________________
પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર
પ્રકારના ઉગ્ર કષાય પણ પ્રમાદનું જ એક અંગ છે. સ્ત્રીકથા, દેશકથા, ભોજનકથા અને રાજકથા એ મુખ્ય ચાર પ્રકારની વિકથા છે. અન્ય પ્રકારના પ્રમાદો જાણીતા છે.
પ્રમાદરૂપી શત્રુનો વિશ્વાસ ન કરાય, કારણ કે તે ક્યારે આપણને દગો દેશે અથવા આપણા ઉપર અચાનક હુમલો કરશે તે કહી શકાય નહિ. પ્રમાદ આપણી આધ્યાત્મિક ચેતનાને હણી નાખે છે.
[૯૩૨] ધ્યેયાત્મવોઘનિષ્ઠ સર્વત્રેવીસ/H: પુરક્ષાર્થ: |
त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृद्धानुवृत्त्या च ॥४४॥ અનુવાદ : આત્મબોધની નિષ્ઠા ચિતવવી, સર્વત્ર આગમોને આગળ કરવાં, કુવિકલ્પોનો ત્યાગ કરવો તથા વૃદ્ધજનોની (જ્ઞાનીજનોની) અનુવૃત્તિથી રહેવું. વિશેષાર્થ : આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે સાધકને વધુ ચાર હિતશિક્ષા નીચે પ્રમાણે આપી છે :
(૧) સાધકે આત્મબોધ અર્થાત્ આત્મજ્ઞાન માટેની નિષ્ઠા રાખવી જોઈએ. સંસારમાં પરિભ્રમણ કરતા જીવે કંઈ પ્રાપ્ત કરવા જેવું હોય તો તે ધનવૈભવ, પુત્રપરિવાર, સત્તા અને કીર્તિ નહિ, પણ આત્મજ્ઞાન છે. સર્વ સાંસારિક પદાર્થો ક્ષણિક અને શૂન્યવત્ છે. સનાતન, ત્રિકાળી ધ્રુવ એક આત્મતત્ત્વ છે. એના બોધ, જ્ઞાન કે અનુભવનું ધ્યેય સાધકે રાખવું જોઈએ અને એને નિષ્ઠાથી સતત વળગી રહેવું જોઈએ.
(૨) સાધકે સર્વત્ર આગમને આગળ રાખવાં જોઈએ. આગમ એટલે આપ્તપુરુષની વાણી. આગમ એટલે ભગવાનની દેશના. આગમ એટલે ભગવાનનું મંત્રમય, અક્ષર સ્વરૂપ. આગમોને સર્વ બાબતમાં પ્રમાણ સ્વરૂપ ગણવાં જોઈએ. જેઓ સર્વજ્ઞ છે એવા તીર્થંકર પરમાત્માની વાણીમાં જ વિશ્વાસ, શ્રદ્ધા મૂકી શકાય. માટે સર્વત્ર આગમ શાસ્ત્રોને જ તેમાં અગ્ર સ્થાન આપવું જોઈએ. તેની જ મુખ્યતા સ્વીકારવી જોઈએ. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે : મUTહા હૂં ઢંતા હુંતો ન નિનામો – અર્થાત જો જિનાગમ ન હોત તો અમારા જેવા અનાથની શી દશા હોત ?
જિનાગમ મોક્ષમાર્ગમાં આલંબનરૂપ છે. કર્મનિર્જરા માટે તે મોટું નિમિત્ત બને છે.
(૩) ત્રીજી હિતશિક્ષા છે કે કુવિકલ્પો છોડી દેવા. કુવિકલ્પ એટલે ખરાબ વિચારો. માણસનું મન સતત વિચારતું જ રહે છે. સાધકે પોતાના અધ્યવસાયોને બગાડે એવા દુષ્ટ વિચારોને ચિત્તમાં સ્થિર થવા
એ. આર્ત અને રૌદ્ર ધ્યાન થાય એવા કેટલાયે પ્રસંગો જીવનમાં આવતા હોય છે. પરંતુ સાધકે ત્યારે સ્વસ્થતા રાખી તેમાં ન ખેંચાવું જોઈએ. ચિત્તમાં જ્યારે અસદ વિચારો ઉદભવે ત્યારે એની ધારાને આગળ વધવા ન દેવી જોઈએ. એમ કરવું અઘરું લાગતું હોય તો સાધકે તરત પોતાના ચિત્તને સુવિચારોમાં જોડી દેવું જોઈએ. કુવિકલ્પો ભલે કોઈની આગળ વ્યક્ત ન થયા હોય તો પણ તે ભારે કર્મબંધ કરાવનાર છે એ વાતનું વિસ્મરણ ન થવું જોઈએ.
(૪) ચોથી હિતશિક્ષા છે : વૃદ્ધજનોની અનુવૃત્તિથી રહેવું એટલે કે વૃદ્ધ પુરુષોને અનુસરવું. અહીં વૃદ્ધ શબ્દ વ્યાપક અર્થમાં લેવાનો છે. વયમાં વૃદ્ધ માણસો તો ખરા જ, પણ જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ ઇત્યાદિ પ્રકારના પણ વૃદ્ધોને અનુસરવાની ભલામણ છે. વૃદ્ધા પાસે વ્યવહારુ ડહાપણ હોય છે. તેઓ સાચું માર્ગદર્શન આપી શકે છે. માટે જ તેઓ આદરણીય છે. માણસ પાસે બીજી કશી જ આવડત ન
૫૩૭ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org