________________
પ્રબંધ સાતમો
અધિકાર એકવીસમો * સજ્જનસ્તુતિ અધિકાર *
[૯૩૪] વેષાં રવન્તવૃન્દ્રશશમૃત્પૂરશુભ્રા જુના | मालिन्यं व्यपनीय चेतसि नृणां वैशद्यमातन्वते ॥ सन्तः सन्तु मयि प्रसन्नमनसस्ते केऽपि गौणीकृतस्वार्था मुख्यपरोपकारविधयोऽत्युच्छृंखलैः किं खलैः ॥१॥
અનુવાદ : જેઓના કૈરવ (શ્વેત કમળ), કુંદપુષ્પના વૃંદ, ચંદ્ર અને કપૂર જેવા શુભ ગુણો મનુષ્યોના ચિત્તની મલિનતાને દૂર કરીને વિશદતાને વિસ્તારે છે, જેઓ સ્વાર્થને ગૌણ કરનારા અને પરોપકારની પ્રવૃત્તિને મુખ્ય કરનારા છે તે સંતો મારા પર પ્રસન્ન ચિત્તવાળા થાઓ ! પછી ઉશૃંખલ ખલપુરુષોથી શું (ડરવાનું) ?
વિશેષાર્થ : ‘અધ્યાત્મસાર' ગ્રંથના મુખ્ય વિચારવસ્તુનું નિરૂપણ સાત પ્રબંધના વીસ અધિકારમાં પૂર્ણ કરીને હવે આ ઉપસંહારરૂપ એકવીસમા અધિકારમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મરસિક સજ્જનોની સ્તુતિ કરે છે.
(સજ્જનોની પ્રસન્નતા અને શુભેચ્છા માટે પોતાની અભિલાષા વ્યક્ત કરવા સાથે ઉપાધ્યાયજી મહારાજ સજ્જનોના સદ્ગુણો કેવા હોય છે તે વર્ણવતાં કહે છે કે એમના ગુણો શ્વેત કમળ જેવા, કુંદપુષ્પના સમૂહ જેવા, ચંદ્રના પ્રકાશ જેવા અને કપૂર જેવા શુભ્ર હોય છે. એ ગુણોમાં મનની મલિનતાને દૂર કરી નિર્મળતાને વિસ્તારવાની શક્તિ રહલી હોય છે. નિષ્કારણ કરુણાવાળા સજ્જનો હમેશાં નિઃસ્વાર્થપણે પરોપકારની પ્રવૃત્તિમાં મગ્ન હોય છે. એટલે જ જ્યાં સજ્જનો હોય ત્યાં તેમની ઉપસ્થિતિથી જ વાતાવરણ પવિત્ર, આનંદમય અને ઉત્સાહમય બની જાય છે. સજ્જનોની પ્રતિભા એવી તેજસ્વી અને પ્રખર હોય છે કે એમની હાજરીમાં સ્વાર્થ, કપટ, દુષ્ટતા ઇત્યાદિ ટકી શકતાં નથી કે ફાવી શકતાં નથી. જ્યાં સુધી સજ્જનોનો સહારો છે ત્યાં સુધી દુર્જનોનો કોઈ ડર રાખવાની જરૂર રહેતી નથી.
આ રીતે અધ્યાત્મરસિક ગુણવાન સજ્જનોની પ્રસન્નતા પ્રાર્થીને ઉપાધ્યાયજી મહારાજ આ અંતિમ અધિકારનો આરંભ કરે છે.
[૯૩૫] ગ્રંથાર્થાત્ પ્રશુળીોતિ મુવિર્યલેન તેષાં પ્રથા
मातन्वन्ति कृपाकटाक्षलहरीलावण्यतः सज्जनाः ॥ माकन्दद्रुममंजरीं वितनुते चित्रा मधुश्रीस्ततः ॥ सौभाग्यं प्रथयन्ति पंचमचमत्कारेण पुंस्कोकिलाः ॥२॥
અનુવાદ : સુકવિ ગ્રંથોના અર્થોને યત્નપૂર્વક સરળ કરે છે. સજ્જનો કૃપાનજર(કટાક્ષ)ની
Jain Education International2010_05
૫૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org