________________
અધ્યાત્મસાર,
હોય, માત્ર ઉંમરમાં જ વૃદ્ધ હોય તો પણ એની ઉંમરને માન આપવું જોઈએ. એથી આશીર્વાદ મળે છે અને વિનય તથા વિવેકની બુદ્ધિ ખીલે છે. [૯૩૩] સાક્ષાવાર્થ તત્ત્વ વિરૂપાનંદં મેરવ્યમ્
हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ॥४५॥ અનુવાદ ઃ તત્ત્વનો સાક્ષાત્કાર કરવો, ચિરૂપાનંદનું સઘનતા(મદુર)થી ભાવન કરવું. અનુભવ વડે જાણવા લાયક આ પ્રકાર જ્ઞાનીઓને હિતકારી છે.
વિશેષાર્થ : અનુભવ અધિકારના આ અંતિમ શ્લોકમાં સાધકને ઉપયોગી એવી બે વધુ હિતશિક્ષા આપવામાં આવી છે. આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સાધકે તત્ત્વનો સાક્ષાત્કાર કરવો જોઈએ. અહીં તત્ત્વ એટલે આત્મતત્ત્વ. સાધક સાધનાના પ્રારંભથી પોતાની યોગ્યતા જેમ જેમ વધારતો જાય છે તેમ તેમ આત્મસાક્ષાત્કાર તરફ, આત્મદર્શન તરફ, જીવ અને અજીવ તત્ત્વના ભેદજ્ઞાન પ્રતિ તે આગળ વધતો જાય છે. જો એમ ન કરે તો એની સાધના અધૂરી રહે છે.
આમ, અધ્યાત્મમાર્ગમાં આત્મદર્શન એ સૌથી મહત્ત્વનું પ્રસ્થાન છે. પછી તો ત્યાંથી પણ આગળ કેવળજ્ઞાન અને મુક્તિ સુધી જવાનું છે.
છેલ્લે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સાધકે ચિરૂપાનંદની અતિશયતા વડે ભાવન કરવું અર્થાત્ જ્ઞાનાનંદની મસ્તીમાં રહેવું. આત્મસાક્ષાત્કાર એ એવી ઉર
છી દુન્યવી પદાર્થો અત્યંત તુચ્છ અને સુલ્લક લાગે છે. અનુભવીઓ જ એ વધારે સારી રીતે જાણે છે. એ અનુભવ જ્ઞાનીઓને માટે હિતકારી છે.
આમ, ઉપાધ્યાયજી મહારાજે આત્માનુભવ વિશેના આ અધિકારમાં અંતે સાધકને એક સાથે સંક્ષેપમાં ૨૯ જેટલી શિખામણ આપી છે. આ બધી હિતશિક્ષા એમના પોતાના અનુભવમાંથી પ્રકાશેલી છે. તેથી સાધકે એ પૂરી લક્ષમાં રાખવા જેવી છે કે જેથી પોતાને આત્મદર્શનમાં, આત્માનુભવમાં કશું અંતરાયરૂપ ન બને અને આત્મદર્શન થયા પછી ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરવાનું બળ મળી રહે.
इत्यनुभवाधिकारः । અનુભવ અધિકાર સંપૂર્ણ
* ૫૩૮ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org