SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન જેઓની નિશ્રામાં આપણું જીવન ઈશ્વરસાક્ષાત્કારની પ્રક્રિયા બન્યું, આપણે પરમ-નિજસત્તા પ્રતિ આધ્યાત્મિક આરોહણ કર્યું, દિવ્યસિદ્ધિ તરફ આપણને ગતિ પ્રાપ્ત થઈ, એવા આપણા સદ્ગુરુદેવ પ.પૂ. બાપુજીની (શ્રી લાડકચંદ માણેકચંદ વોરાની) જન્મશતાબ્દી વર્ષની ઊજવણીના ભાગરૂપે આ ઉત્તમ અધ્યાત્મગ્રંથ “અધ્યાત્મસાર” મુમુક્ષુ આત્માઓને પ્રાપ્ત થાય છે તેનો આહ્વાદ અનુભવું છું. આત્માર્થી સાધકના કેટલાયે ઉચ્ચ ભવ્ય ગુણોને મૂર્તસ્વરૂપે પ.પૂ. બાપુજીમાં આપણે જોઈ શક્યા એમના શાંત ચહેરા પર અંતરઆનંદની છાયા, સ્થિર તેજસ્વી નિરામય નયનો, અનુભવયુક્ત મધુર સત્યોશ્રયી વાણી, તેઓની મુખમુદ્રા, તેઓના વિચારો તથા આચારોનો પ્રભાવ પ્રત્યક્ષ પરિચયમાં આવનાર પ્રત્યેક પર એવો પડતો કે તે સુખપ્રદ, હિતરૂપ ને સ્થિર રહેતો. જે અધ્યાત્મગ્રંથ તેઓમાં રહેલા મોહભાવને તોડવામાં મદદરૂપ થયો, આત્મલક્ષી જીવન જીવવા માટે જેણે બળ આપ્યું, આત્મચરિત્ર ખીલવવા અને ટકાવી રાખવા માટે જે આધારરૂપ બન્યો તે છે ન્યાયાભાનિધિ, ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજકૃત સંસ્કૃત ગ્રંથ “અધ્યાત્મસાર”. પ.પૂ. બાપુજી પરમ આદર તથા પુલકિત મનથી મહોપાધ્યાયજીનો તથા તેઓએ રચેલા આ શાસ્ત્રગ્રંથનો ઋણ સ્વીકાર કરતા. મહોપાધ્યાયજીનું નામ લેતાં જ તેઓનું હૈયું હર્ષવિભોર બની જતું અને તેમના ચહેરા પર તેની લાલિમાં છવાઈ જતી. સાધનાકાળ દરમ્યાન પોતાના ગુરુવર્ય પ.પૂ. છોટાભાઈ દેસાઈ સાથે સાયલાના ઉપાશ્રયમાં પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી આ “અધ્યાત્મસાર'નું અમૃતપાન તેઓએ કર્યું હતું. આચાર્ય શ્રી મણિદ્મસાગરજીની બોધ આપવાની શૈલીને તથા તેઓ સાથેના સંસ્મરણોને પ્રસન્નચિત્તે યાદ કરીને ૫.પૂ. બાપુજી ગુણીના ગુણનો તથા ઋણનો હમેશાં સ્વીકાર કરતા. પૂ. બાપુજીની સાથોસાથ હું પણ આવો જ પ્રશસ્તભાવ આજે વેદી રહ્યો છું. આ ચેતનગ્રંથનો સ્વાધ્યાય વર્ષોથી આશ્રમના સહુ મુમુક્ષુઓ સતત કરી રહ્યા છે. આ ગ્રંથમાં મહોપાધ્યાયજીએ અધ્યાત્મમાહાભ્ય અધિકારથી અનુભવ અધિકાર સુધી ક્રમશઃ આખો મોક્ષમાર્ગ પ્રકાશ્યો છે. “અધ્યાત્મસાર' ગ્રંથના નિત્ય અધ્યયન-શ્રવણથી આત્માની ઓળખાણ અર્થાત આત્મપરિચય કેળવાય છે. પરમ આદરણીય ડૉ. રમણભાઈ ચી. શાહે સર્વજન સમજી શકે એવી સરળ ભાષામાં આ ગ્રંથનો અનુવાદ તથા વિશેષાર્થ ભરી આપ્યો છે. દરેક શ્લોકમાં રહેલો ગૂઢ આશયમર્મ સ્પષ્ટ રીતે વાચકવર્ગને સમજાવ્યો છે. આજે ડૉ. રમણભાઈ આખાએ જૈન સમાજનું ગૌરવ છે. એટલા વિનમ્ર કે તેઓની સાથે રહેતાં, વાતચીત કરતાં મને ક્યારેય પણ તેઓની વિદ્વત્તાનો ભાર નથી લાગ્યો. સાક્ષર છતાંએ ખૂબ જ સરળ, નાના માણસને પણ જેઓ ખૂબ પ્રેમથી બોલાવે. સામેવાળી વ્યક્તિના નાના ગુણોને પણ થાબડે. તેઓને રમૂજી સ્વભાવ ગમે તેવા તંગ વાતાવરણને હળવું કરી નાંખે. “અધ્યાત્મસારનું અઘરું ગણાય એવું કાર્ય ડૉ. રમણભાઈએ જે સહજતાથી નિષ્પન્ન કર્યું છે તે ચોક્કસ સુચિત કરે છે કે સરસ્વતી માતાની કૃપા ડૉ. રમણભાઈ પર નિરંતર વરસી રહી છે. પ.પૂ. બાપુજી પ્રત્યેની તેઓની આશ્રયભક્તિ, Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy