________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
વિશેષાર્થ : ધ્યાનને મન, વચન અને કાયાના યોગ સાથે સંબંધ છે. છદ્મસ્થના ધ્યાનમાં તો મન, વચન અને કાયાના વ્યાપારોનો કોઈ નિશ્ચિત ક્રમ નથી હોતો. પરંતુ શાસ્ત્રકારો કેવલી ભગવંતના શુકલ ધ્યાન વિશે સ્પષ્ટતા કરે છે. અહીં ‘જિન' શબ્દ કેવલીના અર્થમાં લેવાનો છે.
કેવળજ્ઞાની મહાત્માઓનો મોક્ષ પામવાનો અતિ નિકટનો કાળ જ્યારે હોય છે એટલે કે શૈલેશીકરણની પહેલાંના અંતર્મુહૂર્તનો કાળ હોય છે ત્યારે તેઓને શુકલ ધ્યાનના છેલ્લા બે પાયાનું ધ્યાન ચાલતું હોય છે.
એ વખતે તેઓ જે યોગનિરોધ કરે છે અર્થાત્ યોગનો નિગ્રહ કરે છે એમાં ક્રમ રહેલો હોય છે. તેઓ પહેલાં બાદર અને સૂક્ષ્મ મનોયોગનો નિગ્રહ કરે છે, પછી બાદર અને સૂક્ષ્મ વચનયોગનો નિગ્રહ કરે છે અને પછી બાદર ને સૂક્ષ્મ કાયયોગનો નિગ્રહ કરે છે. આમ મન, વચન અને કાયાના તેમના યોગના નિરોધનો નિશ્ચિત ક્રમ હોય છે.
આ થઈ કેવળજ્ઞાનીના શુક્લ ધ્યાનની વાત. પરંતુ જેઓ નીચેના ગુણસ્થાનકે હોય છે તેમને માટે ધ્યાનપ્રાપ્તિનો અમુક નિશ્ચિત ક્રમ નથી હોતો. તેઓને જે ક્રમથી યોગનું સમાધાન થાય એટલે કે ધ્યાનયોગમાં સ્થિરતા પ્રાપ્ત થાય તે જ તેમને માટે ધ્યાનપ્રાપ્તિનો ક્રમ હોય છે.
[૬૧૨] આજ્ઞાપાવિપાળાનાં સંસ્થાનય = ચિન્તનાત્। धर्मध्यानोपयुक्तानां ध्यातव्यं स्याच्चतुर्विधम् ॥३५॥
અનુવાદ : ધર્મધ્યાનમાં જોડાયેલા (ઉપયુક્ત થયેલા) દ્વારા આશા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતન કરવાથી તે (ધર્મધ્યાન) ચાર પ્રકારે ધરાય છે.
વિશેષાર્થ : શુભ અને પ્રશસ્ત એવા ધર્મધ્યાનના પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાનને દૂર કરવાં હોય તો શુભ ધ્યાન ધરવું જોઈએ. મનુષ્યનું ચિત્ત એવું વિલક્ષણ છે કે તે સતત કોઈક ને કોઈક વિચા૨માં પરોવાયેલું જ રહે છે. એ વિચારો શુભ પણ હોય અને અશુભ પણ હોય. એક વખત અશુભ ધ્યાનને જાગૃતિપૂર્વક અટકાવવામાં આવે તો શુભ ધ્યાન માટે અવકાશ થાય અને શુભ ધ્યાનમાં ચિત્ત પરોવાય. બીજી બાજુ એક વખત શુભ ધ્યાનમાં ચિત્તને જોડવામાં આવે તો અશુભ ધ્યાન આપોઆપ ઓછું થવા લાગે. ચિત્તમાં બંને પ્રકારની શક્યતાઓ રહેલી છે. જીવને આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચાવનાર ધર્મધ્યાન છે. આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન થવાનાં ચાર મોટાં કારણો છે : (૧) વિષયરાગ, (૨) હિંસા વગેરે પાપોનો રસ અને તે કરવામાં નિર્ભયતા, (૩) અહંકાર અને દીનતા અને (૪) અજ્ઞાન અને મૂઢતા. ધર્મધ્યાનના ચાર પ્રકાર આ ચાર કારણોને અટકાવનાર છે. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ધર્મધ્યાનના ચાર પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે. તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે :
आज्ञाऽपाय-विपाक-संस्थानविचयाय धर्म्यम् । એટલે કે ધર્મધ્યાન આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ચિંતન માટે છે. વિચય એટલે સંશોધન અથવા ગહન તત્ત્વચિંતન.
(૧) આજ્ઞાવિચય – આજ્ઞા એટલે જિનેશ્વર ભગવાનની આજ્ઞા. ભગવાનનું વચન તે આજ્ઞારૂપ છે એટલે કે જિનાગમો જિનાજ્ઞારૂપ છે. ભગવાનનાં વચનોમાં વિષયરાગના ત્યાગનો અને સમ્યક્ ચારિત્રનો બોધ આવી
Jain Education International2010_05
૩૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org