SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર લહરીના લાવણ્ય(વાત્સલ્ય)થી તેમની (ગ્રંથાર્થોની) ખ્યાતિ વિસ્તારે છે. સુંદર વસંતઋતુની લક્ષ્મી આમ્રવૃક્ષની મંજરીને પ્રસરાવે છે અને પછી નરકોકિલ (કોયલ) પંચમ સ્વરના ચમત્કાર વડે (આંબાના) સૌભાગ્યને પ્રસારે છે (પ્રસિદ્ધ કરે છે). વિશેષાર્થ : સારા ગ્રંથની રચના કરવી એ સરળ વાત નથી. સારા કવિઓ ખૂબ ઉદ્યમપૂર્વક પ્રોઢ અર્થગંભીર ગ્રંથોની રચના કરે છે. એક એક શબ્દની પસંદગી તેઓ ઔચિત્યપૂર્વક કરે છે. એવી સરસ અર્થપૂર્ણ રચના કરવા છતાં જો તેની કદર ન થાય તો કવિ નિરાશ થાય છે. દુર્જનો તો સારા ઉત્તમ ગ્રંથમાં પણ દોષષ્ટિથી દોષ શોધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સજ્જનો તો એવો ગ્રંથ વાંચી પોતે તો પ્રસન્નતા અનુભવે છે, એટલું જ નહિ એ ગ્રંથ વિશે ઘણા લોકોને વાત કરે છે. એ રીતે ગ્રંથની ખ્યાતિને તેઓ વિસ્તારે છે. અહીં ઉદાહરણ આપવામાં આવે છે કે વસંતઋતુ આવે ત્યારે આંબાની ડાળે મનોહર મંજરીઓ આવે છે, પરંતુ નર કોયલના પંચમસ્વરના આકર્ષક ગાનથી એ મંજરીઓના સૌભાગ્યનો વિસ્તાર થાય છે. અનેક લોકોમાં એ વાત પ્રસિદ્ધિ પામે છે. કોયલમાં નર કોયલ ગાય છે, ટહુકાર કરે છે. માદા કોયલ નહિ, એ જાણીતી વાત છે. એટલે કવિએ તે પ્રમાણે શ્લોકમાં નરકોકિલનો નિર્દેશ કર્યો છે. જગતમાં સારી વસ્તુ હોવી જરૂરી છે તેમ એના વખાણનારા સજ્જનો હોવા પણ જરૂરી છે એમ કવિ અહીં દર્શાવે છે. કોઈ પણ કવિ પોતાની જે કાવ્યરચના કરે તે અનેક લોકો સુધી પહોંચે એવી એના અંતરમાં ભાવના રમતી હોય છે. કવિ પોતે બધે પહોંચી શકે નિહ. એટલે અન્ય લોકો સુધી તે પહોંચાડવાનું કામ કોણ કરે ? એના વાચક કે ભાવક એવા સજ્જનો એ કામ કરે છે. આમ કવિ અને સજ્જનો એમ બે ભેગા થાય તો કવિતાનો પ્રસાર થાય. જો સામાન્ય કવિતાની બાબતમાં આવું હોય તો જે કવિપંડિતે કે પંડિતકવિએ પોતાના કાવ્યગ્રંથમાં ઠીક ઠીક મહેનત લઈને, સારો અભ્યાસ અને ચિંતન કરીને ગંભીર અર્થ ભર્યા હોય એવા કાવ્યગ્રંથની વાત બીજા અનેક લોકો સુધી પહોંચાડવાનું સજ્જનોના અનુગ્રહ વગર શક્ય નથી. તેઓની વાત્સલ્યસભર, નિર્મળ અમીષ્ટિ એમાં ઘણું કામ કરે છે. જેને એ કાવ્યગ્રંથ ગમી જાય તે બીજાને પ્રેમથી અને ઉત્સાહથી એ વિશે સહજ રીતે વાત કરે છે અને એમ ઉત્તરોત્તર કાવ્યગ્રંથની પ્રસિદ્ધિ પ્રસરતી જાય છે. એટલે કવિની અને કાવ્યગ્રંથની પ્રસિદ્ધિમાં સજ્જનોનું યોગદાન ઘણું મોટું હોય છે. જગતમાં આ રીતે પરસ્પર સહયોગથી જ સુયોગ્ય જાહેરાત થાય છે. ઉદાહરણ તરીકે, વસંતઋતુનું આગમન થાય છે ત્યારે આંબાના વૃક્ષને મંજરી આવે છે, પરંતુ વસંતઋતુની ચારે બાજુ જાહેરાત કોણ કરે છે ? ઉમંગભર્યા કોકિલો (નર કોયલ) મંજરી જોતાં જ અને તેની સુવાસ લેતાં જ વન-ઉપવનમાં ટહુકાર કરવા લાગી જાય છે. કોકિલના ટહુકારથી વસંતઋતુના આગમનની જાહેરાત થવા લાગે છે. આમ્રમંજરી અને કોકિલનો નાદ એ બેનો સુભગ સુયોગ જ વસંત ઋતુની પધરામણીને વધાવે છે. [૯૩૬] રોષોÐવિષ: સ્ત્રજ્ઞાનનવિલાપુત્યાય જોપાત્ત્વલન્जिवाहिर्ननु कं गुणं न गुणिनां बालं क्षयं प्रापयेत् ॥ न स्याच्चेत्प्रबलप्रभावभवनं दिव्यौषधी सन्निधौ । शास्त्रार्थोपनिषद्विदां शुभहृदां कारुण्यपुण्यप्रथा ॥ ३ ॥ અનુવાદ : જો શાસ્રાર્થનાં રહસ્યો(ઉપનિષદ્)ને જાણનારા, શુભ હૃદયવાળાઓની કારુણ્યરૂપી Jain Education International_2010_05 ૫૪૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy