________________
અધ્યાત્મસાર
[૨૦૩] વિષયેષુ રતિઃ શિવાધિનો ન તિસ્તિ વિસ્તાઽવ્રતાપિ । घननंदनचंदनार्थिनो - गिरिभूमिष्वपरद्रुमेष्विव
||૨||
અનુવાદ : જેમ ગાઢ નંદનવનનાં ચંદનવૃક્ષોની ઇચ્છાવાળાને ગિરિભૂમિમાં કે બીજે આવેલાં બીજાં અનેક વૃક્ષો પ્રત્યે પ્રીતિ થતી નથી, તેમ મોક્ષની અભિલાષાવાળાને ચારે ગતિ વિશે કે તેમાં રહેલા વિષયો વિશે પ્રીતિ થતી નથી.
વિશેષાર્થ : જે શિવાર્થી છે અર્થાત્ મોક્ષાર્થી છે તેને સંસારનાં કોઈ પણ પ્રકારનાં પૌદ્ગલિક સુખમાં રસ પડતો નથી. દેવતા, નારકી, મનુષ્ય અને તિર્યંચ એ ચારે ગતિમાં પૌદ્ગલિક સુખના વિવિધ વિષયો છે. પરંતુ એ સુખ તુચ્છ, ક્ષણજીવી અને આત્માને સંસારમાં રખડાવનાર અને ભવભ્રમણ વધારનાર છે. એવાં સુખમાં સુખબુદ્ધિ કરાય નહિ. જેને એક વખત મોક્ષના સુખની લગની લાગે તેને પછી સંસારનાં સુખમાં રતિ ઉત્પન્ન થાય નહિ. ગ્રંથકાર આ સમજાવવા અહીં સરસ ઉપમા આપે છે કે જેને મેરુ પર્વત પરના નંદનવનનાં ચંદનવૃક્ષની અભિલાષા જાગી હોય તેને બીજા ગમે તેવા પર્વતોમાં ઊગતાં ભાતભાતનાં વૃક્ષોથી સંતોષ થાય નહિ. વનમાં સર્વોત્તમ તે નંદનવન છે અને એનાં વૃક્ષોમાં સર્વોત્તમ તે ચંદનવૃક્ષ છે. જ્યારે શ્રેષ્ઠ વૃક્ષની પ્રાપ્તિ થતી હોય ત્યારે સામાન્ય વૃક્ષનાં લાકડાંમાં કોણ જીવ ઘાલે ? તેવી રીતે જેમને મોક્ષના સુખોની અભિલાષા જાગી હોય તેમને સાંસારિક સુખોની ઇચ્છા ક્યાંથી રહે ?
[૨૦૪] કૃતિ શુદ્ધમતિસ્થિીતાપ વૈરાયરસસ્ય યોશિનઃ ।
स्वगुणेषु वितृष्णतावहं परवैराग्यमपि प्रवर्तते ॥२२॥
અનુવાદ : આ રીતે શુદ્ધ બુદ્ધિ વડે જેઓએ ‘અપર’ પ્રકારના (વિષયો પ્રત્યેના) વૈરાગ્ય રસને સ્થિર કર્યો છે એવા યોગીઓને આત્માના ગુણો વિશે નિસ્પૃહતારૂપી ‘પર-વૈરાગ્ય' પણ પ્રવર્તે છે.
વિશેષાર્થ : આ અધિકારના પ્રથમ શ્લોકમાં ‘અપર’ વૈરાગ્ય અને ‘પર' વૈરાગ્ય એવા બે પ્રકારના વૈરાગ્યની વાત કહી છે. વિષયો તરફના વૈરાગ્યને અપર (નીચેની કોટિનો) વૈરાગ્ય અને સ્વગુણ પ્રત્યેના વૈરાગ્યને પ૨ (ઊંચી કોટિનો) વૈરાગ્ય કહ્યો છે. જ્યાં સુધી વિષયો પ્રત્યેનો વૈરાગ્ય સ્થિર થતો નથી ત્યાં સુધી સ્વગુણ પ્રત્યેનો વૈરાગ્ય આવતો નથી. સ્વગુણ પ્રત્યે પૂરો વૈરાગ્ય હોય અને વિષયો પ્રત્યે વૈરાગ્ય ન હોય એવી સ્થિતિ ક્યારેય સંભવિત નથી. વિષયો પ્રત્યેના વૈરાગ્યને પણ ઉત્તરોત્તર વધુ અને વધુ સ્થિર અને દઢ કરતાં જ જવું જોઈએ. તે માટે જરૂર છે વિશુદ્ધ ચિત્તની.
જ્યારે વિષયો પ્રત્યેના વૈરાગ્ય પછી આત્માના ગુણો ખીલવા લાગે છે ત્યારે પોતાના તેવા ગુણો માટે અભિમાન થવાનો સંભવ રહે છે. વળી એ ગુણો દ્વારા થતી ઇસિદ્ધિ માટે લાલસા જાગવાનો પણ સંભવ રહે છે. એ ગુણોને પ્રતાપે જો લબ્ધિઓ પ્રગટ થાય તો તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. પરંતુ મહાન યોગીઓ સ્વગુણ પ્રત્યે પણ નિઃસ્પૃહ, ઉદાસીન, વૈરાગી રહે છે. તેમનો વૈરાગ્ય એવી ઉત્કૃષ્ટ કોટિનો હોય છે.
Jain Education International2010_05
૧૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org