________________
ભુવનભાનુસૂરિજી મહારાજના પ્રશિષ્ય પ.પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજે કેટલાક શ્લોકોના અર્થઘટનમાં સહાય કરી હતી એ માટે એમનો પણ ઋણી છું.
મારા મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઈ સુખલાલ મહેતા અને એમનાં ધર્મપત્ની સૌ. મંગળાબહેને તથા એમના પરિવારે આ બીજી આવૃત્તિના પ્રકાશનખર્ચની તમામ જવાબદારી ઉપાડી લીધી છે એ માટે કૃતજ્ઞતાનો ભાવ દર્શાવું છું અને એમના ઉદાર સહયોગની અનુમોદના કરું છું. એમની ભાવનાશીલ તત્પરતા વગર આ ગ્રંથનું લેખન-પ્રકાશન શક્ય ન બન્યું હોત.
‘અધ્યાત્મસાર’ના લેખનકાર્ય માટે મુંબઈથી સાયલા આશ્રમમાં જવાઆવવા માટે દરેક વખતે ચીવટપૂર્વક વ્યવસ્થા કરી આપનાર બહેન શ્રી મીનળબહેનને કેમ ભૂલાય ? આશ્રમના અમારા નિવાસ દરમિયાન જેમના તરફથી વિવિધ પ્રકારનો સહકાર સાંપડ્યો છે તે લંડનનિવાસી શ્રી વિનુભાઈ તથા સૌ. સુધાબહેનને પણ યાદ કરીએ છીએ. આશ્રમનાં અન્ય મુમુક્ષુ ભાઈબહેનોનું સ્મરણ તાજું થાય છે. અમારી વ્યવસ્થા માટે દેખરેખ રાખનાર શ્રી દિલીપભાઈ વોરા (પૂ. બાપુજીના સુપુત્ર), મેનેજર શ્રી માવજીભાઈ તથા અન્ય કર્મચારીગણ વગેરે સર્વ પ્રત્યે અંતઃકરણપૂર્વક આભારની લાગણી દર્શાવું છું.
‘અધ્યાત્મસાર’જેવા તત્ત્વસભર, શાસ્ત્રીય ગ્રંથના અનુવાદ-વિશેષાર્થના લેખનકાર્યમાં મારી છદ્મસ્થાવસ્થાને લીધે, અનવધાનદોષ કે મતિમંદતાને કારણે કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય, કર્તાના આશયને અમાન્ય હોય એવું કે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે માટે મિચ્છા મિ દુક્કડં !
આ ગ્રંથ મુમુક્ષુઓના કલ્યાણનું નિમિત્ત બની રહો એ જ અભ્યર્થના !
મુંબઈ
પૂ. બાપુજી જન્મશતાબ્દી વર્ષ
ફાગણ સુદ ૨, વિ.સં. ૨૦૬૦ તા. ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૦૪
Jain Education International2010_05
5
For Private & Personal Use Only
રમણલાલ ચી. શાહ
www.jainelibrary.org