________________
પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર
[૧૯૬] રૂદ જુપુષ્પપૂર્તિ વૃતિપત્નીમુપાઈ શેતે !
विमले सुविकल्पतल्पके व बहिःस्पर्शरता भवन्तु ते ॥१४॥ અનુવાદઃ આ લોકમાં જેઓ ગુણરૂપી પુષ્પોથી ભરેલી, નિર્મળ સુવિકલ્પરૂપી શયામાં ધૃતિરૂપી પત્નીને આલિંગન દઈને સૂઈ જાય છે, તેઓ પછી બહારના સ્પર્શમાં આસક્ત કેમ થાય?
વિશેષાર્થ : સંસારી જનોના સુખભોગ સ્થૂલ પ્રકારનાં, નાશવંત અને ખેદ, ગ્લાનિ વગેરે ભાવોને જન્માવનાર છે. કોઈને લાગે કે યોગી માહાત્માઓના જીવનમાં આ બધું ખૂટે છે. પરંતુ વસ્તુતઃ તેઓ કશું જ ગુમાવતા નથી. આપણી પ્રાચીન રૂપકશૈલીએ આ બધી વસ્તુઓને ઘટાવવામાં આવે તો યોગીજનો વધારે સુખ માણે છે એમ કહી શકાય. તેઓ પાસે શ્રદ્ધા, ક્ષમા, માર્દવ, આર્જવ, કરુણા, સંતોષ, સત્ય, સંયમ વગેરે ગુણરૂપી પુષ્પોથી ભરેલી શવ્યા છે કે જે ક્યારેય કરમાતી નથી. એ શધ્યા સુવિકલ્પથી નિર્મળ છે. એ ક્યારેય ગંદી થતી નથી. યોગી મહાત્માઓની પત્ની તે ધૃતિ (ધીરજ) છે, જે સ્વસ્થ છે. એને ઉતાવળ નથી અને ગભરાટ નથી. આવી પત્ની સાથે જેને શય્યાસુખ માણવા મળતું હોય તેને બાહ્ય સ્પર્શમુખની કોઈ ખેવના રહે નહિ. શય્યામાંથી ઊઠ્યા પછી સંસારી ભોગીજન થાકેલો, ઉદાસીન, નિસ્તેજ દેખાય છે. અધ્યાત્મના રસમાં નિમગ્ન એવા યોગીજન વધુ ઉત્સાહી, વધુ પ્રસન્ન અને વધુ તેજવંત જણાય છે. એટલે જ યોગીજનના જીવનમાં કશું ખૂટતું નથી કે તેઓ કશું ગુમાવતા નથી. [૧૯] ઃિ નિવૃતિમેવ વિઘતાં ન મુદ્દે વન્યૂનત્રેપનાવિધ: |
विमलत्वमुपेयुषां सदा सलिलस्नानकलाऽपि निष्फला ॥१५॥ અનુવાદ : હૃદયમાં કેવળ નિવૃતિ (અપાર આનંદ) ધારણ કરનારાને ચંદનનો લેપ કરવાથી આનંદ થતો નથી. સદા નિર્મળ રહેનારા તેઓને માટે જળસ્નાનની વિધિ પણ નિષ્ફળ છે.
વિશેષાર્થ : શરીરની શીતળતા માટે ચંદનનો લેપ કરવામાં આવે છે. કેટલાક મસ્તકે તથા છાતીએ પણ લેપ કરે છે. એવો લેપ કામોત્તેજક પણ હોય છે અને વિરહાનલને શાંત કરનાર પણ હોય છે. સ્પર્શેન્દ્રિયના આનંદ માટે બાવનાચંદનનો લેપ થાય છે. એ આનંદ પૌદ્ગલિક છે અને ઇન્દ્રિયો દ્વારા ભોગવાય છે. પરંતુ જે મહાત્માઓનાં હૃદય આત્મસ્વરૂપમાં રમણતા કરવા રૂપ આનંદથી ભરપૂર છે તેઓને આ સ્થૂલ ભૌતિક આનંદની શી પડી હોય ? એવો આનંદ તેઓને તુચ્છ, નીરસ, નિરર્થક તથા અવળી દિશામાં લઈ જનારો લાગે છે.
જેમ ચંદનનો લેપ નિરર્થક છે તેમ સ્નાનવિધિ પણ તેઓને નિરર્થક લાગે છે. જળસ્નાન શરીરનો મેલ દૂર કરવા માટે મુખ્યત્વે હોય છે. પરંતુ શરીરના મેલ કરતાં કર્મના મળને દૂર કરવો એ મહત્ત્વનું છે. જે મહાત્માઓએ તપ, જપ, સંયમ અને ધ્યાન દ્વારા પોતાના અંતરંગ મેલને અલ્પ કરી નાખ્યો હોય છે તેઓનાં સ્થૂલ ઔદારિક શરીર પણ કુદરતી રીતે, ઓજસ્ તત્ત્વના પ્રભાવે, નિર્મળ રહે છે. તેઓને પૂલ જળસ્નાનની આવશ્યકતા રહેતી નથી.
૧૦૭. For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org