________________
પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર
કરનાર એવા શીલની સુગંધથી સુવાસિત હોય છે. એમનું ચારિત્ર એટલું સંયમથી મઘમઘતું હોય છે કે અનેક સાધકો તેમના તરફ આકર્ષાયા વગર રહેતા નથી. પૌદ્ગલિક સુવાસ કરતાં બ્રહ્મચર્યની, સંયમની, શીલની સુવાસ અનેકગણી ચડિયાતી અને પરિણામે આત્માને માટે હિતકર હોય છે.
[૧૯૫] ૩પયામુપૈતિ વ્યાં હરતે યગ્ન વિમાવતઃ |
न ततः खलु शीलसौरभा-दपरस्मिनिह युज्यते रतिः ॥१०॥ અનુવાદ : જે ચિરકાળ સુધી ઉપયોગમાં આવે છે અને વિભાવરૂપી વાયુ જેનું હરણ કરી શકતો નથી એવી શીલરૂપી સૌરભ સિવાય બીજી કોઈ સૌરભ ઉપર પ્રીતિ કરવી યોગ્ય નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં ચારિત્રશીલ પંડિતોની શીલરૂપી સૌરભનો નિર્દેશ કર્યો છે. એ સૌરભ કેવી છે તે બતાવતાં આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે આ સૌરભ ચિરકાળ સુધી ઉપયોગમાં આવે છે. ઘણાં ફૂલોની સુગંધ બીજે દિવસે ચાલી જાય છે. પરંતુ શીલની સુગંધ તો જયાં સુધી શીલ છે ત્યાં સુધી રહેવાની જ અને તેથી લાભ જ થવાનો. વળી પૌલિક સુગંધી પદાર્થોની સુગંધ પવન પોતાની સાથે સતત હરતો જાય છે અને એમ કરતાં કરતાં તે સુગંધ ખલાસ થઈ જાય છે. પરંતુ શીલરૂપી સુવાસને વિભાવરૂપી પવન હરી શકતો નથી. તેથી તે સુવાસ સ્થિર અને દઢ રહી શકે છે. શીલવંત જીવો પોતાના સ્વભાવમાં રમણ કરતા હોવાથી વિભાવ તેમને નડતો નથી. આથી જ્ઞાની પુરુષોએ તો પૌલિક સૌરભ પ્રત્યે આસક્તિ કરવી કોઈપણ રીતે યોગ્ય નથી. વસ્તુતઃ સાચા આત્મજ્ઞાની મહાત્માઓને એવી આસક્તિ કે પ્રીતિ થતી જ નથી.
[૧૯૩] મધુર રસૈરથીરતા નાટ્યાત્મકુથાનિહાં સતામ્
अरसैः कुसुमैरिवालिनां प्रसरत्पद्मपरागमोदिनाम् ॥११॥ અનુવાદ : જેમ વિકસ્વર કમળના પરાગમાં આનંદ અનુભવનાર ભ્રમરોની અન્ય નીરસ પુષ્પોના રસમાં આતુરતા હોતી નથી, તેમ અધ્યાત્મની સુધાનો સ્વાદ લેનારા સપુરુષોને બીજા મધુર રસની આતુરતા હોતી નથી.
વિશેષાર્થ : ધ્રાણેન્દ્રિયના વિષયની વાત કર્યા પછી ગ્રંથકાર અહીં રસના (જિલ્લા) ઇન્દ્રિયના વિષયનું નિરૂપણ કરે છે. જેઓ અધ્યાત્મરસનો અનુભવ કરનારા છે એવા સત્પરુષોને નિજ આત્મસ્વરૂપમાં લીન થવામાં જે રસ અનુભવાય છે તે ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનો છે. શાંત સુધારસનો જેમણે અનુભવ કર્યો છે તેઓને પછી સંસારના પૌલિક પદાર્થોના મધુર રસની ઉત્સુકતા થતી નથી. અધ્યાત્મના સુધારસ આગળ દૂધ, દહીં, સાકર વગેરેનો કે ખાનપાનની અનેકવિધ વાનગીઓનો મધુર કે બીજો રસ ફિક્કો લાગે છે. આ અનુભવે સમજાય એવી વાત છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી. એ માટે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ખીલતા કમળના પરાગનો આનંદ માણવા મળતો હોય, તો તે છોડીને ભ્રમર બીજાં નીરસ પુષ્પો તરફ જવા આતુર હોતો નથી.
૧૦૫ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org