________________
શ્રી યશોવિજયજીએ ઉત્સાહપૂર્વક ત્રણ વર્ષમાં સર્વ દર્શનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી લીધો. ભટ્ટાચાર્યને વિદ્યાભ્યાસ કરાવવા માટે તેમના તરફથી રોજ એક રૂપિયો આપવામાં આવતો.
પોતાના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય પાસે નવ્યન્યાયના કઠિન વિષયના ‘તત્ત્વચિંતામણિ’ નામના દુર્બોધ ગ્રંથનો અભ્યાસ શ્રી યશોવિજયજીએ ઘણી સારી રીતે કરી લીધો હતો.
એ દિવસોમાં કાશીની જેમ કાશ્મીર પણ વિદ્યાનું મોટું ધામ ગણાતું. કાશ્મીરી પંડિતો પણ વાદવિદ્યામાં ઘણા બાહોશ ગણાતા, તેઓ ભારતના વિદ્યાધામોમાં જતા અને વાદવિવાદ કરતા. એક દિવસ કાશ્મીરથી એક સંન્યાસી વાદી કાશીમાં આવ્યો હતો. તે ઘણે સ્થળે વાદમાં વિજય મેળવીને આવ્યો હતો. એની વિજયપતાકાઓ પરથી એ જણાતું હતું. તે કાશીમાં શેરીએ શેરીએ ફરીને વાદ માટે ઘોષણા કરતો હતો, પરંતુ એ સમર્થ પંડિતને કોઈ પડકારતું નહોતું. એ પરિસ્થિતિ જોઈને ભટ્ટાચાર્યને લાગ્યું કે કાશીમાં આટલા બધા પોતાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જો કોઈ પડકાર નહિ ઝીલે તો કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થશે. ઘણા પંડિતો પાસે જ્ઞાન ઘણું હોય, પણ વાદ કરવામાં તેઓ સમર્થ ન હોય. કારણ કે વાદમાં પાંડિત્ય ઉપરાંત સ્મતિ, તર્કશક્તિ વાદીની શબ્દ કે અર્થની ભૂલ તરત પકડવાની સૂઝ, વાદીને મૂંઝવવાની શાબ્દિક યુક્તિ-પ્રયુક્તિઓ, પ્રત્યુપન્નમતિ વગેરેની આવશ્યકતા રહે. કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે ભટ્ટાચાર્યના શિષ્યોમાંથી યુવાન શિષ્ય શ્રી યશોવિજયજીએ તે માટે પોતાની તૈયારી બતાવી. તેથી ભટ્ટાચાર્યને બહુ આનંદ થયો. તેમણે એ માટે શ્રી યશોવિજયને આશીર્વાદ આપ્યા.
કાશ્મીરી સંન્યાસી પંડિત સાથે વાદસભા યોજાઈ. કાશ્મીરી પંડિતને લાગતું હતું કે, “આ જુવાન છોકરો તે વળી પોતાની સાથે કેટલો સમય વાદ કરી શકશે ? આવા છોકરડાને તો ઘડીકમાં હરાવી દેવાશે.” સભા શરૂ થતાં પંડિતે પોતાનો પક્ષ બુલંદ વાણીથી રજૂ કર્યો. સભામાં બેઠેલા સૌ પંડિતો, નિર્ણાયકો, શ્રોતાઓ એથી અંજાઈ ગયા. હવે શ્રી યશોવિજયજી એનો પ્રતિસાદ કેવો કરે છે તે જોવાસાંભળવા માટે સૌ અધીરા બની ગયા. શ્રી યશોવિજયજીએ એટલી જ સ્વસ્થતાથી અને પૂરી મક્કમતાથી એટલા જ બુલંદ અવાજ સાથે વાદીને સણસણતો જવાબ આપ્યો. પંડિતને લાગ્યું કે ધાર્યું હતું તેના કરતાં આ તો બહુ ચતુર અને તેજસ્વી યુવાન નીકળ્યો. વાદવિવાદ બરાબર જામ્યો. પંડિત હવે ગભરાવા લાગ્યો. પછી શ્રી યશોવિજયજીના એક પછી એક એવા પ્રશ્નો આવતા ગયા કે વાદી પંડિત તેનો જવાબ ન આપી શક્યો. છેવટે એણે પરાજય સ્વીકાર્યો અને તરત કાશી છોડી નાસી ગયો. આમ શ્રી યશોવિજયજીએ વાદમાં વિજય મેળવીને કાશીના પંડિતોનું, કાશી નગરીનું અને પોતાના વિદ્યાગુરુ ભટ્ટાચાર્યનું માન બચાવી લીધું. આથી કાશીના બધા હિન્દુ પંડિતોએ ભેગા મળીને, શ્રી યશોવિજયજીના સત્કારપૂર્વક, નગરમાં વિજયની શોભાયાત્રા કાઢી અને આ વાદવિજયનો પ્રસંગ ધામધૂમપૂર્વક વાજતે ગાજતે ઊજવ્યો. એ પ્રસંગે બધા હિન્દુ પંડિતોએ સર્વાનુમતે ઉલ્લાસપૂર્વક શ્રી યશોવિજયજીને ‘ન્યાયવિશારદ’ અને ‘તાર્કિક શિરોમણિ' એવાં બિરુદો આપ્યાં. એથી શ્રી યશોવિજયજીની વાદી તરીકેની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ.
કાશીમાં અભ્યાસ પૂરો કરી શ્રી યશોવિજયજી પોતાના ગુરુમહારાજ સાથે આગ્રામાં આવ્યા. ત્યાં તેમણે ચાર વર્ષ રહીને એક ન્યાયાચાર્ય પાસે તર્કસિદ્ધાન્ત વગેરેનો વિશેષ અભ્યાસ કર્યો. તેમની વિદ્વત્તાથી
22
Jain Education Intemational 2020_05
For Private & Personal Use Only
www.jainelibrary.org