________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર
વિશેષાર્થ : ભાગવતવાળા પૌરાણિકોએ ગૌણ વ્રત માટે “ઉપવ્રત’ શબ્દ પ્રયોજ્યો છે તેમ તૈયાયિકોએ નિયમ' શબ્દ પ્રયોજ્યો છે. આગળ જોયું તેમ યમ કરતાં નિયમ ગૌણ છે. વળી તે અમુક સમયમર્યાદા માટે હોય છે. આ પાંચ નિયમમાં અક્રોધ એટલે કે ક્રોધ ન કરવો અર્થાત્ ક્ષમાનો ભાવ ધારણ કરવો; ગુરુની વૈયાવચ્ચ-સેવાચાકરી કરવી; શૌચ એટલે શરીરની તથા વસ્ત્રાદિ ઉપકરણોની અને ક્રિયાવિધિની શુદ્ધિ જાળવવી; આહારની લઘુતા એટલે અલ્પ આહાર કરવો અથવા ઉણોદરી વ્રત ધારણ કરવું અર્થાત્ આહારમાં સંયમ રાખવો તથા અપ્રમાદ એટલે અસાવધાનપણાનો, આળસનો ત્યાગ કરવો અથવા કર્તવ્યમાં પ્રવૃત્ત રહેવું અને અકર્તવ્યમાંથી નિવૃત્ત થવું.
પાંચ ઉપવ્રત અને પાંચ નિયમમાં અક્રોધ, શૌચ અને ગુરુશુશ્રુષા એ ત્રણ સાંખ્ય સાથે સમાન છે. આર્જવ અને સંતોષ એ બેને બદલે આમાં આહારલાઘવ અને અપ્રમાદ એ બે મૂકવામાં આવ્યાં છે.
[૩૪૩] વીદ્ધઃ સુશન ઘ% વશેષ્યને કુતે |
हिंसास्तेयान्यथाकामं पैशुन्यं पुरुषानृतम् ॥१८॥ [૩૪૪] મિત્રાત્ના વ્યાપાકિfમથ્યા વિપર્યયમ્ |
___ पापकर्मेति दशधा कायवाङ्मानसैस्त्यजेत् ॥१९॥ અનુવાદ : બૌદ્ધો પણ દશ કુશળ ધર્મમાં માને છે. એ આ પ્રમાણે કહ્યા છે : (૧) હિંસા, (૨) ચોરી, (૩) અન્યથાકામ (પરસ્ત્રીગમન), (૪) પૈશુન્ય (ચાડી), (૫) કઠોર (પરુષ) વચન, (૬) અસત્ય, (૭) સંભિન્નાલાપ (વૃથા પ્રલાપ), (૮) વ્યાપાદ વિષ), (૯) અભિધા (અસંતોષ) અને (૧૦) દષ્ટિવિપર્યય (અશ્રદ્ધા) – આ દશ પ્રકારનાં પાપ મન, વાણી અને કાયાથી ત્યજવાં.
વિશેષાર્થ : બૌદ્ધ ધર્મમાં પાપોને “અકુશળ ધર્મ તરીકે ઓળખાવ્યાં છે. એટલે પાપથી નિવૃત્તિ અર્થાત્ એવા પ્રકારનાં પાપ ન કરવાં તેને “કુશળ ધર્મ' કહેવામાં આવ્યો છે. હિંસા તે અકુશળ ધર્મ છે અને અહિંસા તે કુશળ ધર્મ છે.
બૌદ્ધ ધર્મમાં શીલ, ભાવના, પારમિતા વગેરે જુદા જુદા પ્રકારની આચરણશુદ્ધિઓ બતાવવામાં આવી છે. એમાં પંચશીલ, અષ્ટશીલ અને દશશીલ એમ ત્રણ વર્ગીકરણ કરવામાં આવ્યાં છે. એમાં અષ્ટશીલમાં પંચશીલ આવી જાય છે અને દશશીલમાં અષ્ટશીલ આવી જાય છે. આમ છતાં એના ક્રમમાં, નામમાં કે વિષયમાં કંઈક ફેરફાર કેટલાક ગ્રંથોમાં જોવા મળે છે. અલબત્ત, જે પંચશીલ છે તે બધા બૌદ્ધ ગ્રંથોમાં એકંદરે સમાન છે. એ પાંચ શીલ આ પ્રમાણે છે : (૧) પ્રાણાતિપાતવિરતિ એટલે કે હિંસા ન કરવી (૨) અદત્તાદાનવિરતિ એટલે કે કોઈનું વગર આપેલું લેવું નહિ, ચોરી ન કરવી (૩) મૃષાવાદવિરતિ એટલે અસત્ય ન બોલવું, (૪) અબ્રહ્મચર્યવિરતિ એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું અને (૫) સુરાપાનપ્રમાદસ્થાનવિરતિ એટલે કે મદ્યપાન ન કરવું અને પ્રમાદ થાય તેવા માદક પદાર્થોનું સેવન ન કરવું. - આ પંચશીલનું કડક પાલન ભિક્ષુઓએ કરવાનું છે. બૌદ્ધ ધર્મે જૈન ધર્મનાં પાંચ મહાવ્રતોમાંથી
૧૮૭ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org