________________
અધ્યાત્મસાર
અપરિગ્રહ’નું વ્રત પંચશીલમાંથી છોડી દીધું (પરંતુ દશ શીલમાં એને સ્થાન આપ્યું) અને સુરાપાનવિરતિને પાંચમા શીલવ્રત તરીકે અપનાવ્યું. આ પાંચ શીલમાં બીજા ત્રણ ઉમેરીને અષ્ટશીલ બતાવ્યાં છે. તે આ પ્રમાણે (૧) અકાલ ભોજનવિરતિ, (૨) નૃત્યગીત વાદિ> (વાજિંત્ર) વિરતિ અને (૩) માલ્યગંધવિલેપનવિરતિ. આમાં બીજાં બે ઉમેરીને દસ શીલ બતાવવામાં આવ્યાં છે : (૧) ઉચ્ચાસનશયનવિરતિ અને (૨) સુવર્ણરજતપ્રતિગ્રહવિરતિ.
આઠ અને દસ પ્રકારના શીલના આ ક્રમમાં પણ કોઈક ગ્રંથોમાં ફેર જોવા મળે છે. બૌદ્ધ ધર્મમાં જે દસ પ્રકારનો કુશલ ધર્મ બતાવ્યો છે તેનાં નામ અને ક્રમમાં પણ ફેર જોવા મળે છે. કુશલ ધર્મ ભિક્ષુ તથા ગૃહસ્થ એમ સર્વને માટે છે. એમાં હિંસા, ચોરી અને વ્યભિચાર એ ત્રણ કાયિક પાપકર્મ છે. ચાડી, ગાળ-અપમાન, અસત્ય અને સંભિન્નાલાપ એટલે વૃથા પ્રલાપ અથવા અસંબદ્ધ બડબડાટ એ ચાર વાચિક પાપકર્મ છે અને વ્યાપાદ એટલે કે દ્વેષ તથા દૃષ્ટિવિપર્યય એટલે કે અશ્રદ્ધા એ બે માનસિક પાપકર્મ છે.
[૩૪૫] બ્રહ્માદિપવીધ્યાતિ તીન્યર્વેિવિશ્વય: |
अतः सर्वैकवाक्यत्वाद् धर्मशास्त्रमदोऽर्थकम् ॥२०॥ અનુવાદ : વૈદિક મતવાળા વગેરે એને બ્રહ્માદિ પદના વાચ્ય તરીકે ઓળખાવે છે. આમ, સર્વમાં એકવાક્યતા હોવાથી ધર્મશાસ્ત્ર સાર્થક છે.
ભાવાર્થ : ભાષાનું સ્વરૂપ એવું છે કે એક પદાર્થ માટે એક કરતાં વધુ શબ્દો પ્રચલિત હોય છે. જેમ પદાર્થ માટે તેમ ભાવ કે વિચાર માટે પણ ભિન્નભિન્ન શબ્દો પ્રયોજાતા હોય છે. બીજી બાજુ કેટલીક વાર સમાનાર્થી શબ્દોમાં પણ અર્થછાયાનો સૂક્ષ્મ ભેદ રહેલો હોય છે. વ્રત, યમ, નિયમ વગેરે માટે પ્રાચીન કાળમાં જુદાં જુદાં દર્શનોમાં જે શબ્દો પ્રયોજાયા હતા એમાં પણ કેટલોક ફરક જોવા મળે છે. જે કાળે એક દર્શનવાળા “અહિંસા વગેરે શબ્દો પ્રયોજતા હતા તે કાળે વૈદિક મતવાળા “બ્રહ્મ' વગેરે શબ્દો પ્રયોજતા હતા. પરંતુ શબ્દોના જુદાપણાથી એ અહિંસાદિ ધર્મો પરસ્પર વિરુદ્ધ છે એમ નહિ કહી શકાય. વસ્તુત: અહિંસાદિ ધર્મો માટે વિચાર કરીએ તો આપણાં પ્રાચીન દર્શનોમાં એકવાક્યતા જણાય છે. એ એકવાક્યતા ભૂલ રૂપની હોય તો પણ સાર્થક છે અને ઉપયોગી છે. તત્ત્વવિચારની દૃષ્ટિએ તલસ્પર્શી અભ્યાસ કરવાથી એમાં જે કેટલોક સૂક્ષ્મ તફાવત રહેલો છે તે પણ સમજી શકાય છે
[૩૪૬] ai ઐતરંવ યુ રૂતિ વિજ્ય મહાત્મા !
शास्त्र परीक्षमाणेनाव्याकुलेनान्तरात्मना ॥२१॥ અનુવાદ: શાસ્ત્રની પરીક્ષા કરવાવાળા મહાત્માઓએ આમાં યોગ્ય સંભવ ક્યાં છે તે વિશે અંતરાત્મામાં અવ્યાકુળ રહીને ચિંતન કરવું જોઈએ.
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજ અહીં એમ કહે છે કે જો સર્વ દર્શનોમાં અહિંસા વગેરે ધર્મોની એકવાક્યતા જણાતી હોય તો પછી ક્યા દર્શનમાં, ક્યા ધર્મગ્રંથમાં એનું યથાર્થ સ્વરૂપ સવિશેષ
૧૮૮ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org