________________
બાળપણ વિશે દંતકથા
શ્રી યશોવિજયજી મહારાજના બાળપણ વિશે આપણને વિશેષ કંઈ માહિતી મળતી નથી. એમના બાળપણના દિવસો વિશે માત્ર એક દંતકથા નોંધાયેલી મળે છે. એ દંતકથા પ્રમાણે એમની માતા સૌભાગ્યદેવીએ એવો નિયમ લીધો હતો કે રોજ સવારે ભક્તામર સ્તોત્ર સાંભળ્યા પછી જ ભોજન કરવું. પોતાને એ સંસ્કૃત સ્તોત્ર આવડતું નહિ, એટલે બીજા પાસેથી તેઓ સાંભળતાં. ચાતુર્માસમાં તેઓ રોજ ઉપાશ્રયમાં જઈ ગુરુમહારાજ પાસે આખું “ભક્તામર સ્તોત્ર' સાંભળતાં. તેઓ પોતાની સાથે નાના બાળક જશવંતને પણ ઉપાશ્રયે લઈ જતાં. એક વખત શ્રાવણ મહિનામાં સતત મૂશળધાર વર્ષા ચાલ્યા કરી. રસ્તાઓમાં પાણી ભરાઈ ગયાં, તેથી સૌભાગ્યદેવી ગુરુમહારાજ પાસે જઈ ‘ભક્તામર સ્તોત્ર' સાંભળી શક્યાં નહિ. એવી રીતે એક દિવસ નહિ પણ ત્રણ ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડતો રહ્યો. એથી સૌભાગ્યદેવીને ત્રણ દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે સવારે પણ વરસાદ બંધ ન રહેવાને લીધે સૌભાગ્યદેવીએ જયારે કશું ખાધું નહિ ત્યારે બાળક જશવંતે કુતૂહલવશ સહજ એનું કારણ પૂછ્યું. માતાએ “ભક્તામર સ્તોત્ર' સાંભળીને જ ભોજન લેવાના પોતાના નિયમની વાત કરી.
એ વખતે જશવંતે માતાને કહ્યું કે પોતાને ‘ભક્તામર સ્તોત્ર' આવડે છે. એ જાણી માતાને આશ્ચર્ય થયું. બાળક જશવંતે જરા પણ ભૂલ વગર માતાને ‘ભક્તામર સ્તોત્ર' સંભળાવ્યું. એથી માત સૌભાગ્યદેવીને અપાર હર્ષ થયો. એમણે અઠ્ઠમનું પારણું કર્યું. બાળક જશવંત રોજ માતા સાથે ગુરુમહારાજ પાસે જતો અને “ભક્તામર સ્તોત્ર' સાંભળતો તે એણે કંઠસ્થ કરી લીધું હતું. બાળકની આવી અભુત સ્મરણશક્તિની વાત ગુરુમહારાજે જ્યારે જાણી ત્યારે તેમણે પણ બાળક જશવંતની શક્તિ અને તેજસ્વિતા માટે પોતાનો આનંદ દર્શાવ્યો. વિદ્યાભ્યાસ માટે કાશીમાં
દીક્ષા લીધા પછી પોતાના ગુરુમહારાજ શ્રી નયવિજયજી ગણિ પાસે મુનિશ્રી યશોવિજયજીએ અગિયાર વર્ષ સુધી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો, વ્યાકરણ, છંદ, અલંકાર તથા કોશનો અને કર્મગ્રંથ ઇત્યાદિ શાસ્ત્રગ્રંથોનો સતત અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિ-પ્રતિભા તેજસ્વી હતી જ અને તેમની સ્મૃતિશક્તિ પણ એટલી જ બળવાન હતી. અગાઉ વિ. સં. ૧૬૯૯માં પોતાના ગુરુમહારાજ શ્રી નયવિજયજી સાથે મુનિ શ્રી યશોવિજયજી રાજનગર-અમદાવાદ નગરમાં પધાર્યા હતા. ત્યાં આવીને તેમણે અમદાવાદના સંઘ સમક્ષ, ગુરુ મહારાજની હાજરીમાં, આઠ મોટાં અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો. એમાં આઠ સભાજનોની દરેકે કહેલી કે બતાવેલી આઠ આઠ વસ્તુઓ યાદ રાખી લઈને પછી અનુક્રમે એ ૬૪ વસ્તુઓ કહી બતાવવાની હોય છે. એમના આ અદ્ભુત પ્રયોગથી ઉપસ્થિત જનસમુદાય આશ્ચર્યમુગ્ધ બની ગયો. એમની આવી બુદ્ધિ અને સ્મરણશક્તિની પ્રશંસા ચોતરફ થવા લાગી. એમાંના ધનજી સૂરા નામના એક શ્રેષ્ઠીને શ્રી યશોવિજયજીની આવી આશ્ચર્યજનક અદ્ભુત સ્મરણશક્તિ પ્રત્યે અહોભાવ થયો. તેમણે ગુરુમહારાજશ્રી નવિજયજીને વિનંતી કરતાં કહ્યું, ‘ગુરુદેવ ! શ્રી યશોવિજયજી વિદ્યાજ્ઞાન મેળવવા માટે યોગ્ય પાત્ર છે. એમને જો ભણાવવામાં આવે તો તેઓ બીજા હેમચંદ્રાચાર્ય થાય. જો કાશી જઈ છ દર્શનોનો અભ્યાસ કરે તો તે વડે જૈન દર્શનને તેઓ વધારે ઉવળ બનાવે.”
ગુરુમહારાજે કહ્યું, “ભાઈ ! કાશી જઈ અભ્યાસ કરવાની વાત ઘણી સારી છે અને અમારી પણ
20
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org