________________
કર્યો એ સમયે દિલ્હીના મોગલ બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ રાજનગર(અમદાવાદ)માં મહોબતખાન નામનો મુસલમાન સૂબો રાજ્ય કરતો હતો. તે ઉદારદિલ હતો. તે સદ્ગુણની કદર કરનાર હતો. તેનામાં ધાર્મિક સંકુચિતતા નહોતી. અમદાવાદના ધનજી સૂરા વગેરે જૈન શ્રેષ્ઠીઓ તેના સંપર્કમાં હતા.
એક વખત મહોબતખાનની રાજસભામાં શ્રી યશોવિજયજીના અગાધ જ્ઞાન, ઊંચી બુદ્ધિપ્રતિભા તથા અભુત સ્મરણશક્તિની પ્રશંસા થઈ. તે સાંભળીને મહોબતખાનને આવા મુનિમહારાજને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ. તેણે ધનજી સૂરા વગેરે જૈન સંઘના અગ્રણીઓને વાત કરી અને તેમના દ્વારા શ્રી યશોવિજયજીને પોતાની સભામાં પધારવાની વિનંતી કરી.
ગુરુમહારાજ શ્રી નયવિજયજીની આજ્ઞા મળતાં શ્રી યશોવિજયજીએ તે વિનંતીનો સ્વીકાર કર્યો. એથી મહોબતખાનને ઘણો આનંદ થયો. તેણે રાજસભામાં જૈન મુનિમહારાજ માટે બેસવાની અલગ અલગ યોગ્ય સગવડ કરી. નિશ્ચિત કરેલા દિવસે અને સમયે શ્રી યશોવિજયજી પોતાના ગુરુમહારાજ, અન્ય સાધુઓ તથા અગ્રગણ્ય શ્રાવકો સાથે મહોબતખાનની સભામાં પધાર્યા. ત્યાં વિશાળ સભા સમક્ષ એમણે અઢાર અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો.
અઢાર અવધાનના આવા પ્રયોગમાં અઢાર જુદી જુદી વ્યક્તિઓ જે કહે તે પછીથી ક્રમાનુસાર કહેવાની હોય છે. એમાં વિવિધ પ્રકારની ઘણી બાબતો આવે. ઉદાહરણ તરીકે વાક્યના આડાઅવળા શબ્દો કહ્યા હોય તે યાદ રાખી તે શબ્દો બરાબર ગોઠવીને વાક્ય કહેવાનું હોય છે; પાદપૂર્તિઓ કરી આપવાની હોય છે અને આપેલા વિષય ઉપર તરત જ સંસ્કૃતમાં શ્લોકરચના પણ કરી આપવાની હોય છે. એટલે આવા અવધાનના પ્રયોગો કરનાર પાસે માત્ર સ્મૃતિશક્તિ જ નહિ, કવિત્વશક્તિ હોવી પણ જરૂરી છે. શ્રી યશોવિજયજીએ એવી સજ્જતા મેળવી લીધી હતી.
આવા અવધાનના પ્રયોગો સોની સંખ્યા કે હજારોની સંખ્યા સુધી થયાના ઉલ્લેખો મળે છે. એ પ્રયોગો કરનાર શતાવધાની કે સહસ્રાવધાની કહેવાય છે. પરંતુ વધુ સંખ્યા એટલે વધુ ચડિયાતા પ્રયોગો એવું હંમેશાં નથી હોતું. પ્રયોગો કેટલા અઘરા છે, સમાંતર કેટલા વિષયો ચાલે છે અને એના ઉત્તરોનો ક્રમ કેવા પ્રકારનો છે એના ઉપર એ પ્રયોગોની મૂલ્યવત્તાનો આધાર છે. શ્રી યશોવિજયજીએ પહેલા આઠ મહા અવધાનનો પ્રયોગ કર્યો હતો. તેમાં ૬૪ વસ્તુઓ યાદ રાખવાની હતી. એટલે ત્યારપછી કરેલો આ અઢાર અવધાનનો પ્રયોગ સંભવ છે કે એથી પણ વધુ કઠિન હોય. કદાચ શતાવધાનના ચાલુ પ્રયોગો કરતાં પણ તે વધુ કઠિન હોય.
શ્રી યશોવિજયજીની સ્મરણશક્તિ, ગ્રહણશક્તિ અને વિદ્વત્તાથી મહોબતખાન બહુ જ પ્રભાવિત અને આનંદિત થયો. તેણે ઉત્સાહપૂર્વક અને ઉત્સવપૂર્વક શ્રી યશોવિજયજી મહારાજનું ઘણું મોટું સન્માન કર્યું. પોતાના રાજયમાં જૈન શાસનમાં રત્ન જેવા મહાન તેજસ્વી વિદ્વાન મુનિઓ છે એની તેને પ્રસન્નતાપૂર્વક ખાતરી થઈ. ઉપાધ્યાયની ખાતરી
કાશી અને આગ્રામાં કરેલા વિદ્યાભ્યાસથી, વાદમાં વિજય મેળવવાથી અને અઢાર અવધાનના
24
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org