SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ એવી ભાવના છે, પરંતુ તે માટે ધનની જરૂર પડે એમ છે, કારણ કે કાશીના પંડિતો પૈસા વગર કોઈને ભણાવતા નથી.' ધનજી સૂરાએ તરત ઉત્સાહપૂર્વક કહ્યું, “ગુરુમહારાજ ! એ માટે આપ ચિંતા ન કરશો. વિદ્યાભ્યાસ માટે ચાંદીના બે હજાર દીનારનું ખરેચ કરીશ. હું આપીશ અને પંડિતનો પણ યથાયોગ્ય સત્કાર કરીશ.' ‘સુજસવેલી ભાસમાં લખ્યું છે : ધનજી સૂરા સાહ, વચન ગુરુનું સુણી હો લાલ, આણી મન દીનાર, રજતના ખરચર્યું હો લાલ, પંડિતને વારંવાર, તથાવિધિ અરચણ્યું હો લાલ. આમ ખર્ચની બાબતમાં શેઠ ધનજી સૂરા તરફથી સંમતિ મળતાં અને વ્યવસ્થા થતાં ગુરુમહારાજ શ્રી નવિજયજીએ પોતાના શિષ્ય મુનિ શ્રી યશોવિજયજી તથા શ્રી વિનયવિજયજી વગેરે અન્ય સાધુઓ સહિત કાશી તરફ વિહાર કર્યો. ધનજી સૂરાએ ખર્ચ માટે હૂંડી લખી આપી, જે કાશી મોકલવામાં આવી. શ્રી નવિજયજી પોતાના મુનિવૃન્ડ સાથે વિહાર કરીને ઉત્તર પ્રદેશમાં પહોંચી ગયા. ગંગાતટે સરસ્વતીદેવીની આરાધના પૂર્વસૂરિઓની પરંપરાનુસાર શ્રી યશોવિજયજીએ પણ તપ-જપના અનુષ્ઠાન સહિત માતા શારદાદેવીની આરાધના કરવાનું નક્કી કર્યું હતું. કાશી તરફ એમણે પોતાના ગુરુમહારાજ સાથે જયારે વિહાર કર્યો ત્યારે ઉત્તર પ્રદેશમાં કાશી પહોંચતાં પહેલાં ગંગા નદીનાં દર્શન થયાં. કાશી પહોંચીને પોતે વિદ્યાભ્યાસ શરૂ કરે તે પહેલાં એમણે ભાગીરથી ગંગામૈયાના તટે માતા સરસ્વતીદેવીને પ્રસન્ન કરવા જપસાધના શરૂ કરી હતી. શ્રુતદેવતાની આરાધના માટે શ્રી યશોવિજયજીનો પ્રિય મંત્ર હતો જે નમ: | ગંગાતટે આસનબદ્ધ થઈ તેમણે તપશ્ચર્યાપૂર્વક એકચિત્તે આ મંત્રનું રટણ કર્યા કર્યું હતું. એથી પ્રસન્ન થઈ સરસ્વતીદેવીએ એમને તર્કમાં (વાદવિદ્યામાં) અને કાવ્યમાં સિદ્ધિ મળે એવું વરદાન આપ્યું હતું. પોતાના જંબુસ્વામી રાસ'માં આરંભમાં જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આ ઘટનાનો નિર્દેશ કરતાં લખે છે : સારદ સાર દયા કરો, આપો વચન સુરંગ; તૂ તૂઠી મુજ ઉપરિ, જાપ કરત ઉપગંગ. તર્ક-કાવ્યનો તઈ તદા, દીધો વર અભિરામ; ભાષા પણિ કરિ કલ્પતરુ-શાખા સમ પરિણામ. અનુક્રમે આગળ વધતા શ્રી નવિજયજી પોતાના મુનિઓ સાથે વારાણસી-કાશી પહોંચી ગયા. ઘણો કઠિન વિહાર પૂરો થયો અને વારાણસી જવાનું તેમનું સ્વમ પાર પડ્યું. વારાણસીમાં તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં જઈ સ્તુતિ કરી. કાશીમાં ત્યારે પડ્રદર્શનોના સર્વોચ્ચ પંડિત અને નબન્યાયના પ્રકાંડ જ્ઞાતા એવા એક ભટ્ટાચાર્ય હતા. એમની પાસે કહેવાય છે કે તે સમયે સાતસો શિષ્યો દર્શનોનો અભ્યાસ કરતા હતા. તેમની પાસે ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક ઇત્યાદિ દર્શનોના અભ્યાસ કરવામાં આઠ-દસ વર્ષ લાગતાં. પરંતુ 21 Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy