SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર [૧૯૮] રગળયન્તિ નનુ: સ્વમર્થવત્પુરતોાસપુણેન મોગિનઃ । मदनाहिविषोग्रमूर्च्छनामयतुल्यं तु तदेव योगिनः ॥ १६ ॥ અનુવાદ : ભોગીજનો કામભોગના વિલાસરૂપ સુખ વડે પોતાના જન્મને સાર્થક માને છે, પરંતુ યોગીઓ તો તેને કામદેવરૂપી સર્પના વિષની ઉગ્ર મૂર્છા તુલ્ય માને છે. વિશેષાર્થ : ભોગી અને યોગી વચ્ચેની દૃષ્ટિમાં કેટલો બધો ફરક હોય છે ! બંનેની દૃષ્ટિ સામસામા છેડે આવેલી જોઈ શકાય છે. ભોગીજનોને માટે સ્થૂલ ઇન્દ્રિયાર્થ સુખ એ જ સાચું સુખ છે એમ જોવા મળે છે. સ્પર્શેન્દ્રિયાદિ સર્વ ઇન્દ્રિયોનાં વિવિધ સાંસારિક સુખોમાં કામભોગનું સુખ સૌથી ડિયાતું તેઓને લાગે છે. સ્રીપુરુષની રતિક્રીડા એટલે જાણે જીવનની સાર્થકતા. એનાથી ચડિયાતું બીજું કોઈ સુખ જ ન હોઈ શકે એવા ભ્રમમાં ભોગીઓ રહે છે, પરંતુ તત્ત્વદૃષ્ટિ ધરાવનાર યોગી મહાત્માઓ તો સમજતા હોય છે કે એ સાંસારિક સુખમાં પણ કેટલું બધું પાપ રહેલું છે. જે સુખને ભોગીઓ અમૃતતુલ્ય ગણે છે એ સુખ વસ્તુતઃ વિષતુલ્ય છે. કામભોગ વખતે માણસ મોહાંધ બની જાય છે. પણ હકીકતમાં તો કામદેવરૂપી સર્પે મારેલા ડંખને લીધે આખા શ૨ી૨માં વ્યાપેલા વિષને કારણે આવેલી એ મૂર્છા છે. એ જીવલેણ નીવડવાની છે. [૧૯૯] વિમે વિષયા: વિજ્ઞાિ ન મુદ્દે પિ વિર શ્વેતમામ્ । परलोकसुखेऽपि निःस्पृहाः परमानंदरसालसा अमी ॥१७॥ અનુવાદ : એટલે જ વિરક્ત ચિત્તવાળાઓને આ લોકના કોઈપણ વિષયો આનંદ આપી શકતા નથી. પરમાનંદના રસમાં મગ્ન બનેલા તેઓ પરલોકના સુખ વિશે પણ નિઃસ્પૃહ હોય છે. વિશેષાર્થ : સંસારના જીવો ઇન્દ્રિયસુખ પાછળ દોટ મૂકે છે. આ સુખ જ ભોગવવા યોગ્ય છે એમ તેઓ સમજે છે. ‘આજનો લ્હાવો લીજીએ, કાલ કોણે દીઠી છે’એવી માન્યતામાં તેઓ રાચે છે. આ એમની ભ્રામક માન્યતા છે. સંસારમાં સર્વ જીવોને સર્વકાળ માટે યથેચ્છ સુખ સાંપડી રહે છે એવું નથી. સંસાર એવાં ભૌતિક સુખો કરતાં દુ:ખોથી વધારે ભરેલો છે. કેટલાક લોકોની મતિ અવળી રીતે કામ કરે છે. તેઓને પરલોકનાં એટલે કે અન્ય ભવનાં અથવા દેવગતિનાં સુખ વધારે વહાલાં લાગે છે. એ મેળવવા માટે તેઓ આ જન્મમાં ઘણું કષ્ટ વેઠે છે. એવા આશયથી તેઓ તપશ્ચર્યા કરે છે. પરંતુ દેવગતિનાં એ સુખો પણ પૌદ્ગલિક અને નાશવંત છે. વિરક્ત ચિત્તવાળા જ્ઞાની મહાત્માઓને શ્રીમંતોનાં કે ચક્રવર્તીઓનાં સાંસારિક સુખ આકર્ષી શકતાં નથી. સ્વભાવમાં રમણતાના સુખ આગળ આ સુખ તેઓને તુચ્છ અને બાધાકારક લાગે છે. વૈરાગ્યવાન આત્માઓ તો દેવગતિનાં એવાં સુખ મેળવવા માટે પણ ઉદાસીન રહે છે. તેઓ તો પરમાનંદમાં જ મગ્ન રહે છે. સ્વરૂપાનંદમાં જ તેઓ લીન રહે છે. આ પરમાનંદ ભવભ્રમણ ઘટાડે છે અને મુક્તિસુખ તરફ લઈ જાય છે. મુક્તિસુખ એ સર્વોચ્ચ સુખ છે. એ પરમાનંદ જ છે. [૨૦૦] મમોવિષાવમત્સર-જ્વરવાધાવિધુરા: સુરા અપિ । विषमिश्रितपायसान्नवत् सुखमेतेष्वपि नैति रम्यताम् ॥१८॥ અનુવાદ : દેવતાઓ પણ મદ, મોહ, વિષાદ, મત્સરના જ્વરથી વ્યાકુળ રહે છે. તેથી તેઓનું સુખ પણ વિષથી મિશ્રિત થયેલી દૂધની વાનગીની જેમ સુંદર લાગતું નથી. Jain Education International2010_05 ૧૦૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy