________________
અધ્યાત્મસાર
[૬૯] ઉમાતિ દેહવ્યાનંવનો વિષ૬ પમ્ |
तथारोहति सद्ध्यानं सूत्राद्यालंबनाश्रितः ॥३२॥ અનુવાદ : જેમ દઢ વસ્તુ(દ્રવ્ય)ના આલંબનવાળો વિષમ સ્થાન (પદ) ઉપર આરોહણ કરે છે તેમ સૂત્રાદિના આલંબનનો આશ્રય કરનાર સધ્યાન ઉપર આરૂઢ થાય છે. ' વિશેષાર્થ : આરોહણ એટલે ઉપર ચડવું. કોઈ વિકટ ઊંચા સ્થળે ચડવું હોય તો કશાકના આલંબનની જરૂર પડે છે. ઉપર ચડવા માટે ટેકો હોય તો કષ્ટ ઓછું પડે છે અને કાર્ય પાર પડે છે. અહીં ‘સૂત્ર' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. એમાં શ્લેષ રહેલો છે. સૂત્રનો એક અર્થ “વાચના” થાય છે. તેમ સૂત્રનો બીજો અર્થ ‘દોરડું” પણ થાય છે. પર્વતારોહણમાં દોરડાનો ઉપયોગ થાય છે. કેટલાંક શિખરો એવાં સીધાં અને ઊંચાં હોય છે કે એના પર સામાન્ય માણસથી ચડી જ ન શકાય. પરંતુ પર્વતારોહકો દોરડાનો ઉપયોગ કરીને એવાં વિષમ વિકટ શિખરો પર ચડી જાય છે. કૂવામાંથી બહાર આવવા માટે માણસ દોરડાનો ઉપયોગ કરે છે. લશ્કરના માણસો નાની ખીણ કે નાળાં દોરડાંની મદદથી ઓળંગી જાય છે. દોરડું આમ આલંબન તરીકે ઘણું મહત્ત્વનું છે. તેવી જ રીતે ધર્મ-ધ્યાનમાં આરોહણ કરવા માટે સૂત્ર એટલે વાચના, પૃચ્છના, પરાવર્તના વગેરે આલંબન તરીકે ઘણાં ઉપયોગી છે. સધ્યાન અથવા શુભ ધ્યાનમાં ઉચ્ચ શિખરો સર કરવાનું સરળ નથી. પણ સૂત્રાદિનું આલંબન હોય તો તે તેમાં સહાયરૂપ બને છે. [૬૧] આનંવના ભૂતપ્રચૂક્ષયયોતિઃ |
ध्यानाद्यारोहणभ्रंशो योगिनां नोपजायते ॥३३॥ અનુવાદ : આલંબનનો આદર ઉત્પન્ન થવાથી, વિદ્ગોના ક્ષયના યોગથી યોગીઓને ધ્યાનાદિના આરોહણનો વંશ થતો નથી. ' વિશેષાર્થ : વાચના, પૃચ્છના, પરાવર્તના ઇત્યાદિ આલંબનોને કારણે ધ્યાનયોગીઓ પોતાના ધર્મધ્યાનમાં દઢ બને છે. આમ થવામાં એક મહત્ત્વનું કારણ તે તેઓનો આલંબનો માટેના આદરભાવ, ભક્તિભાવ છે. આ આદર-બહુમાન તેઓને પોતાની સાધનામાં સહાયક બળ પૂરું પાડે છે. મોટા મોટા યોગીઓને પણ પોતાના ધ્યાનમાંથી ચલિત થવાના પ્રસંગો આવે છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયે તેમની સાધનામાં વિનો પણ આવે છે. પરંતુ જેઓને આલંબન માટે – સૂત્રાર્થની વાચના, પૃચ્છના, પરાવર્તના ઇત્યાદિ માટે, વિશુદ્ધ ભાવપૂર્વક આદર બહુમાન હોય છે તેઓના આલંબનમાં કર્મની નિર્જરા કરવાની, વિક્નોનો ક્ષય કરવાની શક્તિ હોય છે. એટલે આવા ધ્યાનયોગીઓની જ્યારે યોગમાંથી પતન થવાની સંભાવના હોય છે ત્યારે આ આલંબનો તેમના એ પતનને અટકાવીને તેઓને પાછા ધ્યાનયોગમાં સ્થિર કરી દે છે. [૧૧] મનોરોથવો ધ્યાનપ્રતિપત્તિમાં નિને !
शेषेषु तु यथायोगं समाधानं प्रकीर्तितम् ॥३४॥ અનુવાદ : જિનને વિશે મનોરોધ આદિ ધ્યાનની પ્રાપિ(પ્રતિપત્તિ)નો ક્રમ છે. બાકીનાઓ માટે તો યથાયોગ્ય સમાધાન કહેલું છે.
૩૫૪
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org