૂરી છે. દેહમાં આસક્ત ન થતાં, મનુષ્યભવ મળ્યો છે તેને સાર્થક કરી લેવા માટે દેહનો ઉપયોગ કરી લેવો જોઈએ.
[૩૧] મર્મિવતિ ધાર્યા સેવ્યો રેશઃ સવા વિવિઝા
स्थातव्यं सम्यक्त्वे विश्वस्यो न प्रमादरिपुः ॥४३॥ અનુવાદ : ભગવાન (જિનેશ્વર) પ્રત્યે ભક્તિ ધારણ કરવી, એકાન્ત સ્થળનું હમેશાં સેવન કરવું, સમ્યત્વમાં સ્થિર રહેવું અને પ્રમાદરૂપી શત્રુનો વિશ્વાસ ન કરવો.
વિશેષાર્થ: આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે સાધકને માટે વધુ ચાર હિતશિક્ષા નીચે પ્રમાણે કહી છે:
(૧) ભગવાન પ્રત્યે ભક્તિ ધારણ કરવી. ભગવાન એટલે સદેહે વિચરતા કે વિદેહ થયેલા તીર્થકર ભગવાન. ભગવાનના આ સ્વરૂપથી શરૂ કરી પોતાનામાં રહેલા પરમાત્મસ્વરૂપ આત્માને પણ ભગવાન કહી શકાય. પરંતુ તીર્થંકર પરમાત્મા પ્રત્યે સાચી નિર્મળ ભક્તિ જ્યાં સુધી અંતરમાં પ્રગટી નથી ત્યાં સુધી પોતાના આત્માને ભગવાન સ્વરૂપે પ્રાપ્ત કરવાનું શક્ય નથી. ઉપાધ્યાયજી મહારાજે અહીં તીર્થકર પરમાત્માની ભક્તિનો મહિમા દર્શાવ્યો છે. જયાં સુધી પ્રીતિ, વિનય, ગુણાનુરાગ, હૃદયની આદ્રતા ઇત્યાદિ ગુણો ખીલ્યા નથી ત્યાં સુધી સાચી ભક્તિ પ્રાપ્ત થતી નથી. મોક્ષમાર્ગમાં સૌથી સરળ અને સુલભ ઉપાય તે પરમાનંદ આપનારી પ્રભુભક્તિનો છે. ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર કહ્યું છે :
सारमेतन्मया लब्धं श्रुताब्धरेवगाहनात् ।
भक्तिर्भागवती बीजं परमानंदसंपदाम् ॥ - શ્રી હરિભદ્રસૂરિએ ભક્તિમાર્ગ માટે ચાર સોપાન બતાવ્યાં છે : (૧) પ્રીતિયોગ–પ્રભુ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. ભગવાન ગમવા જોઈએ. (૨) ભક્તિયોગભગવાન પ્રત્યેની નિષ્ઠા અનન્ય હોવી જોઈએ. (૩) વચનયોગ–ભગવાનનાં વચનો ગમવાં જોઈએ અને તે આજ્ઞાની જેમ માનવાં જોઈએ. (૪) અસંગયોગ–ભગવાન પ્રત્યેની ભક્તિ એટલી ઉત્કટ હોવી જોઈએ કે જેથી ભગવાન સાથે એકરૂપ થઈ જવાય.
૫૩૫ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org