SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ-સોભાગ યોગાશ્રમ પ્રત્યેની અધ્યાત્મનિષ્ઠા, તેઓનો આત્મલક્ષી પુરુષાર્થ મારા હૃદયમાં તેઓ પ્રત્યે ખૂબ આદરભાવ જગાડે છે. ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ રચેલા અનેક ગ્રંથોમાંનો એક સર્વશ્રેષ્ઠ ગણી શકાય તેવો આ “અધ્યાત્મસાર' ગ્રંથ છે. શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ તેને પ્રકાશિત કરી રહ્યું છે તેનું ગૌરવ અનુભવું છું. શ્રી રાજ-સોભાગ આશ્રમ તથા સમગ્ર જૈન સમાજ વચ્ચે આ ગ્રંથ સેતુ બની રહેશે. આ ગ્રંથ એક એવી મહત્ત્વની મજબૂત કરી છે કે જેથી આ યોગાશ્રમ જૈન સમાજનું અભિન્ન અંગ ગણાશે એમ મારી ચોક્કસ માન્યતા ને ભાવના છે. - આ ગ્રંથને અનુવાદ સહિત પ્રકાશિત કરવામાં જે કોઈ મદદરૂપ થયા છે તે સર્વેને તથા લંડનનિવાસી શ્રીમતી મંગળાબેન તથા શ્રી અભયભાઈ મહેતાએ આપેલ આર્થિક સહકાર માટે તેઓને મારા ધન્યવાદ તથા અભિનંદન. તેમજ આ ગ્રંથનું સુંદર મુદ્રણ, પ્રૂફ રીડિંગ અને પ્રિન્ટિગ કાર્ય ખૂબ જ સારી રીતે કરી આપવા બદલ નૈષધ પ્રિન્ટર્સના શ્રી દશરથભાઈ તથા સર્વે તેમજ આ ગ્રંથમાં પ્રકાશિત મલ્ટિકલર ફોટા વિ.ને સુંદર રીતે સુશોભિત કરવા બદલ દુન્દુભિ પ્રિન્ટર્સના શ્રી જયેશભાઈને ધન્યવાદ તથા અભિનંદન. સંતોનું પરમ આશ્ચર્યકારક લોકોત્તર જીવન અસાધારણ હોય છે. તેઓના જીવનના ઉંડાણમાં જઈ સૂક્ષ્મતાએ જોનારને સત્યનાં દર્શન થાય છે. ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીનો જીવનપરિચય અલગથી અપાયેલો છે. તે વાંચતાં વાચકવર્ગને પોતાની અંદર પૂજ્ય શ્રી મહોપાધ્યાયજી માટે બહુમાનનો સુખરૂપ ઉદય થશે અને તે તેને ભાવની સંસિદ્ધિ તરફ આનંદથી લઈ જશે. પ.પૂ. મહોપાધ્યાયજી મહારાજ સાહેબના અનુભવજ્ઞાનનું ખાસ કરીને અધ્યાત્મ સાધકો પર જે અમૂલ્ય ઋણ છે તેને માટે તેઓના પાદપંકજમાં અનન્ય આત્મભાવે વંદન કરીએ છીએ. આશ્રમ તરફથી આ પૂર્વે “અધ્યાત્મસાર'ના પ્રકાશિત થયેલા ત્રણ અલગ ભાગોનું આ ઐક્ય સ્વરૂપ (એક ગ્રંથરૂપે પ્રકાશન) મુમુક્ષુ સાધક આત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્રની રત્નત્રયની એકતા સાધવા મદદરૂપ થાઓ. મુક્તિપંથના માનવીને મોક્ષપ્રયાણાર્થે આ ગ્રંથના સૂક્ષ્મ અધ્યયનથી પાત્રતા પ્રાપ્ત થાઓ ને ઉર્ધ્વગમનાર્થે–ઉડ્ડયનાર્થે પાંખો પણ મળી રહો. એ જ વીતરાગ પ્રભુ પાસે અભ્યર્થના ! સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો ! લિ. પૂ. બાપુજી જન્મશતાબ્દી વર્ષ પ્રકાશન સમિતિ વતી, ફાગણ સુદ ૨, વિ.સં. ૨૦૬૦ સંતચરણસેવક તા. ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૦૪ નલિનભાઈ કોઠારી (ભાઈશ્રી) શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સાયલા Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy