SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર વિશેષાર્થ : દેવગતિમાં એકાન્ત ભૌતિક સુખ છે એમ ન કહી શકાય. દેવોને પણ પોતાની ઋદ્ધિ, પદવી, દેવાંગનાઓ વગેરેની સમસ્યાઓ હોય છે. પરસ્પરના વ્યવહારને કારણે દેવગતિમાં પણ અહંકાર, રાગદ્વેષ, ખેદ, ઈર્ષ્યા વગેરેનો પરિતાપ રહે છે. એટલે જો તેઓને સુખ હોય તો પણ તે સર્વાશે નિર્ભેળ બોમાં પણ આવા મલિન ભાવો ભળે છે. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે દૂધની સરસ વાનગી બનાવવામાં આવી હોય, પણ જો કહેવામાં આવે કે તેમાં વિષનું બિંદુ પડી ગયું છે, તો તે વાનગી સ્વાદમાં ગમે તેટલી મિષ્ટ લાગે તો પણ તે ખાનારને ઝાડા-ઊલટી થાય છે અને અંતે તે મરણને શરણ થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે જેનામાં મોક્ષગતિનાં સુખની સમજ આવી છે અને તે માટે લગની લાગી છે તેને દેવગતિનાં સુખ પ્રત્યે પણ ભાવ થશે નહિ. [૨૦૧] સમUવિરત વહ્નિના હવાગ્ધાનિનવીuિતેન યત્ | त्रिदशैर्दिवि दुःखमाप्यते घटते तत्र कथं सुखस्थितिः ॥१९॥ અનુવાદ : બહુ આંસુઓરૂપી વાયુ વડે રમણીઓના વિરહનો અગ્નિ જેમનો પ્રજ્વળી રહ્યો છે એવા દેવો પણ દેવલોકમાં દુખ અનુભવે છે. ત્યાં સુખની સ્થિતિ કેવી રીતે ઘટી શકે? વિશેષાર્થ : મનુષ્ય કરતાં દેવોને સ્વર્ગમાં સુખ વધારે ભોગવવા મળે છે. દેવો પાસે વૈક્રિય લબ્ધિ, દીર્ઘ આયુષ્ય, અવધિજ્ઞાન વગેરે હોય છે. એમની ભોગોપભોગની બધી ઇચ્છાઓ તરત સંતોષાય છે. સ્વર્ગલોકમાં સુખ ખરું, પણ તે ભૌતિક પ્રકારનું સુખ છે. તે પારમાર્થિક સુખ નથી. વળી જે સુખ છે તે પણ એકાન્ત સુખ નથી. સ્વર્ગના દેવોને પણ દુઃખ હોય છે. તેઓને પણ જયારે પોતાની દેવીનો વિરહ થાય ત્યારે તેઓ પણ આંસુ સારતા હોય છે. આવાં તો જાતજાતનાં દુઃખો દેવોને પણ હોય છે. એટલે સ્વર્ગ એટલે નર્યું સુખ એવા ભ્રમમાં રહેવું ન જોઈએ. વળી સ્વર્ગનું આયુષ્ય પૂરું થતાં સ્વર્ગીય જીવન પણ પૂરું થઈ જશે એ વાત પણ ભૂલવી ન જોઈએ. [૨૦૨] પ્રથમ વિમાનસંઘવી વ્યવસ્થાપિ દિવો વિચિન્તનાત્ | हृदयं न हि यद्विदीर्यते धुसदां तत्कुलिशाणुनिर्मितम् ॥२०॥ અનુવાદ : દેવલોકમાંથી ચ્યવન થવાનું છે એવા વિચારથી મોટા વિમાનની સંપદાવાળા દેવોનું હૃદય વિદીર્ણ થતું નથી. તેથી એમ લાગે છે કે તેમનું હૃદય વજના પરમાણુનું બનેલું હશે ! વિશેષાર્થ : દેવલોકમાં દેવોનાં વિમાનની સંપત્તિ-સમૃદ્ધિ ઘણી મોટી હોય છે. દેવોનું આયુષ્ય જ્યારે પૂરું થવા આવે છે અને અવનકાળ નજીકમાં હોય છે ત્યારે પોતાની આટલી બધી સમૃદ્ધિ છોડીને પોતે હવે ચાલ્યા જવાનું છે એ વાતે દેવોને દુઃખ થાય છે. તેમનાં મુખ કરમાવા લાગે છે. આવું દુઃખ મનુષ્યને માથે પડે તો તેનું હૃદય ફાટી જાય. આવું દુઃખ તે જીરવી ન શકે. પરંતુ દેવોનું હૃદય વિદીર્ણ થતું નથી. એના ટુકડા થતા નથી. માટે કલ્પના કરવામાં આવે છે કે તેઓનાં હૃદય શું વજના પરમાણુઓથી બનેલાં હશે ! વજ એવો પદાર્થ છે કે એના પ્રહારથી પર્વતો તૂટી જાય છે. પરંતુ વજ ઉપર પ્રહારો કરવા છતાં તેને કશું થતું નથી. દેવોનાં હૃદયની જડતાનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. Jain Education Interational 2010_05 For Privalosonal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy