________________
અધ્યાત્મસાર
[૧૯૪] ‘વિષમાયતિમિનું જિંત્ર સૈ: ટમાપાતસુલૈવિાિિમ: ।
नवमेऽनवमे रसे मनो यदि मग्नं सतताऽविकारिणि ॥१२॥
અનુવાદ : જો સદાય અવિકારી અને દોષરહિત એવા નવમા રસમાં (શાન્ત રસમાં) ચિત્ત મગ્ન બને તો પછી જે ભયંકર પરિણામવાળા, માત્ર ઉપરથી જ સુખકારક દેખાવાવાળા તથા વિકારવાળા એવા રસોનું શું કામ છે ?
વિશેષાર્થ : ભોજનમાં છ રસ ગણાવવામાં આવે છે : મધુર, ખારો, ખાટો, તીખો, તુરો અને કડવો. તેવી રીતે કવિતામાં શૃંગાર, વીર, કરુણ, હાસ્ય, રૌદ્ર, બીભત્સ, વત્સલ, ભક્તિ અને શાન્ત એમ નવ રસ ગણાવવામાં આવે છે. આ રસોમાં નવમો શાન્ત રસ પ્રથમ દૃષ્ટિએ તો કદાચ અનાકર્ષક લાગે, પરંતુ એ રસમાં જેઓ ડૂબકી મારે છે તેમને પછી બીજો કોઈ રસ ગમતો નથી. શાન્ત રસ નિર્દોષ છે. તે અવિકારી પણ છે. બીજા રસોમાં કંઈક ત્રુટિ હોય છે. વળી તે પરિણામે વિકાર જન્માવનાર પણ છે. કેટલાક રસ તાત્કાલિક રસિક અનુભવ કરાવનાર હોય છે. પરંતુ તેનું સુખ સપાટી પરનું હોય છે. ફક્ત આસ્વાદકાળે જ તે સુખકારક લાગે છે. પરંતુ એ સુખાભાસ છે. પાછળથી પરિણામે તે દારુણ લાગે છે. નવમો શાંત રસ એ ઉપશમનો રસ છે. તે નિર્મળ છે ને એકસરખી ગતિએ વહે છે. એ રસનો અનુભવ આધ્યાત્મિક સિદ્ધિઓ દ્વારા પ્રાપ્ત થાય છે. એ અનુભવ થયા પછી બીજો કોઈ રસ પ્રિય લાગતો નથી. કાવ્ય અને અલંકારના ક્ષેત્રમાં રસનો રાજા તે શૃંગાર રસ છે, પરંતુ અધ્યાત્મના ક્ષેત્રે તો શાન્ત રસ જ રસાધિરાજ છે.
[૧૯૫] મધુર રસમાપ્ય નિતેદ્રસનાતો રસતોમિનાં બલમ્ ।
परिभाव्य विपाकसाध्वसं विरतानां तु ततो दृशोर्जलम् ॥१३॥
અનુવાદ : રસના લોભી મનુષ્યોને મધુર રસ પ્રાપ્ત થવાથી જીભમાંથી પાણી છૂટે છે, પરંતુ વિરક્ત માણસોને તો વિપાકનો ભય જાણવાથી આંખમાંથી પાણી પડે છે.
વિશેષાર્થ : રસના એટલે જીભ. સરસ ખાદ્ય પદાર્થો જોતાં કે એ વિશે સાંભળતાં જીભમાંથી રસ ઝરે છે. માણસ પોતાની ઇન્દ્રિયોને એટલો વશ બની જાય છે કે પોતાના ભોગ્ય પદાર્થોને જોતાં જ એની ઇન્દ્રિયોમાં સળવળાટ થવા લાગે છે. અહીં સ્વાદેન્દ્રિયનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. મધુર રસની વાનગી જોતાં જ, તેની સુગંધ આવતાં જ રસના ભોગી માણસોની જિલ્લામાંથી લાળ ઝરવા માંડે છે. પરંતુ જે ત્યાગી-વૈરાગી માણસો છે તે ભોગાપભોગનો નહિ પણ એના વિપાકનો વિચાર કરે છે. ઇન્દ્રિયલુબ્ધ બનીને પોતે જે ભોગ ભોગવ્યા એ માટે પરિણામે કાલાન્તરે કેટલું દુઃખ ભોગવવું પડશે તેનો વિચાર કરતાં તેમનું હૃદય દ્રવે છે. તેમની આંખમાંથી આંસુ સરે છે. પાણી તો ભોગી અને વૈરાગી બેયને ઝરે છે. એકનું જીભમાંથી અને બીજાનું આંખમાંથી. એકસરખી બે ક્રિયા વચ્ચે રહેલો વિરોધ લાક્ષણિક કવિત્વશૈલીથી ઉપાધ્યાયજી મહારાજે અહીં સચોટ રીતે દર્શાવ્યો છે.
Jain Education International_2010_05
૧૦૬
For Private & Personal Use Only
www.jainelibrary.org