________________
અધ્યાત્મસાર
આમ પ્રભુભક્તિનો આરંભ કરવા માટે પ્રીતિ સૌથી મહત્ત્વની ગણાઈ છે. એ હોય તો પછી ભક્તિ વગેરે આપોઆપ આવવા લાગે છે. પ્રભુ પ્રત્યેની પ્રીતિ હૃદયમાં જગાવવી હોય તો અન્ય દુન્યવી પદાર્થો પ્રત્યેની પ્રીતિ તોડવી જોઈએ. દેવચંદ્રજી મહારાજે કહ્યું છે : “પ્રીતિ અનંત પર થકી, જે તોડે હો તે જોડે એહ.”
આપણી પ્રભુભક્તિ એવી હોવી જોઈએ કે દિવસરાત, ઊઠતાંબેસતાં પ્રભુ અને પ્રભુનું રટણ ચાલતું હોવું જોઈએ. શ્રી મોહનવિજયજીએ પોતાના સ્તવનમાં કહ્યું છે તેમ પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો.” ભગવાનનો વિરહ જરા પણ ન ખમાય. પ્રભુ પ્રત્યે આવો શરણાગતિનો, સમર્પણનો ભાવ હોવો જોઈએ. એ હોય તો જાણવું કે આપણામાં પ્રભુભક્તિએ ઉત્કટ સ્વરૂપ પકડ્યું છે.
(૨) સાધકે હમેશાં એકાંત સ્થળનું સેવન કરવું જોઈએ. જેઓને સાધના કરવી છે તેઓએ અંતર્મુખ બનવું પડશે અને અંતર્મુખ બનવા માટે એકાન્ત જોઈશે. અન્ય પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ, ભોગપભોગનાં સાધનો વચ્ચે રહેનાર પ્રારંભ દશાના સાધકનું ચિત્ત બહિર્મુખ થયા વગર રહે નહિ. અધ્યાત્મસાધનામાં મન, વચન ને કાયાના યોગોનો સંક્ષેપ કરવાનો હોય છે. એ માટે એકાંત અનુકૂળ અને ઉપકારક નીવડે છે. આરંભ દશામાં એકાંત અને અસંગતતાની આવશ્યકતા ઘણી બધી છે. સાધકને જયારે આત્મદર્શન થાય છે અને અધ્યાત્મની ઉચ્ચ શ્રેણીએ તે ચડે છે ત્યાર પછી સમુદાયમાં પણ તે પોતાના આત્મસ્વરૂપમાં રહી શકે છે. પરંતુ એવી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકે યથાશક્ય એકાંતમાં રહેવું આવશ્યક છે.
(૩) સાધકે સમ્યકત્વમાં સ્થિર રહેવું જોઈએ. સમ્યક્ત્વ અર્થાત્ સમકિતની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. પ્રાપ્તિ પછી સમકિતને ટકાવી રાખવું અને વધુ નિર્મળ કરવું એ પણ એટલું જ દુષ્કર છે. મોટા મોટા મહાત્માઓનું સમકિત પણ ચાલ્યું જાય છે. એક વખત મિથ્યાત્વ જાય અને સમકિતની પ્રાપ્તિ થાય એ પછી ફરી પાછા મિથ્યાત્વમાં સરી ન પડાય તેની સાવધાની રાખવી જોઈએ. માટે સાધકે સાવધ રહી સમકિતમાં સ્થિર રહેવા માટે સતત જાગૃત રહેવું જોઈએ.
(૪) ચોથી હિતશિક્ષા છે કે પ્રમાદરૂપી રિપનો વિશ્વાસ ન કરવો. વ્યવહારથી પ્રમાદ એટલે આળસ, નિષ્ક્રિયતા, સુસ્તી, ઉત્સાહનો અભાવ ઇત્યાદિ. પ્રમાદ શારીરિક અશક્તિને કારણે અને મનની નિર્બળતાને કારણે થાય છે. કરવું છે છતાં કરવાનું મન નથી થતું એવી સ્થિતિ લગભગ બધા અનુભવે છે. પરંતુ તેવે વખતે મનને ધક્કો મારી આગળ વધારવાની આવશ્યકતા છે. એ માટે મનોબળને સ્થિર રાખવું અને શક્ય એટલું વધારવું જોઈએ. નિશ્ચયદૃષ્ટિથી પ્રમાદ એટલે સંસારભાવોમાં રહેવું તે. સાધકે આત્મલક્ષી સાધના માટેના પુરુષાર્થમાં નિરંતર લાગેલા રહેવું જોઈએ. પ્રમાદને રિપુ અથવા શત્રુ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. સુભાષિતકારે કહ્યું છે : પ્રમાવિક પર્વ મનુષ્યનાં શરીરસ્થો મારિપુ: |
પ્રમાદ એટલે તન અને મનની અશક્તિ એવો અર્થ વ્યવહારજગતમાં આપણે કરીએ છીએ. ગુણસ્થાનકની દૃષ્ટિએ જોઈએ તો છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વચ્ચેનો ફરક તે પ્રમત્ત અને અપ્રમત્ત વચ્ચેનો છે.
આપણે ત્યાં પાંચ પ્રકારના પ્રમાદ શાસ્ત્રકારોએ બતાવ્યા છે. નિદ્રા, વિકથા, વિષયસેવન, કષાયસેવન અને મદિરાપાન એ પાંચ પ્રકારના પ્રમાદ ગણાય છે. એમાં ક્રોધ, માન, માયા, અને લોભ એ ચાર
૫૩૬
Jain Education Interational 2010_05
nternational 2010_05
.
For Private & Personal Use Only
For.Po
www.jainelibrary.org