________________
આકર્ષાઈ આગ્રાના જૈન સંઘે તેમની આગળ સાતસો રૂપિયા સદુપયોગ માટે ભેટ ધર્યા. તેમણે તેનો ઉપયોગ ગ્રંથો લેવા-લખાવવામાં કરાવ્યો અને પછી તે ગ્રંથો વિદ્યાભ્યાસીઓને આપવામાં આવ્યા.
શ્રી યશોવિજયજી ઉત્તર પ્રદેશમાં કાશીથી આગ્રા પધાર્યા. ત્યારે આગ્રામાં અને ત્યાર પછી કેટલેક સ્થળે યોજાયેલી વાદસભાઓમાં તેમણે શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવ્યો હતો એવો ઉલ્લેખ “સુજસવેલી ભાસ'માં થયો છે.
એક દંતકથા પ્રમાણે આગ્રામાં દિગમ્બર નિશ્ચયનયવાદી કવિ બનારસીદાસ સાથે જાહેરમાં વાદસભા યોજાઈ હતી. એ વાદસભામાં વિવિધ અપેક્ષાએ નિશ્ચયની જેમ વ્યવહારનયની પણ આવશ્યકતા અને ઉપયોગિતા રહેલી જ છે એ યશોવિજયજીએ સિદ્ધ કરી બતાવ્યું હતું. શ્રી યશોવિજયજીની કેટલીયે દલીલોનો બરાબર જવાબ બનારસીદાસ આપી શક્યા નહોતા. એથી વાદસભાએ શ્રી યશોવિજયજીને વિજયી તરીકે જાહેર કર્યા હતા. શ્રી યશોવિજયજીએ ત્યારપછી એ વિવાદને અનુસરીને “અધ્યાત્મમત ખંડન” અથવા “અધ્યાત્મમત પરીક્ષા’ નામનો ગ્રંથ લખ્યો હતો એમ મનાય છે. આ બે ગ્રંથોમાં એમણે દિગંબરમતનું અકાઢ્ય દલીલો વડે ખંડન કરીને શ્વેતામ્બર મતનું પ્રસ્થાપન કર્યું છે. ગૂર્જર સાહિત્ય-રચના વિશે દંતકથા
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતમાં ઘણી વિદ્વભોગ્ય કૃતિઓની રચના કરી છે; તેવી જ રીતે તેમણે પોતાના સમયની બોલાતી ગુજરાતી ભાષામાં ઘણી કૃતિઓની રચના કરી છે. લોકભાષા ગુજરાતીમાં કૃતિ રચવા અંગે તેમને વિશે એક દંતકથા એવી છે કે જ્યારે તેઓ કાશીમાં અભ્યાસ પૂરો કરીને પોતાના ગુરુમહારાજ સાથે વિહાર કરતા હતા, ત્યારે કોઈ એક ગામમાં સાંજે પ્રતિક્રમણમાં કોઈ એક શ્રાવકે શ્રી નવિજયજી મહારાજને વિનંતી કરી કે શ્રી યશોવિજયજી મહારાજ સઝાય સંભળાવે. જવાબમાં શ્રી યશોવિજયજીએ જણાવ્યું, ‘મને કોઈ સજઝાય કંઠસ્થ નથી.' એ સાંભળી તે શ્રાવકે આવેશમાં અને કટાક્ષમાં કહ્યું, ‘ત્યારે શું ત્રણ વર્ષ કાશીમાં રહીને તમે ઘાસ કાપ્યું ?' શ્રી યશોવિજયજી મૌન રહ્યા. પરંતુ પછીથી તેમને વિચાર કરતાં જણાયું કે સંસ્કૃત કે પ્રાકૃત ભાષા બધા જ લોકો સમજી નથી શકતા, માટે લોકભાષા ગુજરાતીમાં પણ પોતે રચના કરવી જોઈએ કે જેથી વધુ લોકો બોધ પામી શકે. તરત નિશ્ચય કરીને તેમણે તે અમલમાં મૂક્યો. તેઓ કવિ હતા એટલે તેમણે સમક્તિના ૬૭ બોલની સજઝાયની રચના કરી અને તે મોઢે પણ કરી લીધી. બીજે દિવસે પ્રતિક્રમણમાં સજઝાય બોલવા માટે તેમણે આદેશ માગ્યો. આદેશ મળતાં સઝાય બોલવી તેમણે શરૂ કરી. સજઝાય ઘણી લાંભી હતી એટલે શ્રાવકો અધીરા થઈ પૂછવા લાગ્યા, ‘હવે કેટલી બાકી રહી ?' એ પૂછનારાઓમાં ઘાસ કાપવાનું કહેનાર શ્રાવક પણ હતા. એટલે શ્રી યશોવિજયજીએ કહ્યું, ભાઈ ત્રણ વરસ ઘાસ કાપ્યું તેના આજે પૂળા બંધાય છે, એટલા બધા પૂળા બાંધવામાં વાર તો લાગે જ ને ?' શ્રાવક તરત વાત સમજી ગયો અને પોતે મહેણું માર્યું હતું તે માટે માફી માગવા લાગ્યો. શ્રી યશોવિજયજીની તેજસ્વિતાનો ત્યાંના શ્રાવકોને ત્યારે સાચો પરિચય થયો. મહોબતખાન સમક્ષ અઢાર અવધાનનો પ્રયોગ
આગ્રાથી વિહાર કરી શ્રી નવિજયજી પોતાના શિષ્યવૃન્દ સાથે રાજનગર(અમદાવાદ)માં પધાર્યા. તેમનું ભવ્ય સ્વાગત થયું. અમદાવાદમાં તેમણે નાગપુરીય સરાહમાં (રતનપોળના ઉપાશ્રયમાં) મુકામ
23
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org