________________
અધ્યાત્મસાર'ના અનુવાદ અને વિશેષાર્થ માટે મેં પુરોગામી મહાત્માઓમાં ૫.પૂ. શ્રી વીરવિજયજી મહારાજ, પ.પૂ. શ્રી ગંભીરવિજયજી મહારાજ અને પ.પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજના ગ્રંથોનો આધાર લીધો છે. તે માટે તેઓનો ઋણી છું. “અધ્યાત્મસાર” અંગે વિશેષ આનંદની વાત એ છે કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સ્વહસ્તે લખેલી પ્રત સંવેગી જૈન ઉપાશ્રય-જ્ઞાનભંડાર, હાજા પટેલની પોળ, અમદાવાદમાં ઉપલબ્ધ છે. એના પરથી તૈયાર કરવામાં આવેલી સુવાચ્ય નકલ પ.પૂ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજે મને સુલભ કરી આપી હતી એ બદલ એમનો ઋણી છું. આ હસ્તપ્રત સુલભ હોવાથી પાઠાન્તર કે પાઠ- નિર્ણયનો પ્રશ્ન રહ્યો નથી.
“અધ્યાત્મસાર' પૂ. બાપુજીના પ્રિય ગ્રંથોમાંનો એક ગ્રંથ છે. એથી જ આશ્રમમાં આરંભકાળથી જ એમણે “જ્ઞાનસાર'ની સાથે સાથે “અધ્યાત્મસારને પણ મુમુક્ષુઓ માટેના દૈનિક સ્વાધ્યાયના કાર્યક્રમમાં સ્થાન આપ્યું હતું, જે નિયમિત ચાલ્યા કરે છે. એટલે જ મુમુક્ષુઓ માટેના આ મૂલ્યવાન ગ્રંથનો અનુવાદ-વિશેષાર્થ મેં આશ્રમના મુમુક્ષુઓને લક્ષમાં રાખીને શક્ય એટલો સરળ બનાવ્યો છે.
આ ગ્રંથના પહેલા ભાગનું લખાણ તૈયાર થયું ત્યારે પૂ. બાપુજી ૯૩ વર્ષની વયે મુંબઈ આવીને, શ્રી વિનાયકભાઈના ઘરે રહીને, આશ્રમના બધા બ્રહ્મનિષ્ઠોની ઉપસ્થિતિમાં શબ્દશઃ સાવંત જોઈ ગયા હતા અને એ પ્રકાશિત થતાં એમણે પોતાની હયાતીમાં જ આશ્રમમાં એનો સ્વાધ્યાય ચાલુ કરાવી દીધો હતો. મારે માટે એ પરમ આનંદ અને સંતોષની વાત હતી. ત્યાર પછી બીજા અને ત્રીજા ભાગનું પ્રકાશન જોવા તેઓ વિદ્યમાન ન રહ્યા એ વાતનો મનમાં રંજ રહી ગયો. અલબત્ત, એમના પુણ્યાત્માની દિવ્ય આશિષ તો સતત વરસતી જ રહી છે.
આ ‘અધ્યાત્મસાર'ની પહેલી આવૃત્તિ ત્રણ ભાગમાં પ્રગટ થઈ હતી. પહેલો ભાગ વિ.સં. ૨૦૫૩માં, બીજો ભાગ વિ.સં. ૨૦૫૭માં અને ત્રીજો ભાગ વિ.સં. ૨૦૫૮માં પ્રગટ થયો હતો. એમાં પહેલામાં શ્લોક નં. ૧ થી ૩૨૫, બીજામાં શ્લોક નં. ૩૨૬ થી ૬૭૭ અને ત્રીજામાં ૬૭૮ થી ૯૪૯ સુધીનું લખાણ પ્રગટ થયું હતું. લગભગ છ વર્ષના ગાળામાં “અધ્યાત્મસાર'નું લેખન-પ્રકાશનનું કાર્ય પૂરું થયું હતું.
અધ્યાત્મસાર'ની પહેલી આવૃત્તિ વખતે એનું લખાણ જોઈ આપીને ઉપયોગી સૂચનો કરવા બદલ આશ્રમનાં પૂ. ગુરુમૈયા શ્રી સદ્દગુણાબહેન શાહ, પૂ. ભાઈશ્રી (શ્રી નલિનભાઈ), શ્રી રસિકભાઈ, શ્રી લલિતાબહેન, શ્રી વિનુભાઈ, શ્રી ભૂપતભાઈ, શ્રી વિક્રમભાઈ, શ્રી મીનળબહેન તથા અન્ય બ્રહ્મનિષ્ઠો તેમજ મારા વડીલ મિત્ર ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા, ડૉ. નગીનભાઈ જી. શાહ, પ્રો. ચંદ્રિકાબહેન પંચાલી, આચાર્ય ડૉ. ઉપેન્દ્રભાઈ દવે, શ્રી નરેશચંદ્ર ડાહ્યાભાઈ તથા મારાં ધર્મપત્ની પ્રો. તારાબહેન શાહ – આ સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું.
આ ગ્રંથની પહેલી આવૃત્તિ છપાઈ ગયા પછી મારી વિનંતીને માન આપી, ત્રણે ભાગ સાદ્યત શબ્દશઃ ચીવટપૂર્વક તપાસી જઈને તેમાં અર્થની દૃષ્ટિએ તથા મુદ્રણની દૃષ્ટિએ રહી ગયેલી ક્ષતિઓ પ્રત્યે મારું ધ્યાન દોરીને ઘણાં મહત્ત્વનાં ઉપયોગી સૂચનો કર્યા એ માટે કચ્છના પાર્જચંદ્રગચ્છના શ્રી ભુવનચંદ્રજી મહારાજનો અત્યંત ઋણી છું. તદુપરાંત પ.પૂ. સ્વ. શ્રી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org